સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, કર્ણાટક, ગુજરાત અને તમિલનાડુમાં દૈનિક ધોરણે નવા કેસોની સંખ્યામાં તીવ્ર ગતિએ વધારો નોંધાઇ રહ્યો છે
કેન્દ્રએ મહારાષ્ટ્ર અને પંજાબમાં ઉચ્ચ સ્તરીય ટીમો નિયુક્ત કરી
ભારતમાં કોવિડ રસીકરણ કવાયતે 2 કરોડથી વધારે ડોઝનો આંકડો પાર કર્યો
છેલ્લા 24 કલાકમાં 14 લાખથી વધારે ડોઝ આપવામાં આવ્યા
Posted On:
07 MAR 2021 11:32AM by PIB Ahmedabad
દેશમાં છ રાજ્યોમાં કોવિડ-19ના કેસોમાં દૈનિક ધોરણે તીવ્ર ગતિએ નવા કેસોમાં વધારો નોંધાઇ રહ્યો છે. આ રાજ્યોમાં મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, કર્ણાટક, ગુજરાત અને તમિલનાડુ છે. છેલ્લા 24 કલાકમાં નવા નોંધાયેલા 18,711 પોઝિટીવ કેસોમાંથી માત્ર આ છ રાજ્યોમાં જ કુલ 84.71% કેસો નોંધાયા છે.
સમગ્ર દેશમાં મહારાષ્ટ્રમાં સતત દૈનિક ધોરણે સર્વાધિક નવા કેસ નોંધાઇ રહ્યાં છે. અહીં એક દિવસમાં વધુ 10,187 કેસ પોઝિટીવ નોંધાયા છે. ત્યારપછીના ક્રમે કેરળમાં નવા 2,791 જ્યારે પંજાબમાં નવા 1,159 કેસ નોંધાયા છે.
કેન્દ્ર સરકાર જ્યાં સક્રિય કેસોનું ભારણ વધુ નોંધાઇ રહ્યું છે અને જ્યાં દૈનિક ધોરણે કોવિડના નવા કેસોની મોટી સંખ્યામાં વૃદ્ધિ થઇ રહી છે તેવા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે સતત સંપર્કમાં કામ કરી રહી છે. મહારાષ્ટ્ર અને પંજાબમાં દૈનિક ધોરણે નવા કેસોની સંખ્યામાં તીવ્ર ઉછાળો નોંધાઈ રહ્યો હોવાથી આ બંને રાજ્યોમાં કેન્દ્ર સરકાર દ્વારા ઉચ્ચ સ્તરીય ટીમોની નિયુક્તિ કરવામાં આવી છે,
આઠ રાજ્યોમાં દૈનિક ધોરણે નવા કેસોની સંખ્યામાં વૃદ્ધિનું વલણ નોંધાયું છે.
ભારતમાં આજે કુલ સક્રિય કેસોની સંખ્યા 1.84 લાખ (1,84,523) નોંધાઇ છે. દેશમાં નોંધાયેલા કુલ પોઝિટીવ કેસોમાંથી સક્રિય કેસોના ભારણની ટકવારી 1.65% છે.
અહીં દર્શાવેલો આલેખ 17 જાન્યુઆરી 2021થી 07 માર્ચ 2021 દરમિયાન દૈનિક ધોરણે સક્રિય કેસોની સંખ્યામાં નોંધાયેલા તફાવત દર્શાવે છે.
દેશમાં શરૂ કરવામાં આવેલા કોવિડ વિરોધી રસીકરણ અંતર્ગત આજે સવારે 7 વાગ્યા સુધીના હંગામી અહેવાલ અનુસાર કુલ 3,39,145 સત્રોમાં રસીના 2 કરોડથી વધારે (2,09,22,344) ડોઝ આપવામાં આવ્યા છે. આમાં આમાં પ્રથમ ડોઝ લેનારા 69,82,637 HCW, બીજો ડોઝ લેનારા 35,42,123 HCWs, પ્રથમ ડોઝ લેનારા 65,85,752 FLWs અને બીજો ડોઝ લેનારા 2,11,918 FLWs તેમજ સહ-બીમારી ધરાવતા હોય તેવા 45 વર્ષથી વધુ ઉંમરના 4,76,041 લાભાર્થી (પ્રથમ ડોઝ) અને 60 વર્ષથી વધુ ઉંમરના 31,23,873 લાભાર્થી સામેલ છે.
HCWs
|
FLWs
|
45 થી <60 વર્ષના સહબીમારી ધરાવતા લાભાર્થી
|
60 વર્ષથી ઉપરના લાભાર્થી
|
કુલ
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
પ્રથમ ડોઝ
|
પ્રથમ ડોઝ
|
69,82,637
|
35,42,123
|
65,85,752
|
2,11,918
|
4,76,041
|
31,23,873
|
2,09,22,344
|
રસીકરણ કવાયતના 50મા દિવસે (6 માર્ચ 2021ના રોજ) રસીના કુલ 14 લાખથી વધારે (14,24,693) ડોઝ આપવામાં આવ્યા છે. આમાં, 17,654 સત્રોમાં 11,71,673 લાભાર્થીને પ્રથમ ડોઝ (HCW અને FLW) તેમજ 2,53,020 HCW અને FLWને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.
તારીખ: 6 માર્ચ, 2021
|
HCWs
|
FLWs
|
45 થી <60 વર્ષના સહબીમારી ધરાવતા લાભાર્થી
|
60 વર્ષથી ઉપરના લાભાર્થી
|
કુલ લાભાર્થી
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
પ્રથમ ડોઝ
|
પ્રથમ ડોઝ
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
66,976
|
1,85,293
|
2,29,763
|
67,727
|
1,29,295
|
7,45,639
|
11,71,673
|
2,53,020
|
છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડના કારણે વધુ 100 દર્દીના મૃત્યુ નીપજ્યાં છે.
નવા નોંધાયેલા મૃત્યુઆંકમાં 87.00% દર્દી છ રાજ્યોમાંથી છે. મહારાષ્ટ્રમાં સતત દૈનિક ધોરણે સર્વાધિક મૃત્યુ નોંધાઇ રહ્યાં છે જ્યાં વધુ 47 દર્દીનાં મૃત્યુ થયા છે. કેરળમાં દૈનિક ધોરણે વધુ 16 અને પંજાબમાં વધુ 12 દર્દીના મૃત્યુ નોંધાયા છે.
નીચે આપેલો આલેખ સૂચવે છે કે, છેલ્લા બે અઠવાડિયામાં 10 રાજ્યોમાં કોવિડના કારણે એકપણ દર્દીનું મૃત્યુ નોંધાયું નથી જ્યારે 12 રાજ્યોમાં 1-10 વચ્ચેનો મૃત્યુઆંક નોંધાયો છે.
ઓગણીસ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના કારણે એકપણ દર્દીનું મૃત્યુ નોંધાયું નથી. આમાં રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, ચંદીગઢ, ઉત્તરાખંડ, ગોવા, ઓડિશા, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, સિક્કિમ, લક્ષદ્વીપ, લદાખ (કેન્દ્રશાસિત પ્રદેશ), મણીપુર, મેઘાલય, નાગાલેન્ડ, દમણ અને દીવ તેમજ દાદરા અને નગર હવેલી, ત્રિપુરા, મિઝોરમ, આંદામાન અને નિકોબારના ટાપુઓ તેમજ અરુણાચલ પ્રદેશ છે.
SD/GP/JD
(Release ID: 1702986)
Visitor Counter : 317