સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
મહારાષ્ટ્ર, કર્ણાટક, પંજાબ, મધ્યપ્રદેશ, ગુજરાત, કેરળ, તમિલનાડુ અને છત્તીસગઢમાં દૈનિક ધોરણે નવા કેસોમાં મોટી સંખ્યામાં વધારો
દેશમાં રસીકરણ કવરેજનો આંકડો 6 કરોડથી વધારે થયો
પોસ્ટેડ ઓન:
29 MAR 2021 11:17AM by PIB Ahmedabad
મહારાષ્ટ્ર, કર્ણાટક, પંજાબ, મધ્યપ્રદેશ, ગુજરાત, કેરળ, તમિલનાડુ અને છત્તીસગઢ આ આઠ રાજ્યોમાં દૈનિક ધોરણે કોવિડ-19ના નવા કેસોની સંખ્યામાં મોટો વધારો નોંધાયો છે. દેશમાં નવા નોંધાયેલા કુલ કેસોમાંથી 84.5% કેસ આ રાજ્યોમાં છે.
છેલ્લા 24 કલાકમાં દેશમાં નવા 68,020 કેસ પોઝિટીવ નોંધાયા છે.
મહારાષ્ટ્રમાં દૈનિક ધોરણે સમગ્ર દેશમાં સૌથી વધુ 40,414 કેસ નોંધાયા છે. ત્યારપછીના ક્રમે, કર્ણાટકમાં નવા 3,082 જ્યારે પંજાબમાં નવા 2,870 કેસ એક દિવસમાં નોંધાયા છે.

નીચે દર્શાવ્યા અનુસાર, દસ રાજ્યોમાં દૈનિક ધોરણે નવા કેસોની સંખ્યામાં સતત વૃદ્ધિનું વલણ જોવા મળી રહ્યું છે.


ભારતમાં કુલ સક્રિય કેસોનું ભારણ આજે 5,21,808 નોંધાયું છે. હાલમાં સક્રિય કેસોની સંખ્યા દેશમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ પોઝિટીવ કેસોમાંથી 4.33% છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં નવા કેસોની સંખ્યા વધવાથી કુલ સક્રિય કેસોમાં 35,498 દર્દીનો ચોખ્ખો ઉમેરો નોંધાયો છે.
દેશમાં કુલ સક્રિય કેસોમાંથી 80.17% દર્દીઓ પાંચ રાજ્યો એટલે કે, મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, કર્ણાટક અને છત્તીસગઢમાં છે.

સત્તર રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં પ્રત્યેક દસ લાખની વસ્તીએ કેસોની સંખ્યા રાષ્ટ્રીય સરેરાશ (8,724) કરતાં ઓછી છે.

ઓગણીસ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં પ્રત્યેક દસ લાખની વસ્તીએ કેસોની સંખ્યા રાષ્ટ્રીય સરેરાશ કરતાં વધારે છે.

બીજી તરફ, ભારતમાં રસીકરણ કવાયત અંતર્ગત આજદિન સુધીમાં કુલ રસીકરણ કવરેજ 6 કરોડનો આંકડો ઓળંગી ગયું છે.
આજે સવારે 7 વાગ્યા સુધીના હંગામી અહેવાલ અનુસાર અત્યાર સુધીમાં 9,92,483 સત્રોનું આયોજન કરીને દેશમાં કુલ 6.05 કરોડ (6,05,30,435) થી વધારે રસીના ડોઝ આપવામાં આવ્યા છે. આમાં 81,56,997 HCWs (પ્રથમ ડોઝ), 51,78,065 HCWs (બીજો ડોઝ), 89,12,113 FLWs (પથમ ડોઝ) અને 36,92,136 FLWs (બીજો ડોઝ) તેમજ 45 વર્ષથી ઉપરની ઉંમરના સહ-બીમારી ધરાવતા હોય તેવા 67,31,223 લાભાર્થી (પ્રથમ ડોઝ) અને 60 વર્ષથી વધુ ઉંમરના 2,78,59,901 લાભાર્થી સામેલ છે.
|
HCWs
|
FLWs
|
45 થી <60 વર્ષના સહબીમારી ધરાવતા લાભાર્થી
|
60 વર્ષથી ઉપરના લાભાર્થી
|
કુલ
|
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
પ્રથમ ડોઝ
|
પ્રથમ ડોઝ
|
|
81,56,997
|
51,78,065
|
89,12,113
|
36,92,136
|
67,31,223
|
2,78,59,901
|
6,05,30,435
|
ભારતમાં આજદિન સુધીમાં આપવામાં આવેલા રસીના કુલ ડોઝમાંથી 60% ડોઝ આઠ રાજ્યોમાં આપવામાં આવ્યા છે.

