ગૃહ મંત્રાલય

ગૃહ મંત્રાલયે દેશમાં મહિલાઓની સલામતી અને સુરક્ષા વધારવા કેટલાંક પગલાં લીધા


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકારે છેલ્લાં 7 વર્ષમાં મહિલા સશક્તિકરણ માટે વિવિધ પગલાં લીધા

મહિલાઓની સલામતી માટે વિવિધ પહેલો ઝડપથી શરૂ થઈ

સમયસર અને અસરકારક રીતે તપાસ માટે ITSSO, NDSO, ક્રાઇ-મેક અને નવી નાગરિક સેવાઓ સહિત વિવિધ આઇટી પહેલો હાથ ધરવામાં આવી છે

ગૃહ મંત્રી શ્રી અમિત શાહે તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને આ ઓનલાઇન માધ્યમોનો અસરકારક રીતે ઉપયોગ કરવાની ભલામણ કરી

Posted On: 08 MAR 2021 2:10PM by PIB Ahmedabad

સરકારે પોલીસ સ્ટેશનોમાં વિમેન હેલ્થ ડેસ્ક (ડબલ્યુએચડી) સ્થાપિત કરવા અને દેશના તમામ જિલ્લાઓમાં એન્ટિ હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ્સ (એએચટીયુ) સ્થાપિત કરવા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે રૂ. 200 કરોડ મંજૂર કર્યા

દેશમાં મહિલાઓની સલામતી અને સુરક્ષા વધારવા ગૃહ મંત્રાલયે વિવિધ પહેલો હાથ ધરી છે, જે નિર્ભયા ફંડમાંથી ફંડ મેળવે છે. ગૃહ મંત્રાલયમાં અલગથી મહિલા સલામતી વિભાગની પણ સ્થાપના થઈ છે, જે મહિલાઓની સલામતી સાથે સંબંધિત મુદ્દાઓ પર રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને જાગૃત કરે છે, જેમાં જાતિય સતામણીના કેસોની તપાસ સમયસર પૂર્ણ કરવાની બાબત સામેલ છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત સરકારે છેલ્લા 7 વર્ષમાં મહિલા સશક્તિકરણ અને તેમની સલામતી અને સુરક્ષા માટે અનેક પગલાં લીધા છે. જાતિય હિંસાના જઘન્ય બનાવો સામે મજબૂત વલણ અપનાવીને ભારત સરકારે અપરાધિક કાયદા સંશોધન ધારા 2018 મારફતે બળાત્કારની સજાને વધારે કડક બનાવી છે. પાયાના સ્તરે કાયદામાં સુધારાઓનો અસરકારક અમલ સુનિશ્ચિત કરવા ગૃહ મંત્રાલયે વિવિધ પહેલો હાથ ધરી છે અને તેમની પ્રગતિ પર સતત નજર રાખવામાં આવે છે. એમાં જાતિય અપરાધો માટેની તપાસ પર નજર રાખવાની વ્યવસ્થા (ITSSO), નેશનલ ડેટાબેઝ ઓફ સેક્સ્યુઅલ ઓફેન્ડર્સ (NDSO), ક્રાઇ-મેક (ક્રાઇમ મલ્ટિ-એજન્સી સેન્ટર) અને નવી નાગરિક સેવાઓ સામેલ છે. આ આઇટી પહેલો તપાસને સમયસર અને અસરકારક રીતે પૂર્ણ કરવામાં મદદરૂપ છે. ગૃહ મંત્રી અમિત શાહે તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને આ ઓનલાઇન માધ્યમોનો અસરકારક રીતે ઉપયોગ કરવાની ભલામણ કરી છે.

ITSSO અને NDSO

જાતિય અપરાધો માટે તપાસ પર ટ્રેકિંગ રાખવાની સિસ્ટમ (ITSSO) એક ઓનલાઇન એનાલીટિકલ ટૂલ છે, જેને જાતિય સતામણીના કેસોમાં પોલીસ તપાસ પર નજર રાખવા અને સમયસર પૂર્ણ કરવા પ્રસ્તુત કરવામાં આવ્યું છે (અપરાધિક કાયદા (સંશોધન) ધારા, 2018 મુજબ અત્યારે બે મહિના). બીજી તરફ નેશનલ ડેટાબેઝ ઓફ સેક્સ્યુઅલર ઓફેન્ડર્સ (NDSO) પણ શરૂ કરવામાં આવ્યો છે, જેનો ઉદ્દેશ અવારનવાર અપરાધ કરનાર અપરાધીની ઓળખ કરવાનો અને સેક્સ ઓફેન્ડર્સ પર અને તપાસમાં એલર્ટ મેળવવાનો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001CBEF.jpg

રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને અપરાધિક કેસોનો સમયસર નિકાલ સુનિશ્ચિત કરવાની સુવિધા પૂરી પાડવા માટે એક પગલાં તરીકે એડજર્નમેન્ટ એલર્ટ મોડ્યુલ પણ વિકસાવવામાં આવ્યું છે. આ મુજબ, જ્યારે સરકારી વકીલ કોઈ અપરાધના કેસમાં બે વારથી વધારે કેસ સ્થગિત કરવાની માંગણી કરે, ત્યારે સિસ્ટમ વરિષ્ઠ અધિકારીઓને વિલંબ ન કરવા માટે એલર્ટ મોકલવાની જોગવાઈ ધરાવે છે.

ક્રાઇ-મેક

ક્રાઇમ મલ્ટિ એજન્સી સેન્ટર (ક્રાઇ-મેક) 12 માર્ચ, 2020ના રોજ શરૂ કરવામાં આવ્યું છે, જે તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં પોલીસ સ્ટેશનો અને ઉચ્ચ ઓફિસો માટે જધન્ય અપરાધો પર અને આંતરરાજ્ય અપરાધના કેસોમાં સંકલન સ્થાપિત કરવા સાથે સંબંધિત અન્ય મુદ્દો પર માહિતી વહેંચવાની સુવિધા આપે છે. આનો ઉપયોગ ઇમેલ/એસએમએસ દ્વારા રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને અપરાધ અને આંતરરાજ્ય અપરાધીઓ પર એલર્ટ મોકલવા કે સંબંધિત માહિતી વહેંચવા થઈ શકશે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002F8EK.jpg

નવી નાગરિક સેવાઓ

નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યૂરોએ એની પોર્ટલ digitalpolicecitizenservice.gov.in પર નવી નાગરિક સ વાઓ શરૂ કરી છે, જે મહિલાઓ સામે અપરાધના કેસો માટે પ્રસ્તુત છે. આ સેવાઓમાં મિસિંગ પર્સન સર્ચ’ (લાપતા વ્યક્તિની શોધ) જેવી કામગીરી સામેલ છે, જે નાગરિકોને રાષ્ટ્રીય સ્તરે પાછી મળેલી ઓળખ ન ધરાવતી વ્યક્તિ/ઓળખ ન થયેલા મૃતદેહોના ડેટાબેઝમાંથી તેમના ગાયબ સગાસંબંધીઓને શોધવામાં મદદ કરે છે. અન્ય સેવામાં પ્રોક્લેમ્ડ ઓફેન્ડર્સ’ (જાહેર થયેલ અપરાધીઓ)ની કામગીરી છે, જે નાગરિકોને અપરાધીઓ પર ઓનલાઇન માહિતી પ્રદાન કરવામાં મદદરૂપ થાય છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003D2DY.jpg

