સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, કર્ણાટક, ગુજરાત અને તમિલનાડુમાં દરરોજ નોંધાતા નવા કેસની સંખ્યામાં સતત વૃદ્ધિ


ભારતમાં કુલ સક્રિય કેસમાંથી 71.69% દર્દી મહારાષ્ટ્ર અને કેરળમાં

કોવિડ-19ના કેસ વધતા હોય તેવા રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો પર કેન્દ્ર દ્વારા સતત નીકટતાથી દેખરેખ અને સક્રિયપણે જોડાઇને કામ કરે છે

દેશમાં રસીના કુલ 2.61 કરોડથી વધારે ડોઝ આપવામાં આવ્યા

Posted On: 12 MAR 2021 11:20AM by PIB Ahmedabad

દેશમાં કેટલાક રાજ્યોમાં કોવિડના નવા કેસમાં દરરોજ મોટી સંખ્યામાં વધારો નોંધાઇ રહ્યો છે. મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, કર્ણાટક, ગુજરાત અને તમિલનાડુમાં દૈનિક ધોરણે કોવિડના કેસની સંખ્યા વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં નોંધાયા કુલ નવા કેસમાંથી 85.6% કેસ આ રાજ્યોમાં છે.

છેલ્લા 24 કલાકમાં નવા 23,285 પોઝિટીવ કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં દૈનિક ધોરણે સૌથી વધુ 14,317 (કુલ દૈનિક કેસમાંથી 61.48%) લોકો સંક્રમિત થયા છે. ત્યારબાદ સર્વાધિક નવા કેસ નોંધાયેલા રાજ્યોમાં કેરળ અને પંજાબ છે જ્યાં એક દિવસમાં અનુક્રમે 2,133 અને 1,305 નવા કેસ નોંધાયા છે. 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001FWJX.jpg

આઠ રાજ્યો એવા છે જ્યાં દૈનિક ધોરણે નવા કેસની સંખ્યામાં સતત વૃદ્ધિનું વલણ નોંધાયું છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002A998.jpg

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003GYN1.jpg

ભારતમાં કુલ સક્રિય કેસની સંખ્યા આજે 1,97,237 નોંધાઇ છે. ભારતમાં કુલ નોંધાયેલા પોઝિટીવ કેસમાંથી હાલમાં સક્રિય કેસની ટકાવારી 1.74% છે.

દેશમાં કુલ સક્રિય કેસમાંથી 82.96% દર્દીઓ માત્ર પાંચ રાજ્યોમાં જ હોવાનું નોંધાયું છે. તેમજ, ભારતના કુલ સક્રિય કેસમાંથી 71.69% દર્દી મહારાષ્ટ્ર અને કેરળમાં છે.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004KX7T.jpg

કોવિડના નિયંત્રણ માટે કેન્દ્ર સતત તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે સંપર્કમાં છે ખાસ કરીને જ્યાં દૈનિક ધોરણે મોટી સંખ્યામાં નવા કેસ નોંધાતા હોય તેમજ સક્રિય કેસનું ભારણ ઘણું વધારે હોય તેમની સાથે વધુ નીકટતાથી કામ કરે છે. કેન્દ્ર સરકાર નિયમિત ધોરણે તેમની સાથે કોવિડના નિયંત્રણ અને જાહેર આરોગ્યના માપદંડો અંગેની સ્થિતિની સમીક્ષા કરી રહી છે. તાજેતરમાં, કેન્દ્ર દ્વારા મહારાષ્ટ્ર અને પંજાબમાં કોવિડ-19ના નિયંત્રણ અને કન્ટેઇન્મેન્ટના પગલાંમાં મદદરૂપ થવા માટે ઉચ્ચ સ્તરીય ટીમો મોકલવામાં આવી હતી કારણ કે, આ રાજ્યોમાં તાજેતરમાં નવા કેસની સંખ્યામાં તીવ્ર ઉછાળો નોંધાયો છે. કેન્દ્ર સરકાર દ્વારા અગાઉ મહારાષ્ટ્ર, કેરળ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, ગુજરાત, પંજાબ, કર્ણાટક, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ તેમજ જન્મુ અને કાશ્મીરમાં ઉચ્ચ સ્તરીય ટીમો મોકલવામાં આવી હતી જેથી કોવિડ-19ના કેસમાં અહીં તાજેતરમાં થયેલી વૃદ્ધિને નિયંત્રણમા રાખવા માટે મહામારી સામેની તેમની લડતમાં મદદરૂપ થઇ શકાય. કેન્દ્રની ટીમો આગામી પગલાં વિશેના અહેવાલો રાજ્યોને સોંપ્યા હતા. રાજ્ય દ્વારા ફોલોઅપ અને અનુપાલન પર સતત કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા દેખરેખ રાખવામાં આવી રહી છે.