ભારતમાં રસીકરણ કવાયતના 72મા દિવસે (28 માર્ચ 2021) રસીના કુલ 2,60,653 ડોઝ આપવામાં આવ્યા હતા. આમાં, કુલ 7,465 સત્રોનું આયોજન કરીને 2,18,798 લાભાર્થીને પ્રથમ ડોઝ (HCWs અને FLWs) જ્યારે 41,855 HCWs અને FLWsને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.
|
તારીખ:28 માર્ચ, 2021
|
|
HCWs
|
FLWs
|
45 થી <60 વર્ષના સહબીમારી ધરાવતા લાભાર્થી
|
60 વર્ષથી ઉપરના લાભાર્થી
|
કુલ આપવામાં આવેલા ડોઝ
|
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
પ્રથમ ડોઝ
|
પ્રથમ ડોઝ
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
|
4,189
|
2,468
|
22,067
|
39,387
|
57,561
|
1,34,981
|
2,18,798
|
41,855
|
ભારતમાં આજે કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 1,13,55,993 સુધી પહોંચી છે. સાજા થવાનો રાષ્ટ્રીય સરેરાશ દર 94.32% નોંધાયો છે.
છેલ્લા 24 કલાકમાં 32,231 દર્દીઓ સાજા થઇ ગયા છે.
દેશભરમાં એક દિવસમાં સૌથી વધુ 17,874 દર્દીઓ મહારાષ્ટ્રમાં સાજા થયા છે.
છેલ્લા 24 કલાકમાં વધુ 291 દર્દીનાં મૃત્યુ નોંધાયા છે.
નવા નોંધાયેલા મૃત્યુઆંકમાંથી 81.79% દર્દીઓ સાત રાજ્યોમાંથી છે. મહારાષ્ટ્રમાં સર્વાધિક મૃત્યુઆંક (108) નોંધાયો છે. તે પછીના ક્રમે, પંજાબમાં એક દિવસમાં 69 દર્દીનાં મૃત્યુ થયા છે.

અઢાર રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં પ્રત્યેક દસ લાખની વસ્તીએ મૃત્યુઆંક રાષ્ટ્રીય સરેરાશ (117) કરતાં ઓછો છે.

તેવી જ રીતે, અઢાર રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં પ્રત્યેક દસ લાખની વસ્તીએ મૃત્યુઆંક રાષ્ટ્રીય સરેરાશ કરતાં વધારે છે.

પંદર રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના કારણે મૃત્યુ થયું હોય તેવો એકપણ કિસ્સો નોંધાયો નથી. આમાં, આસામ, ઉત્તરાખંડ, ઓડિશા, પુડુચેરી, લદાખ (કેન્દ્રશાસિત પ્રદેશ), દમણ અને દીવ તેમજ દાદરા અને નગર હવેલી, લક્ષદ્વીપ, મણીપુર, ત્રિપુરા, સિક્કિમ, મેઘાલય, મિઝોરમ, આંદામાન અને નિકોબારના ટાપુઓ, નાગાલેન્ડ અને અરુણાચલ પ્રદેશ છે.
SD/GP/JD
(રીલીઝ આઈડી: 1708263)
મુલાકાતી સંખ્યા : 319
આ રીલીઝ વાંચો:
हिन्दी
,
English
,
Urdu
,
Marathi
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam