સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
ભારત માત્ર 26 દિવસમાં 70 લાખ લાભાર્થીઓને કોવિડ-19 વિરોધી રસી આપનારો દુનિયાનો સૌથી ઝડપી દેશ બન્યો
છેલ્લા 24 કલાકમાં 17 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશમાં કોવિડના કારણે એક પણ દર્દીનું મૃત્યુ નથી નોંધાયું
ભારતમાં પ્રત્યેક દસ લાખની વસ્તીએ સક્રિય કેસની સંખ્યા દુનિયામાં સૌથી નીચલા સ્તર પૈકી એક
Posted On:
11 FEB 2021 11:37AM by PIB Ahmedabad
કોવિડ-19 સામેની જંગમાં ભારતે વધુ એક નોંધપાત્ર સિદ્ધિ પ્રાપ્ત કરી છે. ભારત સમગ્ર દુનિયામાં સૌથી ઝડપથી 70 લાખથી વધારે લોકોને કોવિડ-19 વિરોધી રસી આપનારો દેશ બન્યો છે.
ભારતે માત્ર 26 દિવસમાં આ લક્ષ્ય પ્રાપ્ત કર્યું છે, જ્યારે આ આંકડા સુધી પહોંચવામાં USને 27 દિવસ અને UKને 48 દિવસનો સમય લાગ્યો હતો. થોડા દિવસ પહેલાં 6 મિલિયનના આંકડા સુધી સૌથી ઝડપથી પહોંચનારો દેશ પણ ભારત જ હતો.

સમગ્ર દેશમાં ચાલી રહેલી કોવિડ-19 વિરોધી રસીકરણ કવાયત હેઠળ, 11 ફેબ્રુઆરી 2021ના રોજ સવારે 8 કલાક સુધીમાં દેશમાં કુલ 70 લાખથી વધુ (70,17,114) લાભાર્થીઓને રસી આપવામાં આવી છે.
અનુક્રમ નંબર
|
રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ
|
રસી લેનારા લાભાર્થીઓ
|
1
|
આંદામાન અને નિકોબારના ટાપુઓ
|
3,413
|
2
|
આંધ્રપ્રદેશ
|
3,35,268
|
3
|
અરુણાચલ પ્રદેશ
|
13,480
|
4
|
આસામ
|
1,10,977
|
5
|
બિહાર
|
4,30,307
|
6
|
ચંદીગઢ
|
6,903
|
7
|
છત્તીસગઢ
|
2,16,784
|
8
|
દાદરા અને નગર હવેલી
|
2,326
|
9
|
દમણ અને દીવ
|
1,030
|
10
|
દિલ્હી
|
1,46,789
|
11
|
ગોવા
|
9,961
|
12
|
ગુજરાત
|
6,14,530
|
13
|
હરિયાણા
|
1,83,529
|
14
|
હિમાચલ પ્રદેશ
|
66,101
|
15
|
જમ્મુ અને કાશ્મીર
|
74,219
|
16
|
ઝારખંડ
|
1,60,492
|
17
|
કર્ણાટક
|
4,64,485
|
18
|
કેરળ
|
3,26,246
|
19
|
લદાખ
|
2,536
|
20
|
લક્ષદ્વીપ
|
920
|
21
|
મધ્યપ્રદેશ
|
4,31,702
|
22
|
મહારાષ્ટ્ર
|
5,73,681
|
23
|
મણીપુર
|
13,747
|
24
|
મેઘાલય
|
9,760
|
25
|
મિઝોરમ
|
11,046
|
26
|
નાગાલેન્ડ
|
7,167
|
27
|
ઓડિશા
|
3,61,623
|
28
|
પુડુચેરી
|
4,770
|
29
|
પંજાબ
|
91,669
|
30
|
રાજસ્થાન
|
5,59,990
|
31
|
સિક્કિમ
|
7,808
|
32
|
તમિલનાડુ
|
1,97,392
|
33
|
તેલંગાણા
|
2,58,122
|
34
|
ત્રિપુરા
|
52,908
|
35
|
ઉત્તરપ્રદેશ
|
6,73,542
|
36
|
ઉત્તરાખંડ
|
90,483
|
37
|
પશ્ચિમ બંગાળ
|
4,27,042
|
38
|
અન્ય
|
74,366
|
કુલ
|
70,17,114
|
દેશમાં કોવિડ-19 વિરોધી રસી આપનારા કુલ 70,17,114 લાભાર્થીઓમાં 57,05,228 આરોગ્ય સંભાળ કર્મચારીઓ (HCW) અને 13,11,886 અગ્ર હરોળના કર્મચારીઓ (FLW) છે. આજદિન સુધીમાં દેશમાં કુલ 1,43,056 સત્રોનું આયોજન કરવામાં આવ્યું છે.
રસીકરણ કવાયતના 26મા દિવસે (10 ફેબ્રુઆરી 2021) 8,308 સત્રોનું આયોજન કરીને કુલ 4,05,349 લાભાર્થીઓ (આરોગ્ય સંભાળ કર્મચારીઓ- 94,890 અને અગ્ર હરોળના કર્મચારીઓ- 3,10,459)ને રસી આપવામાં આવી હતી.
રસી લેનારા લાભાર્થીઓની સંખ્યામાં દૈનિક ધોરણે ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે.
13 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં કુલ નોંધણી કરાવનારાઓમાંથી 65%થી વધારે આરોગ્ય સંભાળ કર્મચારીઓને રસી આપવામાં આવી છે. બિહારમાં નોંધણી કરાવનારા 79%થી વધારે HCWને રસી આપી દેવામાં આવી છે.

7 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં કુલ નોંધણી કરાવનારાઓ આરોગ્ય સંભાળ કર્મચારીઓ (HCW)માંથી 40%ને રસી આપી દેવામાં આવી છે. પુડુચેરીમાં રસીકરણની કામગીરી સૌથી ધીમી છે જ્યાં 17.5% લાભાર્થીઓને જ રસી આપવામાં આવી છે.

કોવિડ-19 સામેની જંગમાં અન્ય બાબતોમાં પણ ભારત દૈનિક ધોરણે નોંધપાત્ર સફળતા પ્રાપ્ત કરી રહ્યું છે. 17 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં છેલ્લા 24 કલાકમાં એકપણ દર્દીનું મૃત્યુ નોંધાયું નથી. આમાં તેલંગાણા, ગુજરાત, આસામ, હરિયાણા, ઓડિશા, ઉત્તરાખંડ, મેઘાલય, નાગાલેન્ડ, લક્ષદ્વીપ, લદાખ (કેન્દ્રશાસિત પ્રદેશ), સિક્કિમ, મણીપુર, મિઝોરમ, આંદામાન અને નિકોબારના ટાપુઓ, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ, દમણ અને દીવ તેમજ દાદરા અને નગર હવેલી (કેન્દ્રશાસિત પ્રદેશ) છે.
દેશમાં છેલ્લા 24 કલાકમાં કુલ સક્રિય કેસોની સંખ્યા 1,42,562 નોંધાઇ છે. કુલ પોઝિટીવ કેસોમાંથી સક્રિય કેસોનું ભારણ હવે માત્ર 1.31% રહ્યું છે. ભારતમાં પ્રત્યેક દસ લાખની વસ્તીએ સક્રિય કેસોની સંખ્યા (104) દુનિયામાં સૌથી ઓછા પૈકી છે.

દેશમાં છેલ્લા 24 કલાકમાં નવા 12,923 દર્દીઓ પોઝિટીવ હોવાની પુષ્ટિ થઇ છે. બીજી તરફ, સમાન સમયગાળામાં નવા 11,764 દર્દીઓ સાજા થયા હોવાનું પણ નોંધાયું હતું.
રાષ્ટ્રીય સાજા થવાનો દર (97.26%) છે જે દુનિયામાં સૌથી વધારે પૈકી એક તરીકે જળવાઇ રહ્યો છે.
કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 1,05,73,372 થઇ ગઇ છે. સાજા થયેલા દર્દીઓ અને સક્રિય કેસોની સંખ્યાનો તફાવત સતત વધી રહ્યો હોવાથી હાલમાં તે 1,04,30,810 થઇ ગયો છે.
કોવિડ-19માંથી નવા સાજા થયેલા કુલ દર્દીઓમાંથી 83.20% દર્દીઓ છ રાજ્યોમાંથી નોંધાયા છે. દૈનિક ધોરણે સૌથી વધારે દર્દીઓ કેરળમાં સાજા થયા છે (5,745) જ્યારે તે પછીના ક્રમે મહારાષ્ટ્ર (2,421) અને ગુજરાત (495) છે.

નવા સંક્રમિતોમાંથી 85.11% કેસ 6 રાજ્યોમાં નોંધાયા છે.
કેરળમાં દૈનિક ધોરણે સૌથી વધુ નવા 5,980 દર્દીઓ સંક્રમિત થયા છે. ત્યારપછીના ક્રમે, મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં અનુક્રમે 3,451 અને 479 નવા કેસ નોંધાયા છે.

છેલ્લા 24 કલાકમાં દેશમાં વધુ 108 દર્દીઓના મૃત્યુ નોંધાયા છે જેમાંથી 79.63% દર્દીઓના મૃત્યુ સાત રાજ્યોમાંથી નોંધાયા છે.
મહારાષ્ટ્રમાં સૌથી વધુ 30 દર્દીઓ એક દિવસમાં મૃત્યુ પામ્યા છે. તે પછીના ક્રમે કેરળમાં 18 મૃત્યુ દૈનિક ધોરણે નોંધાયા છે.

****
(Release ID: 1697057)
Visitor Counter : 268
Read this release in:
Tamil
,
Telugu
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Malayalam