પ્રધાનમંત્રીનું કાર્યાલય

જિઓ-સ્પેટિઅલ ડેટાના હસ્તાંતરણ અને ઉત્પાદન સંબંધિત સંચાલન નીતિઓનું ઉદારીકરણ આત્મનિર્ભર ભારતની અમારી દૂરંદેશીની દિશામાં એક મોટું પગલું છે: પ્રધાનમંત્રી


આ સુધારાઓ વિનિયમન કરીને ભારતમાં ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસમાં સુધારો લાવવાની અમારી કટિબદ્ધતા દર્શાવે છે: પ્રધાનમંત્રી

Posted On: 15 FEB 2021 1:39PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, જિઓ-સ્પેટિઅલ ડેટાના હસ્તાંતરણ અને ઉત્પાદન સંબંધિત સંચાલન નીતિઓનું ઉદારીકરણ આત્મનિર્ભર ભારતની અમારી દૂરંદેશીની દિશામાં એક મોટું પગલું છે. આ સુધારાઓથી દેશના ખેડૂતો, સ્ટાર્ટ-અપ, ખાનગી ક્ષેત્ર અને સંશોધન સંસ્થાઓને નવાચારના કાર્યો આગળ ધપાવવામાં અને વ્યાપક સમુદાય સુધી પહોંચી શકે તેવા ઉકેલોનું નિર્માણ કરવામાં લાભકારી નીવડશે.

શ્રેણીબદ્ધ ટ્વીટ્સમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “અમારી સરકારે જે નિર્ણય લીધો છે તે ડિજિટલ ઇન્ડિયાને ખૂબ જ મોટો વેગ પ્રદાન કરશે. જીઓસ્પેટિઅલ ડેટાના હસ્તાંતરણ અને ઉત્પાદન સંબંધિત સંચાલન નીતિઓનું ઉદારીકરણ આત્મનિર્ભર ભારતની અમારી દૂરંદેશીની દિશામાં એક મોટું પગલું છે.

આ સુધારાઓના નિર્ણયથી દેશના ખેડૂતો, સ્ટાર્ટ-અપ, ખાનગી ક્ષેત્રો તેમજ સંશોધન સંસ્થાઓને નવાચારના કાર્યો આગળ ધપાવવામાં અને વ્યાપક સમુદાય સુધી પહોંચી શકે તેવા ઉકેલોનું નિર્માણ કરવામાં લાભકારી નીવડશે. આનાથી રોજગારીનું સર્જન થશે અને આર્થિક વિકાસમાં પણ વેગ આવશે.

ભારતના ખેડૂતોને જિઓ-સ્પેટિઅલ અને રીમોટ સેન્સિંગ ડેટાની સંભાવનાઓના ઉપયોગથી પણ ફાયદો થશે. લોકતાંત્રિક એટલેકે સૌને ઉપલબ્ધ ડેટાથી એવી નવી ટેકનોલોજીઓ અને પ્લેટફોર્મ્સનો ઉદય થશે જે કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોમાં કાર્યદક્ષતાઓને આગળ ધપાવશે.

આ સુધારાઓ વિનિયમન દ્વારા ભારતમાં ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસમાં સુધારો લાવવા માટેની અમારી કટિબદ્ધતા દર્શાવે છે.”

આ સુધારાની વિગતો https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1698073 પરથી મેળવી શકાય છે.

 

SD/GP/JD

*****



(Release ID: 1698104) Visitor Counter : 227