આજે સવારે 7 વાગ્યા સુધીના પ્રાપ્ત હંગામી અહેવાલ અનુસાર, દેશમાં 4,87,919 સત્રોનું આયોજન કરીને કોવિડ-19 વિરોધી રસીના કુલ 2.61 કરોડથી વધારે (2,61,64,920) ડોઝ આપવામાં આવ્યા છે. આમાં 72,23,071 HCWs (પ્રથમ ડોઝ), 40,56,285 HCWs (બીજો ડોઝ), 71,21,124 FLWs (પથમ ડોઝ) અને 6,72,794 FLWs (બીજો ડોઝ) તેમજ 45 વર્ષથી ઉપરની ઉંમરના સહબીમારી ધરાવતા હોય તેવા 10,30,612 લાભાર્થી (પ્રથમ ડોઝ) અને 60 વર્ષથી વધુ ઉંમરના 60,61,034 લાભાર્થી સામેલ છે.

 

HCWs

FLWs

45 થી <60 વર્ષના સહબીમારી ધરાવતા લાભાર્થી

60 વર્ષથી ઉપરના લાભાર્થી

 

કુલ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

પ્રથમ ડોઝ

પ્રથમ ડોઝ

 

72,23,071

40,56,285

71,21,124

6,72,794

10,30,612

60,61,034

2,61,64,920

 

દેશભરમાં રસીકરણ કવાયતના 55મા દિવસે (11 માર્ચ 2021) રસીના 4,80,740 ડોઝ આપવામાં આવ્યા છે. આમાં 9,751 સત્રોનું આયોજન કરીને 4,02,138 ને પ્રથમ ડોઝ (HCWs અને FLWs) તેમજ 78,602 HCWs અને FLWsને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.

મોટાભાગના રાજ્યોમાં ગઇકાલે શિવરાત્રીના પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસે રાજપત્રિત રજા હોવા ઉપરાંત, ANM, ASHA કામદારો અને રસી આપનારી મહિલાઓ સહિત મોટી સંખ્યામાં લોકોએ ઉપવાસ કર્યો હતો. આથી, કોવિડ રસીકરણનું કવરેજ ઓછું નોંધાયું હતું.

 

તારીખ: 11 માર્ચ, 2021

HCWs

FLWs

45 થી <60 વર્ષના સહબીમારી ધરાવતા લાભાર્થી

60 વર્ષથી ઉપરના લાભાર્થી

કુલ આપવામાં આવેલા ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

પ્રથમ ડોઝ

પ્રથમ ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

25,961

43,091

66,465

35,511

63,554

2,46,158

4,02,138

78,602

 

દેશમાં કુલ 1.09 કરોડથી વધારે (1,09,53,303) દર્દી સાજા થઇ ગયા છે. છેલ્લા 24 કલાકમાં 15,157 દર્દી સાજા થઇ ગયા હોવાથી તેમને રજા આપવામાં આવી છે.

નીચે આપેલો આલેખ 10 ફેબ્રુઆરી, 2021થી 12 માર્ચ, 2021 દરમિયાન ભારતમાં સક્રિય કેસ અને સાજા થયેલા દર્દીઓના વલણના આંકડા દર્શાવે છે. સાજા થયેલા દર્દીઓ અને સક્રિય કેસ વચ્ચેનો તફાવત સતત વધી રહ્યો છે અને હાલમાં આ આંકડો 1,07,56,066 નોંધાયો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005GVSV.jpg

 

દેશમાં છેલ્લા 24 કલાકમાં વધુ 117 દર્દીનાં મૃત્યુ નોંધાયા છે.

નવા મૃત્યુઆંકમાં 82.91% દર્દીઓ માત્ર છ રાજ્યોમાંથી જ હતા. મહારાષ્ટ્રમાં સતત સર્વાધિક મૃત્યુઆંક નોંધાઇ રહ્યો છે જ્યાં વધુ 57 દર્દી મૃત્યુ પામ્યા છે. તે પછીના ક્રમે, છેલ્લા 24 કલાકમાં પંજાબમાં 18 જ્યારે કેરળમાં 13 દર્દીનાં મૃત્યુ નોંધાયા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image006WAG5.jpg

 

દેશમાં ઓગણીસ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના કારણે એકપણ દર્દીનું મૃત્યુ નોંધાયું નથી. આમાં ગુજરાત, રાજસ્થાન, ચંદીગઢ, ઓડિશા, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, બિહાર, પુડુચેરી, લક્ષદ્વીપ, મણીપુર, દમણ અને દીવ તેમજ દાદરા અને નગર હવેલી, મિઝોરમ, લદાખ (કેન્દ્રશાસિત પ્રદેશ), આંદામાન અને નિકોબારના ટાપુઓ, મેઘાલય, સિક્કિમ, ત્રિપુરા, નાગાલેન્ડ અને અરુણાચલ પ્રદેશ છે.

 

SD/GP/BT


(Release ID: 1704310) Visitor Counter : 228