સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટક, ગુજરાત અને છત્તીસગઢમાં દૈનિક ધોરણે નવા કેસોમાં તીવ્ર ઉછાળો નોંધાયો


દેશમાં કોવિડ-19ના કેસો વધી રહ્યાં હોય તેવા રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો પર કેન્દ્ર સરકારની સઘન દેખરેખ છે અને તે સક્રિયપણે સંકળાયેલી રહે છે

કોવિડ-19 વિરોધી રસીના લગભગ 4 કરોડ ડોઝ આપવામાં આવ્યા

Posted On: 19 MAR 2021 11:11AM by PIB Ahmedabad

દેશમાં કેટલાક રાજ્યોમાં કોવિડના નવા કેસોમાં દૈનિક ધોરણે તીવ્ર વધારો નોંધાઇ રહ્યો છે. દૈનિક ધોરણે નવા નોંધાયેલા કેસોમાંથી 80.63% કેસો માત્ર મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટક, ગુજરાત અને છત્તીસગઢમાં જ છે.

છેલ્લા 24 કલાકમાં 39,726 નવા કેસોનો એક દિવસીય વધારો નોંધાયો છે.

મહારાષ્ટ્રમાં દૈનિક ધોરણે સતત સર્વાધિક નવા કેસો નોંધાવાનું ચાલું છે જ્યાં એક દિવસમાં નવા 25,833 કેસ નોંધાયા છે. દેશમાં દૈનિક ધોરણે નોંધાયેલા નવા કેસોમાંથી 65% દર્દી મહારાષ્ટ્રમાં નોંધાયા છે. તે પછીના ક્રમે, પંજાબમાં એક દિવસમાં વધુ 2,369 જ્યારે કેરળમાં નવા 1,899 કેસ નોંધાયા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001VT1L.jpg

 

આઠ રાજ્યોમાં દૈનિક નવા કેસોની સંખ્યામાં સતત વધતો આલેખ જોવા મળી રહ્યો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0026DI4.jpg

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0031YN6.jpg

તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે કેન્દ્ર સરકાર ખૂબ સક્રિયપણે જોડાયેલી છે અને ખાસ કરીને જ્યાં દૈનિક ધોરણે નવા કેસોની સંખ્યા વધુ નોંધાઇ રહી છે અને જ્યાં સક્રિય કેસોનું ભારણ વધારે છે તેમના પર વિશેષ નજર છે. કેન્દ્ર સરકાર નિયમિત ધોરણે તેમની સાથે કોવિડના નિયંત્રણ અને જાહેર આરોગ્યના પગલાંઓની સ્થિતિની સમીક્ષા કરે છે.

સરકારની 'ટેસ્ટ, ટ્રેક અને ટ્રીટ' વ્યૂહનીતિનું પાલન કરીને જે જિલ્લાઓ મોટી સંખ્યામાં એન્ટીજેન પરીક્ષણો પર નિર્ભર હોય તેમના સહિત તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને જે જિલ્લામાં પરીક્ષણોની સંખ્યા ઘટી હોય ત્યાં પરીક્ષણો વધારવા માટે અને એકંદરે RT-PCR પરીક્ષણોનો હિસ્સો વધારવા માટે (70%થી વધારે) સલાહ આપવામાં આવી છે. રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને પ્રત્યેક પોઝિટીવ કેસ દીઠ (પ્રથમ 72 કલાકમાં) તેમના સંપર્કમાં આવેલા સરેરાશ ઓછામાં ઓછા 20 લોકોના સંપર્ક ટ્રેસિંગ માટે તેમજ તબીબી પ્રોટોકોલ અનુસાર ગંભીર કેસોના આઇસોલેશન અને વહેલી તકે સારવારના પગલાં લેવા માટે સલાહ આપવામાં આવી છે. પસંદગીના જિલ્લાઓમાં જે વિસ્તારોમાં કેસોના ક્લસ્ટરો જોવા મળી રહ્યાં હોય તેમના પર સઘન દેખરેખ અને ચુસ્ત કન્ટેઇન્મેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરવાની તેમજ જ્યાં મોટી સંખ્યામાં મૃત્યુઆંક નોંધાઇ રહ્યો હોય તેવા જિલ્લાઓમાં તબીબી વ્યવસ્થાપન પર ધ્યાન કેન્દ્રિત કરવાની સલાહ પણ આપવામાં આવી છે. એવી પણ સલાહ આપવામાં આવી છે કે, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ ચિંતાજનક વાયરસના વેરિઅન્ટ્સને ટ્રેક કરવા માટે જીનોમ પરીક્ષણ માટે સેમ્પલ મોકલવાનું પણ નિયમિત ફોલોઅપ લેવું જોઇએ. તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને રાષ્ટ્રીય બીમારી નિયંત્રણ કેન્દ્ર (NCDC) સાથે નોડલ ઇન્સ્ટિટ્યુટ તરીકે INSACOG કન્સોર્ટિયમ અંતર્ગત 10 લેબમાં ટેગ કરવામાં આવ્યા છે. રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને જાહેર મેળાવડાઓ પર નિયંત્રણ લાવવાનું તેમજ કમ્યુનિકેશન અને અમલીકરણ માધ્યમોથી કોવિડ માટે યોગ્ય વર્તણૂક અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવાનું અને જે જિલ્લાઓમાં મોટી સંખ્યામાં કેસો નોંધાઇ રહ્યાં હોય ત્યાં પ્રાથમિકતા વસ્તી સમૂહો માટે રસીકરણમાં વધુ વેગ લાવવાનું પણ કહેવામાં આવ્યું છે. રસીકરણ કવાયતમાં વધુ ઝડપ લાવવા પર પણ વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.

તાજેતરમાં, મહારાષ્ટ્ર અને પંજાબમાં નવા કેસોમાં નોંધાઇ રહેલા તીવ્ર વધારાને ધ્યાનમાં રાખીને, તાજેતરમાં કેન્દ્ર દ્વારા આ રાજ્યોમાં કોવિડ-19ના નિયંત્રણ અને કન્ટેઇન્મેન્ટના પગલાંમાં મદદરૂપ થવા માટે ઉચ્ચ સ્તરીય જાહેર આરોગ્ય ટીમનો નિયુક્ત કરવામાં આવી હતી. કેન્દ્ર સરકાર દ્વારા અગાઉ મહારાષ્ટ્ર, કેરળ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, ગુજરાત, પંજાબ, કર્ણાટક, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ તેમજ જમ્મુ અને કાશ્મીરમાં કોવિડ-19ના કેસોમાં થયેલી ઝડપી વૃદ્ધિ સામે લડત આપીને તેને નિયંત્રણમાં લાવવામાં મદદરૂપ થવાના ઉદ્દેશથી ઉચ્ચ સ્તરીય ટીમો નિયુક્ત કરવામાં આવી હતી. કેન્દ્ર સરકારની ટીમોના અહેવાલો રાજ્યોને સોંપવામાં આવ્યા હતા જેથી તેઓ આગળ ફોલોઅપના પગલાં લઇ શકે. રાજ્યો દ્વારા લેવામાં આવતા ફોલોઅપ અને અનુપાલન પર કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા દેખરેખ રાખવામાં આવે છે.

ભારતમાં આજે કુલ સક્રિય કેસોનું ભારણ 2.71 લાખ (2,71,282) નોંધાયું છે જે દેશમાં નોંધાયેલા કુલ પોઝિટીવ કેસોમાંથી 2.82% છે. છેલ્લા 24 કલાકમાં સક્રિય કેસોની સંખ્યામાં 18,918 દર્દીનો ચોખ્ખો ઘટાડો નોંધાયો છે.

ભારતમાં કુલ સક્રિય કેસોમાંથી 76.48% દર્દીઓ ત્રણ રાજ્યો- મહારાષ્ટ્ર, કેરળ અને પંજાબમાં છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image00459JF.jpg

આજે સવારે 7 વાગ્યા સુધીના હંગામી અહેવાલો પ્રમાણે દેશમાં આજદિન સુધીમાં કુલ 6,47,480 સત્રોનું આયોજન કરીને રસીના લગભગ 4 કરોડ (3,93,39,817) ડોઝ આપવામાં આવ્યા છે.

આમાં 76,35,188 HCWs (પ્રથમ ડોઝ), 47,15,173 HCWs (બીજો ડોઝ), 78,33,278 FLWs (પથમ ડોઝ) અને 21,98,414 FLWs (બીજો ડોઝ) તેમજ 45 વર્ષથી ઉપરની ઉંમરના સહ-બીમારી ધરાવતા હોય તેવા 27,79,998 લાભાર્થી (પ્રથમ ડોઝ) અને 60 વર્ષથી વધુ ઉંમરના 1,41,77,766 લાભાર્થી સામેલ છે.

 

HCWs

FLWs

45 થી <60 વર્ષના સહબીમારી ધરાવતા લાભાર્થી

60 વર્ષથી ઉપરના લાભાર્થી

 

કુલ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

પ્રથમ ડોઝ

પ્રથમ ડોઝ

76,35,188

47,15,173

78,33,278

21,98,414

27,79,998

1,41,77,766

3,93,39,817

 

દેશમાં રસીકરણ કવાયતના 62મા દિવસે (18 માર્ચ 2021) રસીના 22 લાખથી વધારે (22,02,861) ડોઝ આપવામાં આવ્યા હતા.

આમાં, કુલ 32,128 સત્રો યોજીને 18,32,287 લાભાર્થીને પ્રથમ ડોઝ (HCWs અને FLWs) જ્યારે 3,70,574 HCWs અને FLWsને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.

તારીખ: 18 માર્ચ, 2021

HCWs

FLWs

45 થી <60 વર્ષના સહબીમારી ધરાવતા લાભાર્થી

60 વર્ષથી ઉપરના લાભાર્થી

કુલ આપવામાં આવેલા ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

પ્રથમ ડોઝ

પ્રથમ ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

 

65,152

81,698

1,16,527

2,88,876

3,22,595

13,28,013

18,32,287

3,70,574

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

ભારતમાં આજે કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 1,10,83,679 નોંધાઇ છે. સરેરાશ રાષ્ટ્રીય સાજા થવાનો દર 96.56% છે.

સોળ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોવિડ-19ના કારણે એકપણ દર્દીનું મૃત્યુ નોંધાયું નથી. આમાં, આંધ્રપ્રદેશ, ચંદીગઢ, ઓડિશા, ઉત્તરાખંડ, ઝારખંડ, લક્ષદ્વીપ, સિક્કિમ, મેઘાલય, દમણ અને દીવ તેમજ દાદરા અને નગર હવેલી, નાગાલેન્ડ, ત્રિપુરા, લદાખ (કેન્દ્રશાસિત પ્રદેશ), મણીપુર, મિઝોરમ, આંદામાન અને નિકોબારના ટાપુઓ અને અરુણાચલપ્રદેશ છે.

SD/GP/JD



(Release ID: 1705983) Visitor Counter : 207