સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 વિરોધી જંગમાં ભારતે કેટલાક શિખરો સર કર્યા


સમગ્ર દેશમાં રસીના 3.29 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા

ગઇકાલે એક જ દિવસમાં સૌથી વધુ 30 લાખથી વધુ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું

ફક્ત 15 દિવસમાં 60 વર્ષથી વધુ ઉંમરના 1 કરોડથી વધુ લાભાર્થીને આવરી લીધા

Posted On: 16 MAR 2021 11:23AM by PIB Ahmedabad

કોવિડ-19 મહામારી સામેની સહિયારી જંગમાં ભારતે આજે કેટલાક શિખરો સર કર્યા છે. એક મહત્વપૂર્ણ સિદ્ધિરૂપે, સમગ્ર ભારતમાં આપવામાં આવેલા રસીના કુલ ડોઝનો આંકડો 3.29 કરોડથી વધુ થઇ ગયો છે.

ગઇકાલે, ભારતમાં એક જ દિવસમાં 30 લાખથી વધારે લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું જે આજદિન સુધીમાં એક દિવસનો સર્વાધિક આંકડો છે.

આ ઉપરાંત, ભારતમાં ફક્ત 15 દિવસમાં 60 વર્ષથી વધુ ઉંમરના 1 કરોડ કરતાં વધારા લાભાર્થીઓને રસીકરણ માટે આવરી લેવામાં આવ્યા છે.

આજે સવારે 7 વાગે પ્રાપ્ત થયેલા હંગામી અહેવાલ અનુસાર આજદિન સુધીમાં કુલ 5,55,984 સત્રોનું આયોજન કરીને દેશમાં રસીના કુલ 3,29,47,432 ડોઝ આપવામાં આવ્યા છે. આમાં 74,46,983 HCWs (પ્રથમ ડોઝ), 44,58,616 HCWs (બીજો ડોઝ), 74,74,406 FLWs (પથમ ડોઝ) અને 14,09,332 FLWs (બીજો ડોઝ) તેમજ 45 વર્ષથી ઉપરની ઉંમરના સહ-બીમારી ધરાવતા હોય તેવા 18,88,727 લાભાર્થી (પ્રથમ ડોઝ) અને 60 વર્ષથી વધુ ઉંમરના 1,02,69,368 લાભાર્થી સામેલ છે.

 

HCWs

FLWs

45 થી <60 વર્ષના સહબીમારી ધરાવતા લાભાર્થી

60 વર્ષથી ઉપરના લાભાર્થી

 

કુલ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

પ્રથમ ડોઝ

પ્રથમ ડોઝ

 

74,46,983

44,58,616

74,74,406

14,09,332

18,88,727

1,02,69,368

3,29,47,432

 

દેશમાં રસીકરણ કવાયતના 59મા દિવસે (15 માર્ચ 2021) રસીના 30,39,394 ડોઝ આપવામાં આવ્યા હતા. કુલ 42,919 સત્રોનું આયોજન કરીને 26,27,099 લાભાર્થીને પ્રથમ ડોઝ (HCWs અને FLWs) જ્યારે 4,12,295 HCWs અને FLWsને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.

 

તારીખ:15 માર્ચ,2021

HCWs

FLWs

45 થી <60 વર્ષના સહબીમારી ધરાવતા લાભાર્થી

60 વર્ષથી ઉપરના લાભાર્થી

કુલ આપવામાં આવેલા ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

પ્રથમ ડોઝ

પ્રથમ ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

91,228

1,53,498

1,33,983

2,58,797

4,24,713

19,77,175

26,27,099

4,12,295

 

પાંચ રાજ્યો એટલે કે, મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટક, ગુજરાત અને તમિલનાડુમાં કોવિડના નવા કેસોમાં દૈનિક ધોરણે સતત વધારો નોંધાઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં નવા નોંધાયેલા 79.73% કેસ આ રાજ્યોમાંથી છે.

છેલ્લા 24 કલાકમાં દેશમાં વધુ 24,492 પોઝિટીવ કેસ નોંધાયા છે.

દેશભરમાં મહારાષ્ટ્રમાં દૈનિક ધોરણે સૌથી વધુ 15,051 નવા દર્દીઓ સંક્રમિત થાય છે. ત્યારપછીના ક્રમે, પંજાબમાં વધુ 1,818 જ્યારે કેરળમાં નવા 1,054 કેસ નોંધાયા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001XRWO.jpg

 

આઠ રાજ્યોમાં દૈનિક ધોરણે નવા કેસોની સંખ્યામાં સતત વૃદ્ધિનું વલણ જોવા મળી રહ્યું છે. આમાં મહારાષ્ટ્ર, તમિલનાડુ, પંજાબ, મધ્યપ્રદેશ, દિલ્હી, ગુજરાત, કર્ણાટક અને હરિયાણા છે.

કેરળમાં છેલ્લા એક મહિના દરમિયાન કેસોની સંખ્યામાં સતત ઘટાડાનું વલણ નોંધાઇ રહ્યું છે.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002CVRJ.jpg

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003TMOX.jpg

 

ભારતમાં આજે કુલ સક્રિય કેસોનું ભારણ 2,23,432 નોંધાયું છે. ભારતમાં નોંધાયેલા કુલ પોઝિટીવ કેસોમાંથી સક્રિય કેસોની સંખ્યા 1.96% છે.

ભારતના કુલ સક્રિય કેસોમાંથી 76.57% દર્દીઓ મહારાષ્ટ્ર, કેરળ અને પંજાબમાં છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004B3HO.jpg

 

દેશમાં કુલ પરીક્ષણોની સંખ્યા 22.8 કરોડથી વધારે (22,82,80,763) થઇ ગઇ છે. દેશમાં એકંદરે રાષ્ટ્રીય પોઝિટીવિટી દર હાલમાં 5% છે.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005YUF6.jpg

છેલ્લા 24 કલાકમાં વધુ 131 દર્દીઓના મૃત્યુ નોંધાયા છે.

દૈનિક ધોરણે નવા નોંધાયેલા મૃત્યુઆંકમાંથી 82.44% દર્દીઓ સાત રાજ્યોમાંથી હતા. મહારાષ્ટ્રમાં સર્વાધિક મૃત્યુઆંક (48) નોંધાયો છે. તે પછીના ક્રમે, છેલ્લા 24 કલાકમાં પંજાબમાં વધુ 27 જ્યારે કેરળમાં 11 દર્દીના દૈનિક ધોરણે મૃત્યુ નોંધાયા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image006KK09.jpg

 

સોળ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના કારણે એકપણ દર્દીનું મૃત્યુ નોંધાયું નથી. આમાં રાજસ્થાન, ચંદીગઢ, જમ્મુ અને કાશ્મીર (કેન્દ્રશાસિત પ્રદેશ), ઓડિશા, ઝારખંડ, લક્ષદ્વીપ, સિક્કિમ, લદાખ (કેન્દ્રસાસિત પ્રદેશ), દમણ અને દીવ તેમજ દાદરા અને નગર હવેલી, મેઘાલય, મણીપુર, ત્રિપુરા, નાગાલેન્ડ, મિઝોરમ, આંદામાન અને નિકોબારના ટાપુઓ અને અરુણાચલ પ્રદેશ છે.

 

****

SD/GP/DK



(Release ID: 1705068) Visitor Counter : 215