સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

દેશમાં કોવિડના પરીક્ષણોનો કુલ આંકડો 23 કરોડથી વધુ થયો


રસીના 3.7 કરોડથી વધારે ડોઝ આપવામાં આવ્યા

છેલ્લા 24 કલાકમાં 20 લાખથી વધારે લોકોને રસીના ડોઝ આપ્યા

Posted On: 18 MAR 2021 11:53AM by PIB Ahmedabad

દેશમાં કોવિડ-19ના કરવામાં આવેલા કુલ પરીક્ષણોનો આંકડો આજે 23 કરોડથી વધારે થઇ ગયો છે. આજદિન સુધીમાં કુલ 23,03,13,163 પરીક્ષણો કરવામાં આવ્યા છે.

દેશમાં કુલ પોઝિટીવિટી દર સતત 5.00%થી નીચે જળવાઇ રહ્યો છે. આજે આ દર 4.98% નોંધાયો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001NRBZ.jpg

 

આજના દિવસની સ્થિતિ અનુસાર, ભારતમાં દૈનિક ધોરણે પ્રત્યેક દસ લાખની વસ્તીએ પરીક્ષણોની સંખ્યા 140થી વધારે છે અને દૈનિક પોઝિટીવિટી દર 3.37% છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0021UTE.jpg

બીજી તરફ, ભારત પોતાની રસીકરણ કવાયતમાં ઘણી ઝડપી ગતિએ 4 કરોડના રસીકરણ કવરેજ તરફ આગળ વધી રહ્યું છે.

આજે સવારે 7 વાગ્યા સુધીના હંગામી અહેવાલો પ્રમાણે દેશમાં આજદિન સુધીમાં કુલ 6,15,267 સત્રોનું આયોજન કરીને રસીના કુલ 3,71,43,255 ડોઝ આપવામાં આવ્યા છે.

આમાં 75,68,844 HCWs (પ્રથમ ડોઝ), 46,32,940 HCWs (બીજો ડોઝ), 77,16,084 FLWs (પથમ ડોઝ) અને 19,09,528 FLWs (બીજો ડોઝ) તેમજ 45 વર્ષથી ઉપરની ઉંમરના સહ-બીમારી ધરાવતા હોય તેવા 24,57,179 લાભાર્થી (પ્રથમ ડોઝ) અને 60 વર્ષથી વધુ ઉંમરના 1,28,58,680 લાભાર્થી સામેલ છે.

 

HCWs

FLWs

45 થી <60 વર્ષના સહબીમારી ધરાવતા લાભાર્થી

60 વર્ષથી ઉપરના લાભાર્થી

 

કુલ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

પ્રથમ ડોઝ

પ્રથમ ડોઝ

75,68,844

46,32,940

77,16,084

19,09,528

24,57,179

1,28,58,680

3,71,43,255

 

દેશમાં ચાલી રહેલી રસીકરણ કવાયતના 61મા દિવસે (17 માર્ચ 2021) રસીના 20 લાખથી વધારે (20,78,719) ડોઝ આપવામાં આવ્યા હતા.

આમાંથી, કુલ 28,412 સત્રોનું આયોજન કરીને 17,38,750 લાભાર્થીને પ્રથમ ડોઝ (HCWs અને FLWs) જ્યારે 3,39,969 HCWs અને FLWsને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.

તારીખ:17 માર્ચ,2021

HCWs

FLWs

45 થી <60 વર્ષના સહબીમારી ધરાવતા લાભાર્થી

60 વર્ષથી ઉપરના લાભાર્થી

કુલ આપવામાં આવેલા ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

પ્રથમ ડોઝ

પ્રથમ ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

62,689

78,085

1,16,054

2,61,884

2,90,771

12,69,236

17,38,750

3,39,969

 

ભારતમાં કુલ સક્રિય કેસોનું ભારણ આજે 2,52,364 નોંધાયું છે જે દેશમાં નોંધાયેલા કુલ પોઝિટીવ કેસોમાંથી 2.20% દર્દીઓ દર્શાવે છે. છેલ્લા 24 કલાકમાં કુલ સક્રિય કેસોના ભારણમાં 17,958 દર્દીઓનો ચોખ્ખો ઘટાડો નોંધાયો છે.

