મંત્રીમંડળ

મંત્રીમંડળે સૌર ઉર્જાના ક્ષેત્રમાં સહયોગ માટે ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચેના સમજૂતી કરાર પર હસ્તાક્ષરને મંજૂરી આપી

Posted On: 20 JAN 2021 11:50AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે સૌર ઉર્જાના ક્ષેત્રમાં સહયોગ માટે ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચે સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કરવા મંજૂરી આપી દીધી છે.

કાર્ય હેઠળના મુખ્ય ક્ષેત્રમાં ભારતની નવી અને નવીનીકરણ ઉર્જા મંત્રાલય હેઠળ રાષ્ટ્રીય સૌર ઉર્જા સંસ્થા (એનઆઈએસઈ) અને ઉઝબેકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સૌર ઉર્જા સંસ્થા (આઇએસઇઆઈ) વચ્ચે પરસ્પર ઓળખવા માટેનો સંશોધન / પ્રદર્શન / પાયલોટ પ્રોજેક્ટ છે. વિસ્તાર:

  1. સોલર ફોટોવોલ્ટેઇક
  2. સ્ટોરેજ ટેકનોલોજી
  3. ટેકનોલોજીનું સ્થાનાંતરણ

પરસ્પર કરારના આધારે બંને પક્ષ આંતરરાષ્ટ્રીય સોલર એલાયન્સ (આઈએસએ) ના સભ્ય દેશોમાં પાઇલટ પ્રોજેક્ટના અમલીકરણ અને જમાવટ માટે કામ કરશે.

 

SD/GP/BT


(Release ID: 1690280) Visitor Counter : 287