પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ હિમાચલ પ્રદેશના ચંબા ખાતે બસ અકસ્માતમાં મૃત્યુ પામનારા લોકો પ્રત્યે શોક વ્યક્ત કર્યો

પોસ્ટેડ ઓન: 10 MAR 2021 7:41PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હિમાચલ પ્રદેશના ચંબા ખાતે બસ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકો પ્રત્યે શોક વ્યક્ત કર્યો હતો.

પ્રધાનમંત્રીએ કહ્યું, ‘હિમાચલ પ્રદેશના ચંબામાં એક બસ ખીણમાં પડી જવાના સમાચારથી અત્યંત દુઃખ થયું છે. આ દુર્ઘટનામાં જે લોકોને પોતાના જીવ ગુમાવવા પડ્યા છે, હું તેમના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી રહ્યો છું. આ સાથે જ અકસ્માતમાં ઘાયલ લોકો ઝડપથી સ્વસ્થ થાય એવી કામના કરૂં છું.’

SD/GP/JD


(રીલીઝ આઈડી: 1703976) મુલાકાતી સંખ્યા : 217