નિર્ભયા ફંડ પ્રોજેક્ટની ઝડપથી આગેકૂચ

ગૃહ મંત્રાલય નિર્ભયા ફંડ દ્વારા ચાલતા વિવિધ પ્રોજેક્ટ ઝડપથી આગળ વધી રહ્યાં છે, જેનો આશય મહિલાઓની સલામતી અને સુરક્ષા વધારવાનો છે. આ પ્રકારની એક પહેલનું ઉદાહરણ ઇમરજન્સી રિસ્પોન્સ સપોર્ટ સિસ્ટમ (ઇઆરએસએસ) છે. આ વિવિધ પ્રકારની કટોકટી માટે અખિલ ભારતીય, આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ પામેલો નંબર 112 છે. અત્યારે ઇઆરએસએસ દેશમાં 34 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં કાર્યરત છે તથા માર્ચ, 2021 સુધીમાં અન્ય રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં કાર્યરત થવાની અપેક્ષા છે. 18 ફેબ્રુઆરી, 2019ના રોજ સત્તાવાર રીતે શરૂ થયા પછી ઇઆરએસએસએ સમગ્ર ભારતમાં 15.66 મિનિટ (31 જાન્યુઆરી, 2021 સુધી)ના અખિલ ભારતીય રિસ્પોન્સ ટાઇમ સાથે 11.48 કરોડ કોલનું સંચાલન કર્યું છે. ફેબ્રુઆરી, 2019 પછી અત્યાર સુધી 112 ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશનને 9.98 લાખ મોબાઇલ ડાઉનલોડિંગ મળ્યું છે, જેમાં 5.75 લાખ યુઝરની નોંધણી થઈ છે, જેમાંથી 2.65 લાખ મહિલાઓ છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004T04T.jpg

મહિલા સામે સાયબર અપરાધ નિવારણ

મહિલાઓ અને બાળકો સામે સાયબર અપરાધ નિવારણ પર પણ ગૃહ મંત્રાલયે ધ્યાન કેન્દ્રિત કર્યું છે. અત્યારે આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, ગુજરાત, હરિયાણા, હિમાચલપ્રદેશ, કર્ણાટક, કેરળ, મધ્યપ્રદેશ, મિઝોરમ, ઓડિશા, તેલંગાણા, ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડ સહિત 14 રાજ્યોએ સાયબર ફોરેન્સિક ટ્રેનિંગ લેબોરેટરી સ્થાપિત કરી છે. 13295 પોલીસ કર્મચારીઓ, સરકારી વકીલો અને ન્યાયિક અધિકારીઓને મહિલાઓ અને બાળકો સામે સાયબર અપરાધને ઓળખવા, નિદાન કરવા અને એનું સમાધાન કરવામાં તાલીમ આપવામાં આવી છે. ગૃહ મંત્રાલયે પોર્ટલ www.cybercrime.gov.in પણ શરૂ કરી છે, જેમાં નાગરિકો અશ્લિલ સામગ્રી અંગે ફરિયાદ કરી શકે છે અને 72 કલાકની અંદર બ્લોક થઈ જવાની અપેક્ષા રાખે છે. ગૃહ મંત્રાલયે 30 ઓગસ્ટ, 2019ના રોજ નવું સ્વરૂપ ધરાવતી વેબસાઇટ પ્રસ્તુત કરી છે.

Hacker man on laptop

 

દિલ્હી પોલીસે ડર કે શરમ રાખ્યા વિના અપરાધો વિશે જણાવવા અને બહાર આવવા મહિલાઓને પ્રોત્સાહન આપવા સામાજિક કાર્યકર્તાઓ અને કાઉન્સેલર્સની ભરતી કરી

