મંત્રીમંડળ
મંત્રીમંડળે ભારત અને જાપાન વચ્ચે "સ્પષ્ટીકૃત કુશળ કામદાર" માં ભાગીદારી માટે સમજૂતી કરાર પર હસ્તાક્ષરને મંજૂરી આપી
Posted On:
06 JAN 2021 12:05PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે ભારત અને જાપાન વચ્ચે "સ્પષ્ટીકૃત કુશળ કામદાર" ને લગતી સિસ્ટમના યોગ્ય સંચાલન માટે ભાગીદારી માટેના મૂળભૂત ઢાંચા પર સમજૂતી કરારને મંજૂરી આપી છે.
વિગતો:
હાલના સમજૂતી કરાર દ્વારા જાપાનમાં ચૌદ નિર્દિષ્ટ ક્ષેત્રોમાં કાર્ય કરવા માટે જરૂરી કુશળતા અને જાપાની ભાષાની કસોટી દ્વારા લાયકાત ધરાવતા હોય તેવા કુશળ ભારતીય કામદારોને મોકલવા જેની સ્વીકૃતિ બાદ ભારત અને જાપાન વચ્ચે ભાગીદારી અને સહકાર માટેની સંસ્થાકીય પદ્ધતિ ગોઠવવામાં આવશે. આ ભારતીય કામદારોને જાપાન સરકાર દ્વારા "નિર્દિષ્ટ કુશળ કામદાર" ના રહેઠાણ માટેનો નવો દરજ્જો આપવામાં આવશે.
અમલીકરણ વ્યૂહરચના:
આ સમજૂતી કરાર અંતર્ગત, આ એમઓસીના અમલીકરણને અનુસરવા માટે સંયુક્ત કાર્યકારી જૂથની રચના કરવામાં આવશે.
મુખ્ય અસર:
સહકાર મેમોરેન્ડમ (એમઓસી) લોકોથી લોકો સુધીના સંપર્કો, કામદારો અને કુશળ વ્યાવસાયિકોની ભારતથી જાપાન સુધીની ગતિશીલતામાં વધારો કરશે
લાભાર્થીઓ:
ચૌદ ક્ષેત્રના કુશળ ભારતીય કામદારો જેમ કે, નર્સિંગ કેર; મકાન સફાઈ; મટિરીયલ પ્રોસેસિંગ ઉદ્યોગ; ઔદ્યોગિક મશીનરી ઉત્પાદન ઉદ્યોગ; ઇલેક્ટ્રિક અને ઇલેક્ટ્રોનિક માહિતી સંબંધિત ઉદ્યોગ; બાંધકામ; શિપબિલ્ડિંગ અને શિપ સંબંધિત ઉદ્યોગ; ઓટોમોબાઈલ જાળવણી; ઉડ્ડયન; લોડીંગ; કૃષિ; માછીમારી; ફૂડ અને બેવરેજીસ મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગ અને ફૂડ સર્વિસ ઉદ્યોગને જાપાનમાં નોકરી કરવાની તકોમાં વધારો થયો હોત.
SD/GP/BT
(Release ID: 1686478)
Visitor Counter : 325
Read this release in:
Telugu
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam