સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
ભારતમાં કોવિડ-19 વિરોધી રસીકરણ હેઠળ આવરી લેવામાં આવેલા કુલ લાભાર્થીનો આંકડો 1.34 કરોડને પાર
21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશમાં સક્રિય કેસોની સંખ્યા 1,000 કરતાં ઓછી છેલ્લા 24 કલાકમાં 20 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશમાં કોવિડના કારણે એકપણ દર્દીનું મૃત્યુ નોંધાયું નથી
Posted On:
26 FEB 2021 10:40AM by PIB Ahmedabad
ભારતમાં શરૂ કરવામાં આવેલી કોવિડ-19 વિરોધી રસીકરણ કવાયત અંતર્ગત આવરી લેવામાં આવેલા કુલ લાભાર્થીઓનો આંકડો 1.34 કરોડથી વધુ થઇ ગયો છે.
હંગામી અહેવાલ અનુસાર આજે સવારે 7 વાગ્યામાં, કુલ 2,78,915 સત્રોમાં 1,34,72,643 લાભાર્થીઓને રસીકરણ કવાયતમાં આવરી લેવામાં આવ્યા છે જેમાં 66,21,418 આરોગ્ય સંભાળ કર્મચાારી(HCW)ને પહેલો ડોઝ, 20,32,994 આરોગ્ય સંભાળ કર્મચારી(HCW)ને બીજો ડોઝ અને 48,18,231 અગ્ર હરોળના કર્મચારી (FLW)ને પહેલો ડોઝ આપવામાં આવ્યો છે.
રસીકરણ કવાયતના પ્રથમ 28 દિવસમાં જે લાભાર્થીએ કોવિડ-19 વિરોધી રસીનો પહેલો ડોઝ પ્રાપ્ત કર્યો હોય તેમને 13 ફેબ્રુઆરી 2021થી બીજો ડોઝ આપવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. તેમજ, 2 ફેબ્રુઆરી 2021થી FLWનું રસીકરણ પણ શરૂ કરવામાં આવ્યું છે.
અનુક્રમ નંબર
|
રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ
|
રસી લેનારા લાભાર્થી
|
1લો ડોઝ
|
2જો ડોઝ
|
કુલ ડોઝ
|
1
|
આંદામાન અને નિકોબારના ટાપુઓ
|
6,034
|
2,385
|
8,419
|
2
|
આંધ્રપ્રદેશ
|
5,03,858
|
1,30,591
|
6,34,449
|
3
|
અરુણાચલ પ્રદેશ
|
24,193
|
6,331
|
30,524
|
4
|
આસામ
|
1,89,569
|
21,468
|
2,11,037
|
5
|
બિહાર
|
5,48,175
|
76,211
|
6,24,386
|
6
|
ચંદીગઢ
|
18,894
|
1,568
|
20,462
|
7
|
છત્તીસગઢ
|
3,73,644
|
48,347
|
4,21,991
|
8
|
દાદરા અને નગર હવેલી
|
5,252
|
337
|
5,589
|
9
|
દમણ અને દીવ
|
2,151
|
254
|
2,405
|
10
|
દિલ્હી
|
3,62,072
|
34,567
|
3,96,639
|
11
|
ગોવા
|
17,875
|
1,918
|
19,793
|
12
|
ગુજરાત
|
8,32,737
|
1,25,357
|
9,58,094
|
13
|
હરિયાણા
|
2,20,672
|
68,361
|
2,89,033
|
14
|
હિમાચલ પ્રદેશ
|
1,00,723
|
17,041
|
1,17,764
|
15
|
જમ્મુ અને કાશ્મીર
|
2,30,494
|
13,391
|
2,43,885
|
16
|
ઝારખંડ
|
2,80,339
|
19,440
|
2,99,779
|
17
|
કર્ણાટક
|
5,96,274
|
1,92,934
|
7,89,208
|
18
|
કેરળ
|
4,41,597
|
88,877
|
5,30,474
|
19
|
લદાખ
|
8,753
|
748
|
9,501
|
20
|
લક્ષદ્વીપ
|
2,353
|
688
|
3,041
|
21
|
મધ્યપ્રદેશ
|
6,49,377
|
1,31,088
|
7,80,465
|
22
|
મહારાષ્ટ્ર
|
10,10,322
|
1,31,968
|
11,42,290
|
23
|
મણીપુર
|
48,938
|
2,239
|
51,177
|
24
|
મેઘાલય
|
28,860
|
1,350
|
30,210
|
25
|
મિઝોરમ
|
20,955
|
4,876
|
25,831
|
26
|
નાગાલેન્ડ
|
28,691
|
5,425
|
34,116
|
27
|
ઓડિશા
|
4,58,368
|
1,54,434
|
6,12,802
|
28
|
પુડુચેરી
|
9,455
|
1,024
|
10,479
|
29
|
પંજાબ
|
1,49,029
|
32,863
|
1,81,892
|
30
|
રાજસ્થાન
|
7,97,900
|
1,52,486
|
9,50,386
|
31
|
સિક્કિમ
|
16,630
|
1,228
|
17,858
|
32
|
તમિલનાડુ
|
3,78,411
|
50,844
|
4,29,255
|
33
|
તેલંગાણા
|
2,84,058
|
1,14,020
|
3,98,078
|
34
|
ત્રિપુરા
|
88,487
|
19,527
|
1,08,014
|
35
|
ઉત્તરપ્રદેશ
|
11,67,285
|
2,03,454
|
13,70,739
|
36
|
ઉત્તરાખંડ
|
1,40,671
|
14,323
|
1,54,994
|
37
|
પશ્ચિમ બંગાળ
|
8,72,999
|
1,20,107
|
9,93,106
|
38
|
અન્ય
|
5,23,554
|
40,924
|
5,64,478
|
|
કુલ
|
1,14,39,649
|
20,32,994
|
1,34,72,643
|
રસીકરણની દેશવ્યાપી કવાયતના 41મા દિવસે (25 ફેબ્રુઆરી 2021) કુલ 8,01,480 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. આમાંથી, 14,600 સત્રોમાં 3,84,834 લાભાર્થીઓને પ્રથમ ડોઝ (HCW અને FLWs) અને 4,16,646 HCWને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.
કોવિડ વિરોધી રસી લેનારા કુલ 1,34,72,643 લાભાર્થીઓમાંથી 1,14,39,649 (HCW અને FLW) એ રસીનો પ્રથમ ડોઝ અને કુલ 20,32,994 HCWએ બીજો ડોઝ પ્રાપ્ત કર્યો છે.
નવ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં રસી માટે નોંધણી કરાવનારા 60%થી ઓછા HCWનું રસીકરણ કરવામાં આવ્યું છે.
આમાં અરુણાચલ પ્રદેશ, તમિલનાડુ, દિલ્હી, તેલંગાણા, લદાખ, ચંદીગઢ, નાગાલેન્ડ, પંજાબ અને પુડુચેરી છે.

