પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ઇઝરાયલના પ્રધાનમંત્રી મહામહિમ બેન્જામિન નેતન્યાહુ સાથે સંવાદ કર્યો

Posted On: 01 FEB 2021 6:46PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ટેલિફોન પર ઇઝરાયલના પ્રધાનમંત્રી મહામહિમ બેન્જામિન નેતન્યાહુ સાથે સંવાદ કર્યો.

પ્રધાનમંત્રીએ 29 જાન્યુઆરી, 2021ના રોજ નવી દિલ્હીમાં ઇઝરાયલી દૂતાવાસ નજીક આતંકી હુમલાની કડક નિંદા કરી હતી. તેમણે પ્રધાનમંત્રી નેતન્યાહૂને આશ્વાસન આપ્યું હતું કે ઇઝરાયલી રાજદ્વારીઓ અને પરિસરની સલામતી અને સુરક્ષામાં ભારત સર્વોચ્ચ મહત્ત્વ ધરાવે છે અને ગુનેગારોને શોધવા અને સજા કરવા તેના તમામ સંસાધનો તૈનાત કરશે. બંને નેતાએ આ સંદર્ભમાં ભારતીય અને ઇઝરાયલી સુરક્ષા એજન્સીઓ વચ્ચેના ગાઢ સંકલન અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો.

બંને નેતાએ એકબીજાને પોતપોતાના દેશોમાં કોવિડ -19 રોગચાળા સામે લડવાની પ્રગતિ વિશે પણ માહિતી આપી અને આ ક્ષેત્રમાં વધુ સહયોગની સંભાવનાઓ અંગે પણ ચર્ચા કરી.

 

SD/GP/BT


(Release ID: 1694258) Visitor Counter : 209