સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કેરળ, મહારાષ્ટ્ર, પંજાબ, છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં દૈનિક ધોરણે નવા કેસમાં વધારો જોવા મળ્યો
કોવિડ-19 સામે 1.07 કરોડથી વધારે લોકોને રસી મૂકવામાં આવી છેલ્લા 24 કલાકમાં 18 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોવિડને કારણે કોઈ નવું મૃત્યુ થયું નથી
Posted On:
20 FEB 2021 12:27PM by PIB Ahmedabad
ભારતના કુલ પોઝિટિવ કેસમાં સક્રિય કેસનું ભારણ અત્યારે 1.30 ટકા છે. આજે ભારતમાં કુલ સક્રિય કેસનું ભારણ 1,43,127 છે. કેટલાંક રાજ્યોમાં દૈનિક ધોરણે નવા નોંધતા કેસમાં વધારો જોવા મળ્યો છે. કેરળ, મહારાષ્ટ્ર, પંજાબ, છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં દૈનિક ધોરણે નોંધાતા કેસમાં વધારો થયો છે.
કેરળમાં દરરોજ નોંધાતા કેસમાં સૌથી વધુ વધારો જળવાઈ રહ્યો છે.
છેલ્લાં 7 દિવસ દરમિયાન છત્તીસગઢમાં પણ રોજિંદા ધોરણે નોંધાતા નવા કેસોમાં સતત વધારો જોવા મળ્યો છે. છેલ્લાં 24 કલાક દરમિયાન રાજ્યમાં 259 નવા કેસ નોંધાયા છે.
ગત અઠવાડિયામાં મહારાષ્ટ્રમાં દૈનિક ધોરણે નવા કેસોમાં વધારો જોવા મળ્યો છે, જે આજે દેશમાં નોંધાયેલા નવા કેસોમાં સૌથી વધુ કેસો ધરાવે છે. રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં 6,112 નવા કેસ નોંધાયા છે.
મહારાષ્ટ્રની જેમ પંજાબમાં પણ છેલ્લાં 7 દિવસ દરમિયાન દૈનિક ધોરણે નવા કેસોમાં એકાએક વધારો જોવા મળી રહ્યો છે, જ્યાં છેલ્લાં 24 કલાકમાં 383 નવા કેસ નોંધાયા છે.
મધ્યપ્રદેશમાં 13 ફેબ્રુઆરી, 2021થી અત્યાર સુધી દૈનિક ધોરણે નવા કેસોમાં વધારો જોવા મળે છે. છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાં 297 નવા કેસ નોંધાયા છે.
વાયરસના સંક્રમણની સાંકળ તોડવા માટે અને રોગનો ફેલાવો અટકાવવા માટે કોવિડની આચારસંહિતા અને નીતિનિયમોનું કડકપણે પાલન કરવું જરૂરી છે.
જોકે શ્રેષ્ઠ હેલ્થકેર સુવિધાઓ અને ટેસ્ટ-ટ્રેક-ટ્રીટ (પરીક્ષણ-નજર-સારવાર)ની પદ્ધતિ સાથે દેશમાં 21 કરોડથી વધારે (21,02,61,480) પરીક્ષણો હાથ ધરવામાં આવ્યાં છે. છેલ્લાં 13 દિવસ દરમિયાન દેશનો કુલ પોઝિટિવિટી રેટ (પરીક્ષણમાં કેસ પોઝિટિવ આવવાનો દર) સતત ઘટી રહ્યો છે. અત્યારે આ દર 5.22 ટકા છે.
આજે સવારે 8 વાગ્યા સુધીના કામચલાઉ અહેવાલ મુજબ, દેશમાં અત્યાર સુધી 2,22,313 સેશન દ્વારા રસીના કુલ 1,07,15,204 ડોઝ આપવામાં આવ્યાં છે. એમાં 63,28,479 HCWs (પ્રથમ ડોઝ), 8,47,161 HCWs (બીજો ડોઝ) અને 35,39,564 FLWs (પ્રથમ ડોઝ) સામેલ છે.
કોવિડ-19 રસીકરણનો બીજો ડોઝ આપવાની શરૂઆત 13 ફેબ્રુઆરી, 2021થી થઈ હતી, જે અંતર્ગત પ્રથમ ડોઝ મેળવનાર અને 28 દિવસ પૂર્ણ થયા હોય એવા લાભાર્થીઓને બીજો ડોઝ આપવામાં આવે છે. FLWsનું રસીકરણ 2 ફેબ્રુઆરી, 2021થી શરૂ થયું હતું.
ક્રમ
|
રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ
|
રસીકરણ મેળવેલા લાભાર્થીઓ
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
કુલ ડોઝ
|
|
1
|
આંદમાન અને નિકોબાર ટાપુઓ
|
4,453
|
895
|
5,348
|
|
|
2
|
આંધ્રપ્રદેશ
|
3,98,108
|
71,707
|
4,69,815
|
|
|
3
|
અરુણાચલ પ્રદેશ
|
19,608
|
3,951
|
23,559
|
|
|
4
|
અસમ
|
1,47,368
|
10,164
|
1,57,532
|
|
|
5
|
બિહાર
|
5,15,363
|
35,070
|
5,50,433
|
|
|
6
|
ચંદીગઢ
|
12,100
|
547
|
12,647
|
|
|
7
|
છત્તીસગઢ
|
3,30,446
|
16,104
|
3,46,550
|
|
|
8
|
દાદર અને નગરહવેલી
|
4,801
|
169
|
4,970
|
|
|
9
|
દમણ અને દીવ
|
1,672
|
153
|
1,825
|
|
|
10
|
દિલ્હી
|
2,72,322
|
12,978
|
2,85,300
|
|
|
11
|
ગોવા
|
14,386
|
634
|
15,020
|
|
|
12
|
ગુજરાત
|
8,19,060
|
37,597
|
8,56,657
|
|
|
13
|
હરિયાણા
|
2,05,616
|
21,093
|
2,26,709
|
|
|
14
|
હિમાચલપ્રદેશ
|
92,702
|
71,322
|
1,64,024
|
|
|
15
|
જમ્મુ અને કાશ્મીર
|
1,89,840
|
5,282
|
1,95,122
|
|
|
16
|
ઝારખંડ
|
2,46,213
|
10,522
|
2,56,735
|
|
|
17
|
કર્ણાટક
|
5,29,968
|
99,452
|
6,29,420
|
|
|
18
|
કેરળ
|
3,92,993
|
32,060
|
4,25,053
|
|
|
19
|
લડાખ
|
5,005
|
358
|
5,363
|
|
|
20
|
લક્ષદ્વીપ
|
1,809
|
115
|
1,924
|
|
|
21
|
મધ્યપ્રદેશ
|
6,26,391
|
0
|
6,26,391
|
|
|
22
|
મહારાષ્ટ્ર
|
8,31,921
|
28,465
|
8,60,386
|
|
|
23
|
મણિપુર
|
38,585
|
1,434
|
40,019
|
|
|
24
|
મેઘાલય
|
22,285
|
616
|
22,901
|
|
|
25
|
મિઝોરમ
|
14,428
|
2,206
|
16,634
|
|
|
26
|
નાગાલેન્ડ
|
20,603
|
3,419
|
24,022
|
|
|
27
|
ઓડિશા
|
4,33,584
|
68,129
|
5,01,713
|
|
|
28
|
પુડુચેરી
|
8,481
|
645
|
9,126
|
|
|
29
|
પંજાબ
|
1,20,015
|
9,455
|
1,29,470
|
|
|
30
|
રાજસ્થાન
|
7,80,665
|
19,054
|
7,99,719
|
|
|
31
|
સિક્કિમ
|
11,102
|
698
|
11,800
|
|
|
32
|
તમિલનાડુ
|
3,24,537
|
25,746
|
3,50,283
|
|
|
33
|
તેલંગાણા
|
2,80,277
|
86,051
|
3,66,328
|
|
|
34
|
ત્રિપુરા
|
81,042
|
11,134
|
92,176
|
|
|
35
|
ઉત્તરપ્રદેશ
|
10,66,290
|
85,752
|
11,52,042
|
|
|
36
|
ઉત્તરાખંડ
|
1,29,221
|
6,231
|
1,35,452
|
|
|
37
|
પશ્ચિમ બંગાળ
|
6,09,987
|
40,989
|
6,50,976
|
|
|
38
|
અન્ય
|
2,64,796
|
26,964
|
2,91,760
|
|
|
કુલ
|
98,68,043
|
8,47,161
|
1,07,15,204
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
રસીકરણ અભિયાનના 35મા દિવસ (20 ફેબ્રુઆરી, 2021) સુધી રસીના કુલ 5,27,197 ડોઝ આપવામાં આવ્યાં હતાં. એમાં રસીના પ્રથમ ડોઝ માટે 10,851 સેશનમાં 2,90,935 લાભાર્થીઓ (HCWs અને FLWs)નું રસીકરણ થયું હતું અને 2,36,262 HCWsને રસીને બીજો ડોઝ મળ્યો હતો.
દેશના 9 રાજ્યોએ 5-5 લાખથી વધારે રસી આપી છે. આ રાજ્યો છે – ઉત્તરપ્રદેશ (11,52,042), મહારાષ્ટ્ર (8,60,386), ગુજરાત (8,56,657), રાજસ્થાન (7,99,719), પશ્ચિમ બંગાળ (6,50,976), કર્ણાટક (6,29,420), મધ્યપ્રદેશ (6,26,391), બિહાર (5,50,433) અને ઓડિશા (5,01,713).
અત્યાર સુધી દેશમાં કુલ 1.06 કરોડ (1,06,67,741) દર્દીઓ સાજાં થયા છે. છેલ્લાં 24 કલાક દરમિયાન 10,307 દર્દીઓ સાજાં થયા છે અને એમને હોસ્પિટલમાંથી રજા મળી છે. ભારતમાં દર્દીનો કુલ સાજાં થવાનો દર 97.27 ટકા છે, જે દુનિયામાં સૌથી વધુ છે.
કુલ નવા સાજાં થયેલા કેસમાં 80.51 ટકા કેસ 6 રાજ્યોના છે.
કેરળમાં એક જ દિવસમાં સૌથી વધુ 4,854 દર્દીઓ સાજાં થયા છે. છેલ્લાં 24 કલાકમાં મહારાષ્ટ્રમાં 2,159 દર્દીઓ અને તમિલનાડુમાં 467 દર્દીઓ સાજાં થયા છે.
86.69 ટકા નવા કેસ 6 રાજ્યોમાંથી બહાર આવ્યાં છે.
મહારાષ્ટ્રમાં દૈનિક ધોરણે 6,112 નવા કેસ સાથે સૌથી વધુ દૈનિક નવા કેસ નોંધાવાનું જળવાઈ રહ્યું છે. પછી કેરળમાં 4,505 અને તમિલનાડુમાં 448 નવા કેસ બહાર આવ્યાં છે. ફક્ત બે રાજ્યો – મહારાષ્ટ્ર અને કેરળ કુલ સક્રિય કેસમાં 75.87 ટકા હિસ્સો ધરાવે છે.
છેલ્લાં 24 કલાકમાં 18 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોવિડ-19ને કારણે એક પણ મૃત્યુ થયું નથી. આ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો છે – તેલંગાણા, હરિયાણા, જમ્મુ અને કાશ્મીર (કેન્દ્રશાસિત પ્રદેશ), ઝારખંડ, હિમાચલપ્રદેશ, ત્રિપુરા, અસમ, ચંદીગઢ, લક્ષદ્વીપ, મણિપુર, મેઘાલય, લડાખ (કેન્દ્રશાસિત પ્રદેશ), મિઝોરમ, સિક્કિમ, નાગાલેન્ડ, અરુણાચલ પ્રદેશ, આંદમાન અને નિકોબાર ટાપુઓ, દીવ અને દમણ તથા દાદરા અને નગરહવેલી.
છેલ્લાં 24 કલાકમાં કોવિડ-19ને કારણે 101 દર્દીઓનાં મૃત્યુ થયા છે.
નવા મૃત્યુમાં પાંચ રાજ્યો 78.22 ટકા હિસ્સો ધરાવે છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ (44) મૃત્યુ થયા છે, કેરળમાં 15 મૃત્યુ નોંધાયા છે. પંજાબમાં 8 દર્દીઓનાં મૃત્યુ થયાં છે.
(Release ID: 1699655)
|