13 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં રસીકરણ માટે નોંધણી કરાવનારા 40%થી ઓછા FLWને રસી આપવામાં આવી છે.
આમાં ચંદીગઢ, નાગાલેન્ડ, તેલંગાણા, મિઝોરમ, પંજાબ, ગોવા, અરુણાચલ પ્રદેશ, તમિલનાડુ, મણીપુર, આસામ, આંદામાન અને નિકોબારના ટાપુઓ, મેઘાલય અને પુડુચેરી છે. 
ભારતમાં સક્રિય કેસોનું ભારણ આજે 1,55,986 નોંધાયું છે જે દેશમાં પુષ્ટિ થયેલા કુલ પોઝિટીવ કેસોમાંથી 1.41% કેસોનું ભારણ દર્શાવે છે. તાજેતરમાં કેટલાક રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં દૈનિક ધોરણે નોંધાયેલી વૃદ્ધિ તેની પાછળનું મુખ્ય કારણ છે.
જોકે, 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સક્રિય કેસોની સંખ્યા 1,000 કરતાં ઓછી નોંધાઇ છે.
આમાં જમ્મુ અને કાશ્મીર (820), આંધ્રપ્રદેશ (611), ઓડિશા (609), ગોવા (531), ઉત્તરાખંડ (491), બિહાર (478), ઝારખંડ (467), ચંદીગઢ (279), હિમાચલ પ્રદેશ (244), પુડુચેરી (196), લક્ષદ્વીપ (86), લદાખ (56), સિક્કિમ (43), મણીપુર (40), ત્રિપુરા (32), મિઝોરમ (27), મેઘાલય (20), નાગાલેન્ડ (13), દમણ અને દીવ તેમજ દાદરા અને નગર હવેલી (5), અરુણાચલ પ્રદેશ (3) અને આંદામાન અને નિકોબારના ટાપુઓ (2) છે.

