પ્રધાનમંત્રીનું કાર્યાલય

ભારતના પ્રધાનમંત્રી બાંગ્લાદેશની મુલાકાતે

Posted On: 16 MAR 2021 8:54PM by PIB Ahmedabad

બાંગ્લાદેશના મહામહિમ પ્રધાનમંત્રી શેખ હસીનાના આમંત્રણ પર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 26 અને 27 માર્ચ, 2021ના ​​રોજ બાંગ્લાદેશની મુલાકાતે જશે.

આ મુલાકાત ત્રણ યાદગાર પ્રસંગો સાથે જોડાયેલી છે; શેઠ મુજીબુર રહેમાનની જન્મ શતાબ્દી - મુજીબ બોર્શો, ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રાજદ્વારી સંબંધોની સ્થાપનાના 50 વર્ષ; અને બાંગ્લાદેશની મુક્તિ યુદ્ધના 50 વર્ષ. પ્રધાનમંત્રીએ છેલ્લે 2015માં બાંગ્લાદેશની મુલાકાત લીધી હતી.

મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી 26 માર્ચે બાંગ્લાદેશના રાષ્ટ્રીય દિવસ કાર્યક્રમમાં અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે.

પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં, પ્રધાનમંત્રી શેખ હસીના સાથે દ્વિપક્ષીય પરામર્શ કરવા સિવાય બાંગ્લાદેશના મહામહિમ રાષ્ટ્રપતિ મો. અબ્દુલ હમીદ, બાંગ્લાદેશના વિદેશ પ્રધાન ડૉ. એ. કે. અબ્દુલ મોમેન પણ પ્રધાનમંત્રીશ્રીને મળશે.

કોવિડ રોગચાળો ફાટી નીકળ્યા પછી પ્રધાનમંત્રીની બાંગ્લાદેશ મુલાકાત પ્રથમ વિદેશી દેશની મુલાકાત હશે. આ ભારત બાંગ્લાદેશ સાથે જોડાયેલી પ્રાધાન્યતાને પ્રકાશિત કરે છે.

 

SD/GP



(Release ID: 1705348) Visitor Counter : 169