નીચે આપેલો આલેખ ભારતમાં કોવિડ-19ની પરિસ્થિતિનું ચિત્રણ કરે છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003KD1V.jpg

પાંચ રાજ્યો એટલે કે, મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટક, ગુજરાત અને તમિલનાડુમાં સતત દૈનિક ધોરણે નવા કેસોની સંખ્યામાં વધારો નોંધાઇ રહ્યો છે. કુલ નવા નોંધાયેલા કેસોમાંથી 79.54% દર્દીઓ આ પાંચ રાજ્યોમાંથી નોંધાયા છે.

છેલ્લા 24 કલાકમાં નવા 35,871 દર્દીઓ સંક્રમિત થયા હોવાનું નોંધાયું છે.

મહારાષ્ટ્રમાં દૈનિક ધોરણે સૌથી વધુ 16,620 નવા કેસો નોંધાયા છે (દેશમાં દૈનિક ધોરણે નોંધાયેલા કુલ નવા કેસોમાંથી 63.21% કેસ). તે પછીના ક્રમે રહેલા, કેરળમાં 1,792 જ્યારે પંજાબમાં 1,492 નવા કેસ એક દિવસમાં નોંધાયા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004TJL4.jpg

 

આઠ રાજ્યોમાં નવા કેસોની સંખ્યામાં દૈનિક ધોરણે સતત વૃદ્ધિનું વલણ જોવા મળ્યું છે. આમાં મહારાષ્ટ્ર, તમિલનાડુ, પંજાબ, મધ્યપ્રદેશ, દિલ્હી, ગુજરાત, કર્ણાટક અને હરિયાણા છે.

કેરળમાં છેલ્લા એક મહિનામાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005E1SW.jpg

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image006M1NP.jpg

ભારતમાં આજે કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 1,10,63,025 નોંધાઇ હતી. રાષ્ટ્રીય સરેરાશ સાજા થવાનો દર 96.41% નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં વધુ 17,741 દર્દીઓ સાજા થઇ ગયા છે.

દેશમાં છેલ્લા 24 કલાકમાં વધુ 172 દર્દીનાં મૃત્યુ નોંધાયા છે.

નવા નોંધાયેલા દૈનિક મૃત્યુઆંકમાંથી 84.88% દર્દીઓ પાંચ રાજ્યોમાંથી છે. દેશભરમાં દૈનિક ધોરણે સૌથી વધુ મૃત્યુ આંક (84) મહારાષ્ટ્રમાં નોંધાયો છે. તે પછીના ક્રમે, પંજાબમાં એક દિવસમાં વધુ 35 અને કેરળમાં 13 દર્દીઓ છેલ્લા 24 કલાકમાં મૃત્યુ પામ્યા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image007WUGS.jpg

મૃત્યુઆંક સતત 1.5%થી નીચે (1.39%) જળવાઇ રહ્યો છે અને તેમાં સતત ઘટાડો થઇ રહ્યો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image008Q07H.jpg

છેલ્લા 24 કલાકમાં અઢાર રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોવિડ-19ના કારણે એકપણ દર્દીનું મૃત્યુ નથી થયું. આમાં રાજસ્થાન, આસામ, ચંદીગઢ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઓડિશા, ઝારખંડ, પુડુચેરી, લક્ષદ્વીપ, સિક્કિમ, લદાખ (કેન્દ્રશાસિત પ્રદેશ), મણીપુર, દમણ અને દીવ તેમજ દાદરા અને નગર હવેલી, મેઘાલય, નાગાલેન્ડ, ત્રિપુરા, આંદામાન અને નિકોબારના ટાપુઓ તેમજ અરુણાચલ પ્રદેશ છે.

SD/GP/JD



(Release ID: 1705730) Visitor Counter : 219