ગૃહ મંત્રાલય
કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે મહાન સ્વાતંત્ર્ય સેનાની નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જન્મજયંતિ નિમિત્તે તેમને શ્રદ્ધાંજલી અર્પણ કરી
શ્રી અમિત શાહે ગુવાહાટી ખાતે નેતાજીની છબી સમક્ષ પુષ્પો અર્પણ કરી સ્વાતંત્ર્ય સેનાનીને વંદન કર્યા
સુભાષબાબુ તેજસ્વી વિદ્યાર્થી, જન્મજાત દેશભક્ત, કુશળ પ્રશાસક અને સારા સંગઠનકાર તેમજ લડત આપવાનો અજોડ જુસ્સો ધરાવતા નેતા હતા, તેમના સાહસ અને હિંમતે ભારતની સ્વતંત્રતાની ચળવણને નવી તાકાત બક્ષી હતી
તેમણે વિપરિત સંજોગોમાં પણ પોતાના પ્રભાવશાળી નેતૃત્વ સાથે દેશના યુવાનોને સંગઠિત કર્યા હતા
સમગ્ર દેશ નેતાજીના શૌર્ય અને લડવાના અજેય જુસ્સાને હંમેશ માટે યાદ રાખશે
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નેતાજીની જન્મજયંતિને ‘પરાક્રમ દિવસ’ તરીકે ઉજવીને તેમને અભૂતપૂર્વ સ્મરણાંજલી અર્પણ કરી છે
સુભાષબાબુની 125મી જન્મજયંતિની ઉજવણી સમગ્ર દેશમાં પૂર્ણ ઉત્સાહ અને ઉલ્લાસ સાથે થશે જેથી આવનારી પેઢીઓ દેશ માટે નેતાજીએ આપેલા યોગદાનને લાંબા સમય સુધી યાદ રાખશે
આ પ્રેરણાથી, લાખો બાળકો દેશના વિકાસમાં યોગદાન આપી શકશે અને આવનારા દિવસોમાં રાષ્ટ્રને આત્મનિર્ભર બનાવી શકશે
Posted On:
23 JAN 2021 3:27PM by PIB Ahmedabad
કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે મહાન સ્વાતંત્ર્ય સેનાની નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જન્મજયંતિ નિમિત્તે તેમને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી. શ્રી અમિત શાહે આસામના ગુવાહાટી ખાતે આજે નેતાજીની છબી સમક્ષ પુષ્પાંજલી અર્પણ કરીને સ્વતંત્રતાની ચળવળના આ મહાન નાયકને વંદન કર્યાં હતા.
આ પ્રસંગે, કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, સુભાષબાબુ એક તેજસ્વી વિદ્યાર્થી, જન્મજાત દેશભક્ત, કુશળ પ્રશાસક અને સારા સંગઠનકાર તેમજ લડત આપવાનો અજોડ જુસ્સો ધરાવતા નેતા હતા. તેમના સાહસ અને હિંમતે ભારતની સ્વતંત્રતાની ચળવણને નવી તાકાત બક્ષી હતી. તેમણે વિપરિત સંજોગોમાં પણ પોતાના પ્રભાવશાળી નેતૃત્વ સાથે દેશના યુવાનોને સંગઠિત કર્યા હતા. તેઓ સ્વતંત્રતાની ચળવળ પ્રત્યે કટિબદ્ધ હતા અને કલકત્તાથી જર્મની સુધીનું 7,000 કિલોમીટરથી વધુ અંતર જમીનમાર્ગે કાપ્યું હતું તેમજ અંદાજે 27,000 કિલોમીટરનું અંતર સબમરીનમાં કાપ્યું હતું જે સુભાષબાબુની અજેય હિંમતનો ચિતાર આપે છે.
શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, સમગ્ર દેશ નેતાજીના શૌર્ય અને નિરંતર સંઘર્ષને હંમેશા યાદ રાખશે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નેતાજીની જન્મજયંતિને ‘પરાક્રમ દિવસ’ તરીકે ઉજવીને તેમને અભૂતપૂર્વ સ્મરણાંજલી અર્પણ કરી છે. પરાક્રમ દિવસ નિમિત્તે હું તમામ દેશવાસીઓને શુભેચ્છા પાછવું છુ. આ મહત્વપૂર્ણ દિવસની તમામ દેશવાસીઓને શુભકામના. કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, સુભાષબાબુની 125મી જન્મજયંતિની ઉજવણી સમગ્ર દેશમાં પૂર્ણ ઉત્સાહ અને ઉલ્લાસ સાથે થશે જેથી આવનારી પેઢીઓ દેશ માટે નેતાજીએ આપેલા યોગદાનને લાંબા સમય સુધી યાદ રાખશે. શ્રી અમિત શાહે એમ પણ જણાવ્યું હતું કે, આ પ્રેરણાથી, લાખો બાળકો દેશના વિકાસમાં યોગદાન આપી શકશે અને આવનારા દિવસોમાં રાષ્ટ્રને આત્મનિર્ભર બનાવી શકશે.
(Release ID: 1691728)
Visitor Counter : 169