દિલ્હી પોલીસે પોલીસ સ્ટેશનોમાં સામાજિક કાર્યકર્તાઓ અને કાઉન્સેલર્સની ભરતી કરી છે અને સબડિવિઝન સ્તરની ઓફિસોમાં મહિલાઓને બહાર નીકળવા અને કોઈ પણ પ્રકારની શરત કે ડર રાખ્યા વિના અપરાધોની ફરિયાદ કરવા પ્રોત્સાહન આપ્યું છે. સામાજિક કાર્યકર્તાઓ/કાઉન્સલર્સ દ્વારા હિંસા અટકાવવા 19316 સત્રો હાથ ધરવામાં આવ્યું છે. દિલ્હી પોલીસે 7550 સત્રો સેલ્ફ-ડિફેન્સ ટેકનિક ટ્રેનિંગ કેમ્પ યોજ્યાં છે, જેમાં 14,82,481 શાળા/કોલેઝની છોકરીઓ, પત્નીઓ, કામ કરતી મહિલાઓ અને વંચિત સમુદાયના બાળકોને તાલીમ આપવામાં આવી છે. વર્ષ 2017 અને 2018 માટે ધ લિમ્કા બુક ઓફ રેકોર્ડે આ ઉપલબ્ધિઓને સર્ટિફાઇડ કરી હતી. એસપીયુડબલ્યુએસી (મહિલાઓ અને બાળકો માટે વિશેષ એકમ)1,23,084 છોકરીઓ/મહિલાઓ દ્વારા 738 એકદિવસીય વર્કશોપ યોજવામાં આવ્યા હતા. જાતિગત જાગૃતિ લાવવા માટે 358 વર્કશોપ યોજવામાં આવી હતી, જેમાં પોલીસ અધિકારીઓ સહિત 1,22,833 સહભાગીઓ સામેલ થયા હતા. એસપીયુડબલ્યુએસી અને એસયુપીએનઇઆર (ઉત્તર-પૂર્વ વિસ્તાર માટે વિશેષ એકમ) માટે આધુનિક સુવિધા માર્ચ, 2020માં સંપૂર્ણપણે પ્રદાન કરવામાં આવી છે અને દિલ્હી પોલીસે એના ફંડ સાથે પ્રોજેક્ટ જાળવી રાખ્યો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image006ZOYZ.jpg

8 શહેરોમાં સેફ સિટી પ્રોજેક્ટ

નિર્ભયા ફંડ દ્વારા ફંડ પ્રદાન કરવામાં આવતા પ્રોજેક્ટમાં 8 શહેરો (અમદાવાદ, બેંગાલુરુ, ચેન્નાઈ, દિલ્હી, હૈદરાબાદ, કોલકાતા, લખનૌ અને મુંબઈ)માં સેફ સિટી પ્રોજેક્ટનો અમલ થઈ રહ્યો છે. પ્રોજેક્ટમાં ભારતમાં મહિલાઓની સલામતી સુધારવા ટેકનોલોજીનો ઉપયોગ સંકળાયેલો છે. એમાં ડ્રોનનો ઉપયોગ, અપરાધીઓ અને અપરાધિક પ્રવૃત્તિઓ વિશે પોલીસને સતર્ક કરવા સીસીટીવી કેમેરાનું ઇન્સ્ટોલેશન, સ્માર્ટ લાઇટિંગ સિસ્ટમ જેવી ટેકનોલોજી-સંચાલિત માળખું સામેલ છે. સ્માર્ટ લાઇટિંગ સિસ્ટમમાં ગૂગલ મેપ્સ પર લોકેટ કરી શકાશે એવા શહેરના અપરાધિક કેન્દ્રો અને શૌચાલયોમાં અંધારું થતાં જ લાઇટ ચાલુ થઈ જાય છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image007EO2L.jpg

ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીઝને મજબૂત કરવી

ભારતમાં ન્યાયતંત્રને સુધારવા ગૃહ મંત્રાલયે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (એફએસએલ)ને મજબૂત કરીને અન્ય એક પહેલ હાથ ધરી છે. ફોરેન્સિક સાયન્સ કોઈ પણ અપરાધિક તપાસનું એક મહત્વપૂર્ણ પાસું છે, કારણ કે આ સત્તામંડળને અપરાધમાં શંકાસ્પદને ઓળખવા, અપરાધનો સમય નક્કી ક રવા અને અપરાધ સાથે સંબંધિત અન્ય વિગતો આપી શકે છે. અપરાધમાં તપાસને વધારે સુધારવા દેશમાં ફોરેન્સિક સાયન્સ સુવિધાઓને મજબૂત કરવા નિર્ભયા ફંડમાંથી પણ ફંડ આપવનામાં આવે છે. ચંદીગઢમાં સેન્ટ્રલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (સીએફએસએલ)માં 23 ડિસેમ્બર, 2019ના રોજ એક અદ્યતન ડીએનએ વિશ્લેષણ સુવિધાનું ઉદ્ઘાટન થયું છે. આ પ્રયોગાશાળાની ક્ષમતા વધીને દર વર્ષે 2,000 કેસનું સંચાલન કરવાની થઈ છે. જાતિય સતામણી અને માનવહત્યા, માનવ આપત્તિમાં પીડિતની ઓળખ માટે વિશેષ એકમો સ્થાપિત થયા છે, તેમજ પેટરનિટી યુનિટ અને માઇટોકોન્ડ્રિયલ યુનિટ પણ કાર્યરત થયા છે.

જાતિય સતામણીના કેસોમાં પુરાવાની ચકાસણીમાં પ્રમાણભૂતતા અને ગુણવત્તા સુનિશ્ચિત કરવા ડાયરેક્ટોરેટ ઓફ ફોરેન્સિક સાયન્સિસ સર્વિસીસે જાતિ સતામણીના કેસોમાં ફોરેન્સિક પુરાવા એકત્ર કરવા, એનું સંચાલન અને એનો સંગ્રહ કરવા માટે માર્ગદર્શિકા બહાર પાડી છે. આ સાથે જાતિય સતામણીના પુરાવા એકત્ર કરવાની કિટ પણ અધિસૂચિત કરવામાં આવી છે. આ માર્ગદર્શિકાઓ અને કેટ પર તપાસ અધિકારીઓ/ફરિયાદી અધિકારીઓ/તબીબી અધિકારીઓને તાલીમ પણ આપવામાં આવે છે. બ્યૂરો ઓફ પોલીસ રિફોર્મ્સ એન્ડ ડેવલપમેન્ટ તથા લોકનાયક જયપ્રકાશ નારાયણ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ક્રિમિનોલોજી એન્ડ ફોરેન્સિક સાયન્સિસ દ્વારા જાતિય સતામણીના કેસોમાં ફોરેન્સિક પુરાવા એકત્ર કરવા, એનું સંચાલન કરવા અને પરિવહન કરવા કુલ 13602 અધિકારીઓને તાલીમ આપી છે. બીપીઆરએન્ડડી (બ્યૂરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ)એ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને 14950 સેક્સ્યુઅલ એસોલ્ટ એવિડન્સ કલેક્શન (એસએઇસી) કિટ્સ આપી છે. આ એસએઇસી કિટ્સ જાતિય સતામણીના કેસોમાં ફોરેન્સિક પુરાવાને અસરકારક રીતે મેળવવા, એને સંભાળીને રાખવા અને એનો સંગ્રહ કરવાની સુવિધા આપશે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image008OI82.jpg

સરકારે પોલીસ સ્ટેશનોમાં વિમેન હેલ્પ ડેસ્ક (ડબલ્યુએચડી) ્થાપિત કરવા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને રૂ. 200 કરોડ મંજૂર કર્યા છે તથા દેશના તમામ જિલ્લાઓમાં તથા જોખમકારક સરહદો પર એન્ટિ હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ્સ (એએચટીયુ) સ્થાપિત કરશે/મજબૂત કરશે.

ભારત સરકાર મહિલાઓ અને બાળકોની સલામતી અને સુરક્ષા પ્રત્યે કટિબદ્ધ છે તથા ઘણા પ્રોજેક્ટ ચાલી રહ્યાં છે, જે રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને મહિલાઓ માટે સલામત સ્થાન બનાવવાની સાથે દેશની મહિલાઓને સ્વતંત્ર રીતે જીવન જીવવા સક્ષમ બનાવશે.

SD/GP/JD

 


(Release ID: 1703315) Visitor Counter : 1382