સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
ભારતમાં કુલ રસીકરણ કવરેજનો આંકડો 7.3 કરોડ ડોઝથી વધુ થઇ ગયો
8 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં દૈનિક નવા કેસોમાં તીવ્ર ઉછાળો
“ગંભીર ચિંતાજનક રાજ્યો”માં સક્રિય કેસોના ભારણમાં પ્રચંડ વૃદ્ધિ
કેબિનેટ સચિવે તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો સાથે કોવિડ-19ની પરિસ્થિતિની સમીક્ષા કરી
Posted On:
03 APR 2021 11:29AM by PIB Ahmedabad
કોવિડ-19 વિરોધી દેશની જંગમાં એક મહત્વપૂર્ણ સિદ્ધિરૂપે ભારતમાં રસીકરણ કવાયત અંતર્ગત આજે કુલ કવરેજનો આંકડો 7.3 કરોડના નોંધનીય ચિહ્નથી આગળ વધી ગયો છે.
આજે સવારે 7 વાગ્યા સુધીના હંગામી અહેવાલ અનુસાર અત્યાર સુધીમાં 11,53,614 સત્રોનું આયોજન કરીને દેશમાં કુલ 7,30,54,295 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. આમાં 89,32,642 HCWs (પ્રથમ ડોઝ), 52,96,666 HCWs (બીજો ડોઝ), 95,71,610 FLWs (પથમ ડોઝ) અને 39,92,094 FLWs (બીજો ડોઝ) તેમજ 45 વર્ષથી ઉપરની ઉંમરના 4,45,77,337 લાભાર્થી (પ્રથમ ડોઝ) અને 6,83,946 લાભાર્થી (બીજો ડોઝ) સામેલ છે.
કુલ રસીકરણના આંકડામાં પ્રથમ ડોઝ લેનારા 6 કરોડથી વધારે (6,30,81,589) સામેલ છે જ્યારે બીજો ડોઝ લેનારાની સંખ્યા પણ લગભગ 1 કરોડની નજીક (99,72,706) છે.
HCWs
|
FLWs
|
45 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી
|
કુલ
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
89,32,642
|
52,96,666
|
95,71,610
|
39,92,094
|
4,45,77,337
|
6,83,946
|
7,30,54,295
|
રસીકરણ કવાયતના 77મા દિવસે (2 એપ્રિલ 2021ના રોજ) દેશમાં કોવિડ વિરોધી રસીના કુલ 30,93,795 ડોઝ આપવામાં આવ્યા હતા. આમાંથી, 35,624 સત્રો દરમિયાન 28,87,779 લાભાર્થીને પ્રથમ ડોઝ જ્યારે 2,06,016 લાભાર્થીને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.
તારીખ: 2 એપ્રિલ, 2021
|
HCWs
|
FLWs
|
45 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી
|
કુલ આપવામાં આવેલા ડોઝ
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
43,439
|
18,712
|
92,887
|
44,569
|
27,51,453
|
1,42,735
|
28,87,779
|
2,06,016
|
દેશમાં આઠ રાજ્યો એટલે કે, મહારાષ્ટ્ર, કર્ણાટક, છત્તીસગઢ, દિલ્હી, તમિલનાડુ, ઉત્તરપ્રદેશ, પંજાબ અને મધ્યપ્રદેશમાં કોવિડના કેસોમાં દૈનિક ધોરણે તીવ્ર ઉછાળો નોંધાઇ રહ્યો છે. એક દિવસમાં નવા નોંધાયેલા 81.42% કેસ આ રાજ્યોમાં છે.
છેલ્લા 24 કલાકમાં દેશમાં વધુ 89,129 લોકો સંક્રમિત થયા છે.
એક દિવસમાં વધુ 47,913 કેસ સાથે મહારાષ્ટ્રમાં સમગ્ર દેશમાં દૈનિક ધોરણે સર્વાધિક દર્દીઓ નોંધાયા છે. તે પછીના ક્રમે કર્ણાટકમાં વધુ 4,991 જ્યારે છત્તીસગઢમાં નવા 4,174 કેસ પોઝિટીવ નોંધાયા છે.
નીચે આપેલા આલેખ અનુસાર, બાર રાજ્યોમાં દૈનિક નોંધાતા નવા કેસોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે.
ભારતમાં કુલ સક્રિય કેસોનું ભારણ 6,58,909 સુધી પહોંચી ગયું છે. દેશમાં નોંધાયેલા કુલ પોઝિટીવ કેસોમાંથી હવે સક્રિય કેસોની ટકાવારી 5.32% થઇ ગઇ છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કુલ સક્રિય કેસોના ભારણમાં 44,213 દર્દીઓનો ચોખ્ખો વધારો નોંધાયો છે.
નીચે આપેલો આલેખ છેલ્લા બે મહિનામાં (03 ફેબ્રુઆરી 2021થી 03 એપ્રિલ 2021) સક્રિય કેસોની સંખ્યામાં વૃદ્ધિ મામલે ટોચના 10 રાજ્યોનું વ્યાપક વિશ્લેષણ દર્શાવે છે. મહારાષ્ટ્રમાં આ સમય દરમિયાન સક્રિય કેસોની સંખ્યામાં નવ ગણો ઉછાળો થયો છે જે દેશમાં સૌથી વધારે છે. જો ટકાવારી પ્રમાણે જોવામાં આવે તો, પંજાબમાં આ સમય દરમિયાન સક્રિય કેસોની સંખ્યામાં સૌથી વધુ વૃદ્ધિ નોંધાઇ છે.
મહારાષ્ટ્ર, કર્ણાટક, છત્તીસગઢ, કેરળ અને પંજાબ આ પાંચ રાજ્યોમાં દેશના કુલ સક્રિય કેસોમાંથી 77.3% દર્દીઓ છે. માત્ર મહારાષ્ટ્રમાં જ દેશના કુલ સક્રિય કેસોના ભારણમાંથી લગભગ 60% (59.36%) દર્દીઓ છે.
દેશમાં કુલ સક્રિય કેસોના ભારણમાંથી 50% દર્દીઓ ટોચના 10 જિલ્લામાં છે.
કેબિનેટ સચિવ શ્રી રાજીવ ગુપ્તાએ ગઇકાલે તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવો, પોલીસ DG અને આરોગ્ય સચિવો સાથે એક ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન કર્યું હતું જેમાં ખાસ કરીને છેલ્લા બે અઠવાડિયા દરમિયાન મોટી સંખ્યામાં દૈનિક ધોરણે કોવિડ-19ના નવા કેસો નોંધાતા હોય અને મોટી સંખ્યામાં મૃત્યુદર નોંધાતા હોય તેવા 11 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. આ 11 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને "ગંભીર ચિંતાજનક રાજ્યો” તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા હતા અને, પરીક્ષણોમાં વૃદ્ધિ, ચુસ્ત કન્ટેઇન્મેન્ટ, તાત્કાલિક સંપર્ક ટ્રેસિંગ અને કોવિડ માટે યોગ્ય વર્તણુકના વધુ અમલીકરણ તેમજ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને અગાઉ આપવામાં આવેલા પ્રમાણભૂત તબીબી વ્યવસ્થાન પ્રોટોકોલના ચુસ્ત પાલનની મદદથી સક્રિય કેસોના ભારણ અને દૈનિક મૃત્યુઆંકમાં ઘટાડો સુનિશ્ચિત કરવા માટે તાત્કાલિક અને અસરકારક પગલાં લેવાની સલાહ આપવામાં આવી હતી. બેઠક દરમિયાન ભારપૂર્વક કહેવામાં આવ્યું હતું કે, કેન્દ્ર દ્વારા તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને જાહેર આરોગ્યના માપદંડો અને કોવિડ-19 સામે લડવા માટે તબીબી વ્યવસ્થાપન માટે અવિરત ધોરણે તમામ સંસાધનો પૂરા પાડવામાં આવશે અને સહકાર આપવાનું ચાલુ રાખવામાં આવશે.
ભારતમાં આજે કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 1,15,69,241 નોંધાઇ હતી. રાષ્ટ્રીય સાજા થવાનો સરેરાશ દર 93.36% નોંધાયો છે.
છેલ્લા 24 કલાકમાં 44,202 દર્દીઓ સાજા થયા છે.
છેલ્લા 24 કલાકમાં દેશમાં વધુ 714 દર્દીઓના મૃત્યુ નોંધાયા છે.
નવા નોંધાયેલા દૈનિક મૃત્યુઆંકમાંથી 85.85% દર્દીઓ છ રાજ્યોમાંથી છે. સર્વાધિક દૈનિક મૃત્યુઆંક (481) મહારાષ્ટ્રમાં નોંધાયો છે. તે પછીના ક્રમે પંજાબમાં એક દિવસમાં વધુ 57 દર્દીનાં મૃત્યુ થયાં છે.
તેર રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના કારણે એકપણ દર્દીનું મૃત્યુ નોંધાયું નથી. આમાં ઓડિશા, આસામ, લદાખ (કેન્દ્રશાસિત પ્રદેશ), દમણ અને દીવ તેમજ દાદરા અને નગર હવેલી, નાગાલેન્ડ, મેઘાલય, મણીપુર, ત્રિપુરા, સિક્કિમ, લક્ષદ્વીપ, મિઝોરમ, આંદામાન અને નિકોબારના ટાપુઓ તેમજ અરુણચાલ પ્રદેશ છે.
(Release ID: 1709316)
Visitor Counter : 311
Read this release in:
Tamil
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Telugu
,
Malayalam