સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ભારતમાં સાજા થવાનો દર 97% એ પહોંચ્યો; છેલ્લા 24 કલાકમાં વધુ 11,828 દર્દીઓ સાજા થયા


દૈનિક ધોરણે મૃત્યુઆંકમાં એકધારો ઘટાડો નોંધાઇ રહ્યો છે

37.5 લાખથી વધારે લાભાર્થીઓને કોવિડ-19 વિરોધી રસી આપવામાં આવી

Posted On: 01 FEB 2021 12:11PM by PIB Ahmedabad

ભારતમાં કોવિડ-19માંથી દર્દીઓ સાજા થવાનો દર એકધારો વધી રહ્યો છે. આજે દેશમાં સાજા થવાનો દર 97% સુધી પહોંચી ગયો છે જે દુનિયામાં સર્વાધિક સાજા થવાનો દર ધરાવતા દેશોમાંથી એક છે. ભારતમાં કુલ સક્રિય કેસની સંખ્યા પણ આજે ઘટીને 1.68 લાખ (1,68,235) થઇ ગઇ છે. આ કારણે કુલ પોઝિટીવ કેસમાંથી સક્રિય કેસની સંખ્યા માત્ર 1.56% રહી છે.

આજદિન સુધીમાં કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 1,04,34,983 થઇ ગઇ છે. છેલ્લા 24 કલાકમાં વધુ 11,858 દર્દીઓ સાજા થઇ ગયા હોવાથી તેમને રજા આપવામાં આવી છે. દૈનિક ધોરણે નવા નોંધાઇ રહેલા કેસની સામે નવા સાજા થતા દર્દીઓનો આંકડો વધારે રહેતો હોવાથી સક્રિય કેસ અને સાજા થયેલા દર્દીઓ વચ્ચેનો તફાવત 1 કરોડથી વધારે (10,266,748) છે.

ભારતમાં દૈનિક ધોરણે નવા કેસની સંખ્યામાં સતત ઘટાડાનું વલણ જળવાઇ રહ્યું છે. 11 સપ્ટેમ્બર, 2020ના રોજ 96,551ના સર્વાધિક સ્તર પછી દેશમાં દૈનિક નવા પોઝિટીવ કેસની સંખ્યા એકધારી ઘટી રહી હોવાતી 1 ફેબ્રુઆરી 2021ના રોજ આ આંકડો ઘટીને માત્ર 11,427 નોંધાયો છે.

છેલ્લા 24 કલાકમાં દેશમાં દૈનિક ધોરણે નવા મૃત્યુની સંખ્યા 120ના મહત્વપૂર્ણ આંકથી ઘટીને 118 ગઇ છે.

1 ફેબ્રુઆરી, 2021ના રોજ સવારે 8:00 વાગ્યા સુધીમાં દેશમાં કોવિડ-19 વિરોધી રસીકરણ કવાયત અંતર્ગત 37.5 લાખથી વધારે (37,58,843) લાભાર્થીને કોવિડ-19 વિરોધી રસી આપવામાં આવી છે.

છેલ્લા 24 કલાકમાં દેશમાં યોજાયેલા 253 સત્રમાં કુલ 14,509 લોકોને રસી આપવામાં આવી છે. દેશમાં કુલ 69,215 સત્રોનું આયોજન કરવામાં આવ્યું છે.

 

અનુક્રમ નંબર

રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ

રસી લેનારા લાભાર્થીની સંખ્યા

1

આંદામાન અને નિકોબારના ટાપુઓ

2,727

2

આંધ્રપ્રદેશ

1,87,252

3

અરુણાચલ પ્રદેશ

9,651

4

આસામ

38,106

5

બિહાર

1,48,293

6

ચંદીગઢ

3,447

7

છત્તીસગઢ

72,704

8

દાદરા અને નગર હવેલી

692

9

દમણ અને દીવ

391

10

દિલ્હી

56,818

11

ગોવા

4,117

12

ગુજરાત

2,47,891

13

હરિયાણા

1,25,977

14

હિમાચલ પ્રદેશ

27,734

15

જમ્મુ અને કાશ્મીર

26,634

16

ઝારખંડ

40,860

17

કર્ણાટક

3,15,370

18

કેરળ

1,65,171

19

લદાખ

1,128

20

લક્ષદ્વીપ

807

21

મધ્યપ્રદેશ

2,98,376

22

મહારાષ્ટ્ર

2,69,064

23

મણીપુર

3,987

24

મેઘાલય

4,324

25

મિઝોરમ

9,346

26

નાગાલેન્ડ

3,993

27

ઓડિશા

2,06,424

28

પુડુચેરી

2,736

29

પંજાબ

57,499

30

રાજસ્થાન

3,30,797

31

સિક્કિમ

2,020

32

તમિલનાડુ

1,05,821

33

તેલંગાણા

1,68,606

34

ત્રિપુરા

29,796

35

ઉત્તરપ્રદેશ

4,63,793

36

ઉત્તરાખંડ

31,228

37

પશ્ચિમ બંગાળ

2,43,143

38

અન્ય

52,120

કુલ

37,58,843

 

નવા સાજા થયેલા દર્દીઓમાંથી 86.47% દર્દીઓ 10 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશના હોવાનું ધ્યાનમાં આવ્યું છે.

કેરળમાં એક દિવસમાં સૌથી વધુ 5,730 દર્દી સાજા થયા છે. ત્યારબાદ, છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં વધુ 1,670 દર્દી જ્યારે તમિલનાડુમાં વધુ 523 દર્દી સાજા થઇ ગયા છે.

છેલ્લા 24 કલાકમાં દેશમાં વધુ 11,427 દર્દીઓ સંક્રમિત થયા છે.

નવા સંક્રમિતોમાંથી 80.48% દર્દીઓ 5 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી છે.

કેરળમાં દૈનિક ધોરણે સૌથી વધુ 5,266 વ્યક્તિઓ સંક્રમિત થઇ છે. ત્યારબાદ, મહારાષ્ટ્રમાં એક દિવસમાં વધુ 2,585 કેસ જ્યારે કર્ણાટકમાં નવા 522 કેસ પોઝિટીવ નોંધાયા છે. ટોચના બે રાજ્યો એટલે કે કેરળ અને મહારાષ્ટ્રમાં દૈનિક ધોરણે નવા નોંધાયેલા કુલ કેસમાંથી 68.71% દર્દી હોવાનું ધ્યાનમાં આવ્યું છે.

નવા નોંધાયેલા મૃત્યુમાંથી 76.27% દર્દીઓ છ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી મૃત્યુ પામ્યા છે. મહારાષ્ટ્રમાં એક દિવસમાં સૌથી વધુ (40) મૃત્યુ નોંધાયા છે. કેરળ અને પશ્ચિમ બંગાળમાં એક દિવસમાં અનુક્રમે વધુ 21 અને 9 દર્દીના મૃત્યુ નોંધાયા છે.

SD/GP/BT


(Release ID: 1693875) Visitor Counter : 237