ગૃહ મંત્રાલય

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે કોવિડ-19 સામે શરૂ થયેલા દુનિયાના સૌથી મોટા ઐતિહાસિક રસીકરણ અભિયાન અંગે તમામ વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના સમર્થ નેતૃત્વમાં ભારતે કોરોના સામેની જંગનો મહત્વનો તબક્કો પાર કર્યો છે

દુનિયાનું સૌથી મોટું રસીકરણ અભિયાન ભારતના વૈજ્ઞાનિકોનું અપાર સામર્થ્ય અને આપણા નેતૃત્વની તાકાત બતાવે છે

મોદીજીના નેતૃત્વમાં ‘નવું ભારત’ એ એવું ભારત છે જે આપત્તિઓને અવસરમાં અને પડકારોને સિદ્ધિઓમાં પરિવર્તિત કરે છે

‘મેડ ઇન ઇન્ડિયા’ રસી આત્મનિર્ભર ભારતના સંકલ્પનો પૂરાવો છે

ભારત એવા જૂજ દેશોમાંથી છે જે માનવજાત સમક્ષ આવેલી આ સૌથી મોટી કટોકટીનો અંત લાવવાની દિશામાં સફળ થઇ શક્યો છે

આ મહાન સિદ્ધિનું દરેક ભારતીયને ગૌરવ છે અને વૈશ્વિક ફલક પર નવા આત્મનિર્ભર ભારતનો ઉદય છે

આ ઐતિહાસિક દિવસે, આપણા તમામ કોરોના યોદ્ધાઓ પ્રત્યે હું હૃદયપૂર્વક કૃતજ્ઞતા વ્યક્ત કરું છું

Posted On: 16 JAN 2021 2:40PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે કોવિડ-19 સામે ભારતમાં શરૂ કરવામાં આવેલા વિશ્વના સૌથી મોટા રસીકરણ અભિયાનની ઐતિહાસિક ક્ષણનો સમગ્ર દેશ સાક્ષી બન્યો છે ત્યારે તમામ વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા હતા.

શ્રી અમિત શાહે કરેલી શ્રેણીબદ્ધ ટ્વીટ્સમાં જણાવ્યું હતું કે, “પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના સમર્થ નેતૃત્વમાં ભારતે કોરોના સામેની જંગનો મહત્વનો તબક્કો પાર કર્યો છે. દુનિયાનું સૌથી મોટું રસીકરણ અભિયાન ભારતના વૈજ્ઞાનિકોનું અપાર સામર્થ્ય અને આપણા નેતૃત્વની તાકાત બતાવે છે.”

શ્રી અમિત શાહે વધુમાં જણાવ્યું હતું કે, “ભારત સમગ્ર દુનિયાના એવા જૂજ દેશોમાંથી છે જે માનવજાત સમક્ષ આવેલી આ સૌથી મોટી કટોકટીનો અંત લાવવાની દિશામાં સફળ થઇ શક્યા છે. આ મહાન સિદ્ધિનું દરેક ભારતીયને ગૌરવ છે.”

તેમણે ઉમેર્યું હતું કે, આ સિદ્ધિ વૈશ્વિક ફલક પર નવા આત્મનિર્ભર ભારતનો ઉદય દર્શાવે છે.

કેન્દ્રીય ગૃહમંત્રીએ ભારપૂર્વક એમ પણ કહ્યું હતું કે, “મોદીજીના નેતૃત્વમાં ‘નવું ભારત’ એ એવું ભારત છે જે આપત્તિઓને અવસરમાં અને પડકારોને સિદ્ધિઓમાં પરિવર્તિત કરે છે.” આ ઐતિહાસિક દિવસે, તમામ કોરોના યોદ્ધાઓ પ્રત્યે હૃદયપૂર્વક કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરતા શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, ‘મેડ ઇન ઇન્ડિયા’ રસી આત્મનિર્ભર ભારતના સંકલ્પનો પૂરાવો છે.

 

SD/GP/BT

 

 


(Release ID: 1689090) Visitor Counter : 266