સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
દેશભરમાં આશરે 2400 પરીક્ષણ પ્રયોગશાળાઓ સાથે ભારતમાં કુલ 21.15 કરોડ કોવિડ પરીક્ષણ થયા
ભારતમાં રસીના કુલ 1.11 કરોડ ડોઝ આપવામાં આવ્યાં છેલ્લા 24 કલાકમાં 19 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોવિડનાં કારણે એક પણ મૃત્યુ ન થયું; 7 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોઈ નવો કેસ નહીં
Posted On:
22 FEB 2021 1:04PM by PIB Ahmedabad
ભારતે કોવિડ-19ના કુલ પરીક્ષણો કરવાનો રેકોર્ડ કર્યો છે. દેશમાં કોવિડ સાથે સંબંધિત ટેસ્ટનો આંકડો કુલ 21.15 કરોડ (21,15,51,746)ને આંબી ગયો છે. છેલ્લાં 24 કલાક દરમિયાન દેશમાં 6,20,216 ટેસ્ટ કરવામાં આવ્યાં હતાં.
ટેસ્ટિંગના આંકડામાં મોટા વધારામાં રાષ્ટ્રવ્યાપી ધોરણે ટેસ્ટિંગની માળખાગત સુવિધામાં વધારાએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. દેશમાં 1,220 સરકારી પ્રયોગશાળાઓ અને 1,173 ખાનગી પ્રયોગશાળાઓ સાથે કુલ 2393 પ્રયોગશાળાઓ સાથે દૈનિક ધોરણે કોવિડ-19 સાથે સંબંધિત પરીક્ષણની ક્ષમતામાં નોંધપાત્ર વધારો થયો છે.
અત્યારે ભારતનો રાષ્ટ્રીય સ્તરે કુલ પોઝિટિવિટી રેટ 5.20 ટકા છે.
દરરોજ મિલિયનદીઠ પરીક્ષણ થતા લાભાર્થીઓની સંખ્યામાં સતત અને સાતત્યપૂર્ણ રીતે વધારો જોવા મળ્યો છે. ભારતમાં આજે મિલિયનદીઠ 1,53,298.4 ટેસ્ટ થયા છે.
આજે સવારે 8 વાગે પ્રાપ્ત થયેલા કામચલાઉ અહેવાલ મુજબ, 22 ફેબ્રુઆરી, 2021ના રોજ દેશમાં 2,32,317 સત્રો દ્વારા રસીના 1,11,16,854 ડોઝ આપવામાં આવ્યાં હતાં. એમાં 63,97,849 HCWs (પ્રથમ ડોઝ), 9,67,852 HCWs (બીજો ડોઝ) અને 37,51,153 FLWs (પ્રથમ ડોઝ) સામેલ છે..
કોવિડ-19 રસીકરણનો બીજો ડોઝ આપવાની શરૂઆત 13 ફેબ્રુઆરી, 2021થી થઈ હતી, જે અંતર્ગત પ્રથમ ડોઝ મેળવનાર અને એને 28 દિવસ પૂર્ણ કરનાર લાભાર્થીઓને બીજો ડોઝ આપવામાં આવે છે. FLWsના રસીકરણની શરૂઆત 2 ફેબ્રુઆરી, 2021થી થઈ હતી.
ક્રમ
|
રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ
|
રસીકરણ પ્રાપ્ત કરેલા લાભાર્થીઓ
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
કુલ ડોઝ
|
1
|
આંદમાન અને નિકોબાર ટાપુઓ
|
4,846
|
1,306
|
6,152
|
2
|
આંધ્રપ્રદેશ
|
4,13,678
|
89,645
|
5,03,323
|
3
|
અરુણાચલ પ્રદેશ
|
19,702
|
4,041
|
23,743
|
4
|
અસમ
|
1,54,754
|
11,050
|
1,65,804
|
5
|
બિહાર
|
5,22,811
|
39,046
|
5,61,857
|
6
|
ચંદીગઢ
|
12,953
|
795
|
13,748
|
7
|
છત્તીસગઢ
|
3,41,251
|
20,699
|
3,61,950
|
8
|
દાદર અને નગરહવેલી
|
4,939
|
244
|
5,183
|
9
|
દમણ અને દીવ
|
1,735
|
213
|
1,948
|
10
|
દિલ્હી
|
2,94,081
|
17,329
|
3,11,410
|
11
|
ગોવા
|
15,070
|
1,113
|
16,183
|
12
|
ગુજરાત
|
8,22,193
|
60,925
|
8,83,118
|
13
|
હરિયાણા
|
2,08,308
|
23,987
|
2,32,295
|
14
|
હિમાચલપ્રદેશ
|
95,105
|
12,092
|
1,07,197
|
15
|
જમ્મુ અને કાશ્મીર
|
2,00,695
|
6,731
|
2,07,426
|
16
|
ઝારખંડ
|
2,54,531
|
11,484
|
2,66,015
|
17
|
કર્ણાટક
|
5,41,332
|
1,14,043
|
6,55,375
|
18
|
કેરળ
|
3,99,284
|
38,829
|
4,38,113
|
19
|
લડાખ
|
5,827
|
600
|
6,427
|
20
|
લક્ષદ્વીપ
|
1,809
|
115
|
1,924
|
21
|
મધ્યપ્રદેશ
|
6,40,805
|
3,778
|
6,44,583
|
22
|
મહારાષ્ટ્ર
|
8,78,829
|
47,637
|
9,26,466
|
23
|
મણિપુર
|
40,215
|
1,711
|
41,926
|
24
|
મેઘાલય
|
23,877
|
629
|
24,506
|
25
|
મિઝોરમ
|
14,627
|
2,241
|
16,868
|
26
|
નાગાલેન્ડ
|
21,526
|
3,909
|
25,435
|
27
|
ઓડિશા
|
4,38,127
|
94,966
|
5,33,093
|
28
|
પુડુચેરી
|
9,251
|
853
|
10,104
|
29
|
પંજાબ
|
1,22,527
|
14,269
|
1,36,796
|
30
|
રાજસ્થાન
|
7,82,701
|
38,358
|
8,21,059
|
31
|
સિક્કિમ
|
11,865
|
700
|
12,565
|
32
|
તમિલનાડુ
|
3,39,686
|
31,160
|
3,70,846
|
33
|
તેલંગાણા
|
2,80,973
|
87,159
|
3,68,132
|
34
|
ત્રિપુરા
|
82,369
|
11,587
|
93,956
|
35
|
ઉત્તરપ્રદેશ
|
10,66,290
|
85,752
|
11,52,042
|
36
|
ઉત્તરાખંડ
|
1,31,384
|
7,166
|
1,38,550
|
37
|
પશ્ચિમ બંગાળ
|
6,39,252
|
49,912
|
6,89,164
|
38
|
અન્ય
|
3,09,794
|
31,778
|
3,41,572
|
કુલ
|
1,01,49,002
|
9,67,852
|
1,11,16,854
|
રસીકરણ અભિયાનના 37મા દિવસ (21 ફેબ્રુઆરી, 2021)એ રસીના કુલ 31,681 ડોઝ આપવામાં આવ્યાં હતાં. એમાં રસીના પ્રથમ ડોઝ માટે 1,429 સેશનમાં 24,471 લાભાર્થીઓ (HCWs અને FLWs)નું રસીકરણ થયું હતું અને 7,210 HCWsને રસીને બીજો ડોઝ મળ્યો હતો.
રસીના કુલ 1,11,16,854 ડોઝમાંથી રસીનો પ્રથમ ડોઝ 1,01,49,002 (HCWs અને FLWs)ને મળ્યો હતો અને રસીનો બીજો ડોઝ કુલ 9,67,852 HCWsને મળ્યો હતો.
રસીના કુલ ડોઝમાંથી 60.17 ટકા રસી 7 રાજ્યોમાં આપવામાં આવી છે. એકલા કર્ણાટકમાં રસીના 11.8 ટકા ડોઝ (1,14,043 ડોઝ) આપવામાં આવ્યાં છે.
ભારતમાં આજ સુધીમાં કુલ 1.06 કરોડ (1,06,99,410) દર્દીઓ સાજાં થયાં હતાં. દર્દીઓનો સાજાં થવાનો દર 97.22 ટકા છે. સક્રિય દર્દીઓ કરતાં સાજાં થયેલા દર્દીઓની સંખ્યા 1,05,49,355 (71.3 ગણી) વધારે હતી.
છેલ્લા 24 કલાક દરમિયાન 9,695 દર્દીઓ સાજાં થયાં હતાં અને તેમને રજા મળી હતી.
સાજાં થયેલા નવા દર્દીઓમાં 80.86 ટકા દર્દીઓ 5 રાજ્યોનાં છે.
છેલ્લાં 24 કલાકમાં કેરળમાં 4,345 દર્દીઓ સાજાં થયાં હતાં, જે રાજ્યમાં એક જ દિવસમાં સૌથી વધુ સાજાં થયેલા દર્દીઓનો રેકોર્ડ છે. આ ગાળામાં મહારાષ્ટ્રમાં 2,417 દર્દીઓ અને તમિલનાડુમાં 460 દર્દીઓ સાજાં થયાં હતાં.
આજે દેશમાં સક્રિય કેસનું ભારણ 1.50 લાખ (1,50,555) છે. ભારતના કુલ પોઝિટિવ કેસમાં અત્યારે સક્રિય કેસનું ભારણ 1.36 ટકા છે. છેલ્લાં 24 કલાકમાં 14,199 નવા કેસ નોંધાયા છે.
છેલ્લાં 24 કલાકમાં સાત રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોઈ નવો કેસ બહાર આવ્યો નથી. આ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો છે – ઉત્તરાખંડ, લડાખ, મેઘાલય, મિઝોરમ, અરુણાચલ પ્રદેશ, દાદર અને નગરહવેલી તથા દીવ અને દમણ, આંદમાન અને નિકોબાર ટાપુઓ.
કુલ નવા કેસોમાં 86.3 ટકા કેસો 5 રાજ્યોમાં બહાર આવ્યાં છે.
મહારાષ્ટ્રમાં દૈનિક ધોરણે સૌથી વધુ 6,971 નવા કેસ બહાર આવ્યાં છે, જેના પગલે રાજ્યે દૈનિક ધોરણે સૌથી વધુ કેસ ધરાવતા રાજ્ય તરીકેનું સ્થાન જાળવી રાખ્યું છે. ત્યારબાદ કેરળમાં 4,070 અને તમિલનાડુમાં 452 નવા કેસ બહાર આવ્યાં છે.
છેલ્લા 24 કલાકમાં 19 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોવિડ-19ને કારણે એક પણ મૃત્યુ થયું નથી. આ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો છે – હરિયાણા, આંધ્રપ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, રાજસ્થાન, ઓડિશા, ગોવા, ચંદીગઢ, અસમ, મણિપુર, સિક્કિમ, લક્ષદ્વીપ, ત્રિપુરા, નાગાલેન્ડ, લડાખ, મેઘાલય, મિઝોરમ, અરુણાચલ પ્રદેશ, દીવ અને દમણ તથા દાદરા અને નગરહવેલી, આંદમાન અને નિકોબાર ટાપુઓ.
છેલ્લા 24 કલાકમાં 83 મૃત્યુ થયા હતા.
નવા મૃત્યુમાં પાંચ રાજ્યોમાં 78.31 ટકા થયા હતા. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 35 મૃત્યુ થયા હતા. કેરળમાં 15 મૃત્યુ નોંધાયા હતા.
SDGP/JD
(Release ID: 1699900)
|