સંસ્કૃતિ મંત્રાલય

નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જન્મજયંતિની ઉજવણી માટે પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના

Posted On: 09 JAN 2021 11:39AM by PIB Ahmedabad

નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જન્મજયંતિની ભવ્ય રીતે ઉજવણી કરવા માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી છે. આ અંગેની રાજપત્ર- અધિસૂચના આજે બહાર પાડવામાં આવી હતી.

ઉચ્ચ સ્તરીય સમિતિ એક વર્ષ લાંબી ઉજવણીની પ્રવૃત્તિઓ અંગે નિર્ણય કરશે, જેની શરૂઆત 23 જાન્યુઆરી 2021થી થશે. સમિતિના સભ્યોમાં નામાંકિત નાગરિકો, ઇતિહાસકારો, લેખકો, નિષ્ણાતો, નેતાજી સુભાષચંદ્ર બોઝના પરિવારના સભ્યો, તેમજ આઝાદ હિન્દ ફૌજ (આઈએનએ)સાથે સંકળાયેલા જાણીતા વ્યક્તિઓનો સમાવેશ થાય છે. આ સમિતિ દિલ્હી તેમજ કોલકાતા અને નેતાજી તથા આઝાદ હિન્દ ફૌજ સાથે સંકળાયેલા અન્ય સ્થળોએ, ભારત તેમજ વિદેશમાં સંચાલિત સ્મારક પ્રવૃત્તિઓનું માર્ગદર્શન કરશે.

ઉચ્ચ કક્ષાની સમિતિની રાજપત્ર- અધિસૂચના માટે અહીં ક્લિક કરો:

http://egazette.nic.in/WriteReadData/2021/224300.pdf

 

SD/GP/BT(Release ID: 1687615) Visitor Counter : 187