પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ઉત્તરાખંડના ચમોલીમાં હિમસ્ખલનના પીડિતો માટે સહાયને મંજૂરી આપી

Posted On: 07 FEB 2021 8:45PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડના ચમોલીમાં ગ્લેશિયર ભંગને લીધે થયેલા દુ:ખદ હિમસ્ખલનને કારણે પોતાનો જીવ ગુમાવનારા લોકોના પરિવારજનો માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી 2 લાખ રૂપિયાની આર્થિક સહાયને મંજૂરી આપી છે.

તેમણે ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને રૂ. 50,000ની રકમ પણ મંજૂર કરી છે.

પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વિટ કર્યું છે કે, "પીએમ @narendramodi ઉત્તરાખંડના ચમોલીમાં ગ્લેશિયર ભંગને લીધે થયેલા દુ:ખદ હિમસ્ખલનને કારણે પોતાનો જીવ ગુમાવનારા લોકોના પરિવારજનો માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી 2 લાખ રૂપિયાની આર્થિક સહાયને મંજૂરી આપી છે. ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને રૂ. 50,000 ની સહાયને મંજુર કરી છે."

 

SD/GP/BT


(Release ID: 1696075) Visitor Counter : 149