પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ બાંગ્લાદેશમાં રાષ્ટ્રીય શહીદ સ્મારકની મુલાકાત લીધી

Posted On: 26 MAR 2021 2:17PM by PIB Ahmedabad

https://static.pib.gov.in/WriteReadData/Gallery/PhotoGallery/2021/Mar/H2021032697223.JPG

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બાંગ્લાદેશમાં પોતાની બે દિવસીય મુલાકાત માટે પહોંચ્યા પછી થોડા સમય બાદ બાંગ્લાદેશના રાષ્ટ્રીય સ્મારક એવા રાષ્ટ્રીય શહીદ સ્મારક (જાતિયોશ્રીટીશૌધો)ની મુલાકાત લીધી હતી અ 1971માં બાંગ્લાદેશ લિબરેશન વોરમાં પોતાના જીવનું બલિદાન આપનારા સાહસિકોને શ્રદ્ધાંજલિ આપી હતી. આ સ્મારક ઢાકામાં ઉત્તર-પશ્ચિમે 35 કિમી દૂર સાવર ખાતે આવેલું છે અને તેને સૈયદ મૈનુલ હોસેને ડિઝાઈન કર્યુ છે.

પ્રધાનમંત્રીએ સ્મારકના પરિસરમાં અર્જુન વૃક્ષના છોડ પણ વાવ્યા હતા અને સ્મારકની વિઝિટર બૂકમાં હસ્તાક્ષર કર્યા હતા. તેમણે લખ્યું હતું, ‘હું પ્રાર્થના કરૂં છું કે સાવરમાં અનંત જ્યોતિ, છળ અને અત્યાચાર પર સત્ય અને સાહસના મહાન વિજયનું સ્થાયી સ્મરણ બની રહે.’

SD/GP/JD



(Release ID: 1707806) Visitor Counter : 212