20 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના કારણે એકપણ દર્દીનું મૃત્યુ નોંધાયું નથી.
આમાં દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, જમ્મુ અને કાશ્મીર, આંધ્રપ્રદેશ, ઝારખંડ, ચંદીગઢ, હિમાચલપ્રદેશ, આસામ, લદાખ, ત્રિપુરા, મિઝોરમ, નાગાલેન્ડ, મણીપુર, મેઘાલય, સિક્કિમ, દમણ અને દીવ તેમજ દાદરા અને નગર હવેલી, ઉત્તરાખંડ, અરુણાચલ પ્રદેશ, આંદામાન અને નિકોબારના ટાપુઓ છે.
નીચે આપેલું કોષ્ટક છેલ્લા 24 કલાકમાં સક્રિય કેસોની સંખ્યામાં થયેલા ફેરફારની વિગતો દર્શાવે છે. મહારાષ્ટ્રમાં 4,902 કેસના ઉમેરા સાથે મહત્તમ પોઝિટીવ ફેરફાર જ્યારે કેરળમાં 989 કેસના ઘટાડા સાથે મહત્તમ નેગેટીવ ફેરફાર નોંધાયો છે.

ભારતમાં કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા આજે 1,07,50,680 નોંધાઇ છે. સાજા થવાનો દર આજે 97.17% નોંધાયો છે.
કુલ સાજા થયેલા દર્દીઓ અને કુલ સક્રિય કેસો વચ્ચેનો તફાવત સતત વધી રહ્યો છે જે આજે 10,594,694 નોંધાયો છે.
છેલ્લા 24 કલાકમાં કુલ 12,179 દર્દીઓ સાજા થયા હોવાનું નોંધાયું છે.
નવા સાજા થયેલામાંથી 85.34% દર્દીઓ છ રાજ્યોમાંથી હોવાનું ધ્યાનમાં આવ્યું છે.
છેલ્લા 24 કલાકમાં કેરળમાં એક દિવસમાં સૌથી વધારે 4,652 દર્દી સાજા થયા છે જ્યારે મહારાષ્ટ્રમાં વધુ 3,744 અને તમિલનાડુમાં વધુ 947 દર્દીઓ સાજા થયા છે.
છેલ્લા 24 કલાકમાં દૈનિક ધોરણે વધુ 16,577 નવા દર્દીઓ સંક્રમિત થયા હોવાનું નોંધાયું છે.
નવા નોંધાયેલા 86.18% કેસ છ રાજ્યોમાંથી નોંધાયા છે.
મહારાષ્ટ્રમાં દૈનિક ધોરણે સૌથી વધુ પોઝિટીવ કેસ નોંધાવાનું ચાલુ છે જ્યાં નવા 8,702 દર્દીઓ એક દિવસમાં સંક્રમિત થયા છે. તે પછીના ક્રમે, કેરળમાં 3,677 જ્યારે પંજાબમાં 563 નવા કેસ પોઝિટીવ નોંધાયા છે.

છેલ્લા 24 કલાકમાં વધુ 120 દર્દીઓ કોવિડના કારણે મૃત્યુ પામ્યા છે.
નવા નોંધાયેલા 85.83% મૃત્યુ છ રાજ્યોમાંથી છે. મહારાષ્ટ્રમાં એક દિવસમાં સૌથી વધુ (56) મૃત્યુ નોંધાયા છે. તે પછીના ક્રમે, કેરળમાં વધુ 14 અને પંજાબમાં 13 દર્દીનાં મૃત્યુ નોંધાયા છે.

SD/GP/JD
****
(Release ID: 1701020)
|