પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી 16 જાન્યુઆરીના રોજ ‘પ્રારંભઃ સ્ટાર્ટઅપ ઇન્ડિયા ઇન્ટરનેશનલ સમિટ’ને સંબોધિત કરશે અને સ્ટાર્ટઅપ્સના પ્રતિનિધિઓ સાથે સંવાદ કરશે

Posted On: 14 JAN 2021 3:59PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 16 જાન્યુઆરી, 2021ના રોજ સાંજે 5 વાગે વીડિયો કોન્ફરન્સ પર પ્રારંભઃ સ્ટાર્ટઅપ ઇન્ડિયા ઇન્ટરનેશનલ સમિટને સંબોધિત કરશે અને સ્ટાર્ટઅપ્સના પ્રતિનિધિઓ સાથે આદાનપ્રદાન કરશે.

આ સમિટનું આયોજન વેપારવાણિજ્ય મંત્રાલયના ઉદ્યોગ અને આંતરિક વેપારના પ્રોત્સાહન માટેના વિભાગે 15-16 જાન્યુઆરી, 2021ના રોજ કર્યું છે. પ્રધાનમંત્રીએ ઓગસ્ટ, 2018માં કાઠમંડુમાં ચોથી બિમસ્ટેક સમિટમાં જાહેરાત કર્યા પછી આ બે દિવસીય સમિટનું આયોજન થયું છે. ચોથી બિમસ્ટેક સમિટમાં ભારતે બિમસ્ટેક સ્ટાર્ટઅપ કોન્ક્લેવનું આયોજન કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

આ સમિટ પ્રધાનમંત્રીએ 16 જાન્યુઆરી, 2016ના રોજ શરૂ કરેલી સ્ટાર્ટઅપ ઇન્ડિયા પહેલની પાંચમી વર્ષગાંઠ નિમિત્તે યોજાઈ છે. 25 દેશો અને 200થી વધારે આંતરરાષ્ટ્રીય વક્તાની ભાગીદારી સાથે આ સમિટ સ્ટાર્ટઅપ ઇન્ડિયા પહેલની શરૂઆત થયા પછી ભારત સરકાર દ્વારા આયોજિત સૌથી મોટી સ્ટાર્ટઅપ કોન્ક્લેવ હશે. આ સમિટમાં 24 સેશન યોજાશે, જેમાં સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને સંયુક્તપણે વિકસાવવા અને એને મજબૂત કરવા દુનિયાભરના વિવિધ દેશોની બહુપક્ષીય ભાગીદારી વધારવા અને જોડાણને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

 

SD/GP/BT

 



(Release ID: 1688679) Visitor Counter : 231