પ્રધાનમંત્રીનું કાર્યાલય

વિશ્વ આરોગ્ય દિવસ પર પ્રધાનમંત્રીનો સંદેશ

Posted On: 07 APR 2021 9:51AM by PIB Ahmedabad

વિશ્વ આરોગ્ય દિવસ પર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના સંદેશાનો મૂળપાઠ નીચે આપેલો છે.

‘ભારત સરકાર આયુષ્માન ભારત અને પ્રધાનમંત્રી જનૌષધિ યોજના સહિત અનેક ઉપાય કરી રહી છે જેથી એ સુનિશ્ચિત કરી શકાય કે લોકોને ઉચ્ચ ગુણવત્તા અને સસ્તી આરોગ્ય સેવાઓ પ્રાપ્ત થઈ શકે. ભારત કોવિડ-19 વિરુદ્ધની લડાઈને મજબૂત કરવા માટે દુનિયાનું સૌથી મોટું રસીકરણ અભિયાન પણ ચલાવી રહ્યું છે.

વિશ્વ આરોગ્ય દિવસ નિમિતે, આવો આપણે કોવિડ-19 સામે લડવા અંગે ધ્યાન આપતા રહીએ, જેમાં માસ્ક પહેરવું, નિયમિત રીતે હાથ ધોવા અને અન્ય પ્રોટોકોલનું પાલન કરવું સામેલ છે.

આ સાથે જ, ઈમ્યુનિટીને વધારવા અને તંદુરસ્ત રહેવા માટે પણ દરેક શક્ય કદમ ઉઠાવીએ.

વિશ્વ આરોગ્ય દિવસ આપણા ગ્રહને સ્વસ્થ રાખવા માટે દિવસ-રાત કામ કરનારા તમામ લોકો પ્રત્યે આપણી કૃતજ્ઞતા અને પ્રશંસાને ફરી દૃઢ કરવાનો દિવસ છે. આ આરોગ્ય સેવામાં સંશોધન અને નવાચારને સમર્થન કરવાની આપણી પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર છે.’

SD/GP/JD(Release ID: 1710030) Visitor Counter : 261