પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રી સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં સહભાગી થયા
Posted On:
18 JAN 2021 10:12PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે શ્રી સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં સહભાગી થયા હતા. આ બેઠક વીડિયો કોન્ફરન્સીંગ દ્વારા મળી હતી. ટ્રસ્ટીઓએ ટ્રસ્ટના પૂર્વ અધ્યક્ષ સ્વ.શ્રી કેશુભાઇ પટેલને શ્રદ્ધાંજલિ આપી હતી.
ટ્રસ્ટીઓએ સર્વસંમતિથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને ટ્રસ્ટના આગામી અધ્યક્ષ તરીકે પસંદ કર્યા, આથી આગામી સમયમાં માર્ગદર્શન કરી શકાય. પ્રધાનમંત્રીએ આ જવાબદારી સ્વીકારી અને ટીમ સોમનાથના પ્રયત્નોની પણ પ્રશંસા કરી હતી. તેમણે આશા વ્યક્ત કરી કે એકસાથે મળીને ટ્રસ્ટ માળખાગત સુવિધા, રહેવાની વ્યવસ્થા, મનોરંજન સુવિધાઓ અને આપણા મહાન વારસા સાથે યાત્રાળુઓની વધુ સારી રીતે જોડાણ સ્થાપિત કરવામાં વધુ સક્ષમ બનશે. બેઠક દરમિયાન સુવિધાઓ, ચાલુ પ્રવૃત્તિઓ અને પ્રોજેક્ટની સમીક્ષા પણ કરવામાં આવી હતી.
ટ્રસ્ટના કેટલાક પ્રખ્યાત ભૂતપૂર્વ અધ્યક્ષોમાં આદરણીય જામસાહેબ દિગ્વિજય સિંહજી, શ્રી કનૈયાલાલ મુનશી, ભારતના પૂર્વ પ્રધાનમંત્રી શ્રી મોરારજી દેસાઇ, શ્રી જય કૃષ્ણ હરિ વલ્લભ, શ્રી દિનેશભાઇ શાહ, શ્રી પ્રસન્નવદન મહેતા અને શ્રી કેશુભાઇ પટેલનો સમાવેશ થાય છે.
SD/GP/BT
(Release ID: 1689919)
Visitor Counter : 167
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam