પ્રધાનમંત્રીનું કાર્યાલય
શ્રી ગુરુ તેગ બહાદુરજીની 400મી જન્મજયંતિ (પ્રકાશ પર્વ)ની ઉજવણી માટે ઉચ્ચ સ્તરીય સમિતિમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Posted On:
08 APR 2021 3:16PM by PIB Ahmedabad
નમસ્કાર!
કમિટીના દરેક સન્માનિત સદસ્યગણ, અને સાથીઓ!, ગુરુ તેગબહાદૂરજીના 400માં પ્રકાશ પર્વનો આ અવસર એક આધ્યાત્મિક સૌભાગ્ય પણ છે, અને એક રાષ્ટ્રીય કર્તવ્ય પણ છે. આમાં આપણે આપણું કંઈક યોગદાન આપી શકીએ, એ ગુરુકૃપા આપણાં સૌ પર થઈ છે. મને આનંદ છે કે આપણે સૌ દેશની સાથે નાગરિકોને સાથે લઈને આપણા આ પ્રયાસોને આગળ વધારી રહ્યા છીએ.
અત્યારે અહીં ગૃહમંત્રીજીએ નેશનલ ઈમ્પ્લિમેન્ટેશન કમિટીના અધ્યક્ષ તરીકે પર કમિટીના વિચારો આપણી સામે રજૂ કર્યા છે, જે પણ સૂચનો આવ્યા હતા, તેને રાખવામાં આવ્યા હતા. પ્રેઝન્ટેશનમાં પણ આખા વર્ષની કાર્યયોજનાના સબંધમાં એક લવચીક માળખુ હતું, જેમાં ઘણાં સુધારાની પણ સંભાવનાઓ છે, નવા-નવા વિચારોની પણ સંભાવનાઓ છે. આપ સદસ્યો તરફથી પણ ઘણા બહૂમુલ્ય સૂચનો મળ્યા છે, ઘણાં જ મૌલિક સૂચનો મળ્યા છે અને એ વાત યોગ્ય છે કે આંતરરાષ્ટ્રીય સ્તર પર આપણે આ અવસરનો લાભ લેતા હોઈએ તો આપણે દેશનું જે મૂળ ચિંતન છે, તેને લોકો સુધી પહોંચાડવાનો એક ખૂબ મોટી તક છે. જો કે આ સમિતિમાં આજે અહીં ઘણી મોટી સંખ્યામાં દરેક માનનીય સભ્યો છે, દેરકને પોતાની વાત જણાવવાની તક નથી મળિ પરંતુ મને પૂર્ણ વિશ્વાસ છે કે દરેક માનનીય સભ્યો આ વિચારોને લેખિત રૂપે મોકલે કે જેથી તેને વધુ સમૃદ્ધ બનાવી શકાય અને સારી કાર્ય યોજના કરી વર્ષભર માટે આ કાર્યને આગળ લઈ જવાય.
સાથીઓ,
વિતેલી ચાર શતાબ્દીઓમાં ભારતના કોઈપણ કાર્યકાળ, કોઈપણ સમય એવો નથી રહ્યો જેની કલ્પના આપણે ગુરુ તેગબહાદૂરજીના પ્રભાવ વિના કરી શકીએ! નવમ ગુરુ તરીકે આપણે સૌ તેમની પાસેથી પ્રેરણા મેળવીએ છીએ. આપણે સૌ તેમના જીવનના પડાવોથી પરિચિત છીએ પરંતુ દેશની નવી પેઢીને તેમના વિશે પણ જાણવું, તેમને સમજવા એટલું જ જરૂરી છે.
સાથીઓ,
ગુરુનાનાક દેવજીથી લઈને ગુરુ તેગબહાદૂરજી અને પછી ગુરુ ગોવિંદ સિંહજી સુધી, આપણી શિખ ગુરુ પરંપરા પોતાનામાં એક સંપૂર્ણ જીવન દર્શન રહી છે. એ સૌભાગ્ય છે કે ગુરુ નાનકદેવજીનું 550મું પ્રકાશ પર્વ, ગુરુ તેગબહાદૂરજીની 400મી જયંતી અને ગુરુ ગોવિંદ સિંહજીનું 350મું પ્રકાશ પર્વ ઉજવવાની તક અમારી સરકારને મળી છે. સમગ્ર વિશ્વ જો જીવનની સાર્થકતાને સમજવા ઈચ્છે તો આપણા ગુરુઓના જીવનને જોઈ ખૂબ સરળતાથી સમજી શકે છે. તેમના જીવનમાં ઉચ્ચત્તમ ત્યાગ પણ હતો, તિતિક્ષા પણ હતી. તેમના જીવનમાં જ્ઞાનનો પ્રકાશ પણ હતો, આધ્યાત્મિક ઊંચાઈ પણ હતી.
સાથીઓ,
ગુરુ તેગબહાદુરજીએ કહ્યું છે, - "सुखु दुखु दोनो सम करि जानै अउरु मानु अपमाना"॥ એટલે કે, સુખ-દુઃખ, માન-અપમાન આ દરેકમાં એક જેવું રહે છે, આપણે આપણું જીવન જીવવું જોઈએ. તેમણે જીવનના ઉદ્દેશો પણ બતાવ્યા છે, તેનો માર્ગ પણ બતાવ્યો છે. તેમણે આપણને રાષ્ટ્ર સેવાની સાથે જ જીવ સેવાનો માર્ગ બતાવ્યો છે. તેમણે સમાનતા, સમરસતા અને ત્યાગનો મંત્ર આપણને આપ્યો છે. આ જ મંત્રોને આપણે જીવવા અને જન-જન સુધી પહોંચાડવો એ આપણા સૌની ફરજ છે.
સાથીઓ,
જેમ અહીં ચર્ચા પણ થઈ, 400મા પ્રકાશ પર્વ પર વર્ષભર દેશમાં આયોજન થવું જોઈએ અને વિશ્વમાં પણ આપણે વધુમાં વધુ લોકો સુધી પહોંચવાના પ્રયત્નો કરવા જોઈએ. શિખ પરંપરા સાથે જોડાયેલ જે પણ તીર્થસ્થાન છે, જે શ્રદ્ધા સ્થળ છે, તે આ ગતિવિધિઓ વધુ ઉર્જા આપેસ. ગુરુ તેગબહાદૂરજીના શબ્દ, તેમના રાગોના ભજન, તેમની સાથે જોડાયેલ સાહિત્ય, સાંસ્કૃતિક કાર્યક્રમ, એ જન જનને પ્રેરણા આપશે. આમાં ડિજિટલ ટેકનોલોજીનો ઉફયોગ થવાથી આ સંદેશ આખા વિસ્વમાં નવી પેઢી સુધી સરળતાથી પહોંચી જશે અને મને આનંદ છે કે આજે વધુ સભ્યોએ આ ડિજિટલ ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવાનો પ્રસ્તાવ રાખ્યો છે, આ એક બદલાતા ભારતનું દ્રશ્ય પણ છે. આ દરેક પ્રયાસોમાં આપણે વધુને વધુ લોકોને આપણી સાથે જોડવાના છે.
સાથીઓ,
આ સમગ્ર આયોજનમાં આપણે ગુરુ તેગબહાદૂરજીના જીવન અને ઉપદેશોની સાથે જ સમગ્ર ગુરુ પરંપરાને પણ વિશ્વ સુધી લઈ જવી જોઈએ. કેવી રીતે સમગ્ર વિશ્વમાં આજે શિખ સમુદાયના લોકો અને આપણા ગુરુઓને આપણે સૌ કરોડો અનુયાયી તેમના પદચિન્હો પર ચાલી રહ્યા છે, કેવી રીતે શિખ સમાજ સેવાનું આટલું મોટા પ્રમાણમાં કાર્ય કરી રહ્યા છે, કેવા આપણા ગુરુદ્વારાના માનવ-સેવાના જાગૃત કેન્દ્રો છે. આ સંદેશ આપણે જો સમગ્ર વિશ્વ સુધી લઈ જઈશું તો આપણે માનવતાને ખૂબ મોટી પ્રેરણા આપી શકીશું. હું ઈચ્છું છું કે આના પર સંશોધન કરીને આનું દસ્તાવેજીકરણ પણ કરાવવું જોઈએ. આપણા આ પ્રયત્નો આવનારી પેઢીઓને પણ પથપ્રદર્શન કરશે. જ ગુરુ તેજબહાદૂરજી સહિત દરેક ગુરુઓના ચરણોમાં આપણી શ્રદ્ધાંજલિ પણ હશે. એક પ્રકારથી કાર્યાજંલિ પણ હશે. એ પણ મહત્વનું છે કે આ મહત્વપૂર્ણ સમયમાં દેશ આઝાદીનો અમૃત મહોત્સવ પણ ઉજવી રહ્યું છે. આપણી આઝાદીને 75 વર્ષ થઈ રહ્યા છે. મને વિશ્વાસ છે કે, ગુરુ આશીર્વાદ થી આપણે આપણા દરેક આયોજનોમાં જરૂર સફળ થઈશું. તમારા સૌના ઉત્તમ સૂચનો માટે આપ સૌનો હું ખૂબ આભારી છું અને આવનારા સમયમાં પણ આપનો સક્રિય સહયોગ આ મહાન પરંપરાને આવનારી પેઢીઓ સુધી લઈ જવામાં ખૂબ મોટું યોગદાન આપશે. અમને આ પાવન પર્વમાં ગુરુઓની સેવાનું જે સૌભાગ્ય મળ્યું છે, તે અમારા માટે ગૌરવની વાત છે.
આ જ શુભકામનાઓ સાથે, આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ!
SD/GP/JD
(Release ID: 1710440)
Visitor Counter : 321
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam