સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

UKથી ભારતમાં આવેલા 20 મુસાફરોમાં SARS- CoV-2 વાયરસના નવા મ્યૂટન્ટ વેરિઅન્ટ મળી આવ્યા


સળંગ 33 દિવસથી દૈનિક ધોરણે નવા સાજા થતા દર્દીઓની સંખ્યા નવા નોંધાતા કેસની સરખામણીએ વધુ હોવાથી સક્રિય કેસોનું ભારણ ઘટ્યું

દુનિયામાં પ્રત્યેક દસ લાખની વસ્તીએ કેસ અને પ્રત્યેક દસ લાખની વસ્તીએ મૃત્યુની સૌથી ઓછી સંખ્યાવાળા દેશોમાં ભારત

Posted On: 30 DEC 2020 11:08AM by PIB Ahmedabad

UKથી ભારતમાં આવેલા મુસાફરોમાંથી 20 વ્યક્તિમાં SARS- CoV-2 વાયરસના નવા મૂટન્ટ વેરિઅન્ટ હોવાનું સામે આવ્યું છે. અગાઉ નોંધાયેલા દર્દીઓ (બેંગલુરુ ખાતે NIMHANSમાં 3, હૈદરાબાદ ખાતે CCMBમાં 2 અને પૂણે ખાતે NIVમાં 1) પણ આમાં સામેલ છે. 10  લેબોરેટરીમાં 107 નમૂનાનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું તેની વિગતો નીચે આપેલા કોષ્ટકમાં દર્શાવી છે.

ભારત સરકારે જીનોમ શ્રૃંખલા માટે 10 લેબોરેટરીને (NIBMG કોલકાતા, ILS ભૂવનેશ્વર, NIV પૂણે, CCS પૂણે, CCMB હૈદરાબાદ, CDFD હૈદરાબાદ, InSTEM બેંગલુરુ, NIMHANS બેંગલુરુ, IGIB દિલ્હી, NCDC દિલ્હી) સમાવીને INSACOG (ભારતીય SARS-CoV-2 જીનોમિક્સ કન્સોર્ટિયમ)ની રચના કરી છે. હાલમાં, સમગ્ર પરિસ્થિતિ કાળજીપૂર્વકની દેખરેખ હેઠળ છે અને ઉન્નત દેખરેખ, કન્ટેઇન્મેન્ટ, પરીક્ષણ અને INSACOG લેબોરેટરીઓને નમૂના રવાના કરવા અંગેની સલાહો નિયમિત ધોરણે રાજ્યોને આપવામાં આવી રહી છે.

 

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image00162SN.jpg

 

છેલ્લા સળંગ 33 દિવસથી દૈનિક ધોરણે નવા સાજા થઇ રહેલા દર્દીઓની સંખ્યા નવા નોંધાતા પોઝિટીવ દર્દીઓ કરતાં વધારે નોંધાઇ રહી છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 20,549 નવા દર્દીઓ કોવિડથી પોઝિટીવ થયા હોવાનું નોંધાયુ હતું. સમાન સમયગાળા દરમિયાન નવા 26,572 દર્દીઓ સાજા થયા હોવાથી સક્રિય કેસોના ભારતમાં ઘટાડો થયો છે.

 

ભારતમાં કુલ સાજા થઇ ગયેલા દર્દીની સંખ્યા આજે 98,34,141 સુધી પહોંચી ગઇ છે. સમગ્ર દુનિયામાં સૌથી વધુ આંકડો છે. સાજા થવાનો દર પણ વધીને 96%ની નજીક (95.99%) પહોંચી ગયો છે. સાજા થયેલા કેસો અને સક્રિય કેસો વચ્ચેનો તફાવત પણ સતત વધી રહ્યો (95,71,869) છે.

 

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002ZDFU.jpg

 

ભારતમાં કુલ સક્રિય કેસોનું ભારણ ઘટીને 2,62,272 થયું છે જે આજદિન સુધીમાં નોંધાયેલા કુલ પોઝિટીવ કેસમાંથી 2.56% છે. નવા સાજા થઇ રહેલા કેસોના કારણે કુલ સક્રિય કેસોમાં 6,309નો ચોખ્ખો ઘટાડો નોંધાયો છે.

વૈશ્વિક સરખામણી કરવામાં આવે તો, પ્રત્યેક દસ લાખની વસ્તીએ દુનિયામાં સૌથી ઓછી કેસ સંખ્યા (7,423) ધરાવતા દેશોમાં ભારત છે. રશિયા, ઇટાલી, UK, બ્રાઝિલ, ફ્રાન્સ અને USAમાં પ્રત્યેક દસ લાખની વસ્તીએ કેસ સંખ્યા ઘણી વધારે છે.

 

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003K297.jpg

નવા સાજા થયેલા દર્દીઓમાંથી 78.44% દર્દીઓ 10 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી નોંધાયા છે.

 

દેશમાં એક દિવસમાં સૌથી વધુ દર્દી મહારાષ્ટ્રમાં સાજા થયા છે જ્યાં નવા 5,572 નવા દર્દી સાજા થયા છે. ત્યારબાદ સર્વાધિક રિકવરીમાં કેરળ અને છત્તીસગઢમાં અનુક્રમે 5,029 અને 1,607 દર્દી સાજા થયા હોવાનું નોંધાયું છે.

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004M5WQ.jpg

 

નવા નોંધાયેલા કેસોમાંથી 79.24% દર્દી 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશમાં છે.

કેરળમાં એક દિવસમાં સૌથી વધુ 5,887 નવા કેસ નોંધાયા છે. ત્યારબાદ, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 3,018 નવા કેસ નોંધાયા છે. પશ્ચિમ બંગાળમાં પણ નવા 1,244 નવા કેસ પોઝિટીવ નોંધાયા છે.

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005YRLJ.jpg

છેલ્લા 24 કલાકમાં દેશમાં વધુ 286 દર્દીના મૃત્યુ નોંધાયા છે.

નવા મૃત્યુ પામેલા દર્દીમાંથી 79.37% દર્દીઓ દસ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશમાં નોંધાયા છે. મહારાષ્ટ્રમાં એક દિવસમાં સૌથી વધુ દર્દી (68) મૃત્યુ પામ્યા છે. ત્યારબાદ, સર્વાધિક મૃત્યુ સંખ્યા અનુક્રમે પશ્ચિમ બંગાળમાં 30 અને નવી દિલ્હીમાં 28 નોંધાઇ છે.

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image006RAEL.jpg

 

સઘન અને લક્ષિત પરીક્ષણ, પોઝિટીવ કેસોની વહેલી ઓળખ, સમયસર આઇસોલેશન અને ગંભીર કેસોના ત્વરિત હોસ્પિટલાઇઝેશન (અને સામાન્ય કેસો માટે હોમ આઇસોલેશનમાં દેખરેખ) તેમજ પ્રમાણભૂત સારવાર પ્રોટોકોલના ચુસ્ત પાલન સહિત કેન્દ્રિત પગલાંના કારણે દૈનિક મૃત્યુદર 300થી નીચે જળવાઇ રહ્યો છે.

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image007RGYW.jpg

ભારતમાં દૈનિક ધોરણે મૃત્યુની સંખ્યામાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. દુનિયામાં પ્રત્યેક દસ લાખની વસ્તીએ સૌથી ઓછા મૃત્યુઆંક (107) ધરાવતા દેશોમાં ભારત છે.

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image008M6X3.jpg

SD/GP



(Release ID: 1684606) Visitor Counter : 243