પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ઉત્તરાખંડના મુખ્યમંત્રી સાથે વાર્તાલાપ કર્યો; ઉત્તરાખંડની દુર્ભાગ્યપૂર્ણ સ્થિતિની સમીક્ષા કરી

प्रविष्टि तिथि: 07 FEB 2021 2:33PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડના મુખ્યમંત્રી શ્રી ત્રિવેન્દ્રસિંહ રાવત સાથે વાર્તાલાપ કર્યો હતો અને ઉત્તરાખંડની દુર્ભાગ્યપૂર્ણ સ્થિતિની સમીક્ષા કરી હતી.

PMO દ્વારા ટ્વીટ કરવામાં આવી હતી કે, પ્રધાનમંત્રી @narendramodi આસામમાં હતા ત્યારે, તેમણે ઉત્તરાખંડની સ્થિતિ અંગે સમીક્ષા કરી હતી. તેમણે મુખ્યમંત્રી @tsrawatbjp સાથે તેમજ અન્ય ટોચના અધિકારીઓ સાથે વાતચીત કરી હતી. તેમણે હાલમાં ચાલી રહેલી બચાવ અને રાહત કામગીરીની સ્થિતિ જાણી હતી. સત્તાધીશો દ્વારા તમામ અસરગ્રસ્ત લોકોને શક્ય હોય તેમ દરેક પ્રકારે સહકાર આપવામાં આવી રહ્યો છે.

અન્ય એક ટ્વીટમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, હું સતત ઉત્તરાખંડની સ્થિતિ પર દેખરેખ રાખી રહ્યો છુ. સમગ્ર ભારત દેશ ઉત્તરાખંડની પડખે ઉભો છે અને રાષ્ટ્ર તમામ લોકોની સલામતી માટે પ્રાર્થના કરી રહ્યું છે. સતત વરિષ્ઠ અધિકારીઓ સાથે મારી વાતચીત ચાલી રહી છે અને NDRFની નિયુક્તિ, બચાવ કાર્ય તેમજ રાહત ઓપરેશન્સ અંગે હું અપડેટ્સ મેળવી રહ્યો છુ.


(रिलीज़ आईडी: 1695984) आगंतुक पटल : 259
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Manipuri , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam