પશુ સંવર્ધન, ડેરી અને મત્સ્ય ઉછેર મંત્રાલય

વર્ષાંત સમીક્ષાઃ પશુપાલન અને ડેરી વિભાગ


આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત પશુપાલન ક્ષેત્ર સાથે સંબંધિત માળખાગત સુવધાઓના વિકાસ માટે 15,000 કરોડ રૂપિયાનું વિકાસ ભંડોળ સ્થાપિત કરવામાં આવ્યું

રાષ્ટ્રવ્યાપી કૃત્રિમ ગર્ભાધાન કાર્યક્રમનો બીજો તબક્કો શરૂ થયો, 2.64 લાખ કૃત્રિમ ગર્ભાધાન થયા, જેનો લાભ 1.73 લાખ ખેડૂતોને મળ્યો

કિસાન ક્રેડિટ કાર્ડના માધ્યમથી પીએમ-કિસાન લાભાર્થીઓને છૂટછાટના વ્યાજદરે લોન ઉપલબ્ધ કરાવવા વિશેષ અભિયાન શરૂ થયું

Posted On: 22 DEC 2020 4:05PM by PIB Ahmedabad

(1) પશુપાલન સંવર્ધન માટે માળખાગત સુવિધા વિકસાવવા માટેનું ભંડોળ (એએચઆઇડીએફ)

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર ભારત અભિયાન પ્રોત્સાહન પેકેજ અંતર્ગત પશુપાલન સંવર્ધન માટે માળખાગત સુવિધા વિકસાવવા માટે વિકાસ ભંડોળ (એએચઆઇડીએફ)ની સ્થાપના કરવાની જાહેરાત કરી છે. એએચઆઇડીએફને વ્યક્તિ ઉદ્યોગસાહસિકો, ખાનગી કંપનીઓ, એમએસએમઈ (લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગસાહસો), ખેડૂત ઉત્પાદક મંડળીઓ (એફપીઓ) અને કંપની ધારાની કલમ 8 અંતર્ગત સ્થાપિત થયેલી કંપનીઓ દ્વારા (1) ડેરી પ્રસંસ્કરણ અને મૂલ્ય સંવર્ધન માટે માળખાગત સુવિધાઓ (2) માંસના પ્રસંસ્કરણ અને મૂલ્ય સંવર્ધન માટે માળખાગત સુવિધાઓ વિકસાવવા (3) પશુ આહાર ટેકનોલોજી સ્થાપિત કરવા માટે રોકાણને પ્રોત્સાહન આપવા મંજૂરી આપવામાં આવી છે. લાયકાત ધરાવતા તમામ ઉદ્યોગો, કંપનીઓ અને મંડળીઓને 3 ટકાના વ્યાજદરે સહાય આપવામાં આવશે. અત્યાર સુધી એએચઆઇડીએફ અંતર્ગત બેંકોએ 150 કરોડ રૂપિયાની યોજનાઓ માટે લોનની મંજૂરી આપી છે. લાયકાત ધરાવતી સંસ્થાઓ લોન માટે વેબસાઇટ https://ahidf.udyamimitra.in પર ઓનલાઇન અરજી કરી શકે છે.

(2) રાષ્ટ્રવ્યાપી કૃત્રિમ ગર્ભાધાન કાર્યક્રમ (એનએઆઈપી) બીજો તબક્કો

દેશના 600 જિલ્લાઓ માટે જિલ્લાદીઠ 20,000 ગાયો માટે સરકારે સપ્ટેમ્બર, 2019માં રાષ્ટ્રવ્યાપી કૃત્રિમ ગર્ભાધાન કાર્યક્રમ શરૂ કર્યો હતો. ગાયોની જાત સુધારવા માટે કેન્દ્ર સરકારની 100 ટકા સહાયતા સાથે ચાલતો આ સૌથી મોટો કાર્યક્રમ છે. રાષ્ટ્રવ્યાપી કૃત્રિમ ગર્ભાધાન કાર્યક્રમના બીજા તબક્કામાં 90 લાખ કૃત્રિમ ગર્ભાધાન કરવામાં આવ્યાં હતાં, જેનો લાભ 32 લાખ ખેડૂતોને મળ્યો છે. એનએઆઈપીના બીજા તબક્કા અંતર્ગત અત્યાર સુધી 2.64 લાખ કૃત્રિમ ગર્ભાધાન થાય છે, જેનો લાભ 1.73 લાખ ખેડૂતોને મળ્યો છે.

(3) ડેરી ક્ષેત્ર માટે કાર્યકારી મૂડીગત લોન પર વ્યાજમાં સહાયતા

પશુપાલન અન ડેરી વિભાગે પોતાની ડેરી સાથે સંબંધિત કામગીરીઓ કરતી ડેરી સહકારી મંડળીઓ અને ખેડૂત ઉત્પાદક મંડળીઓને સહાય કરવાની યોજના (એસડીસી એન્ડ એફપીઓ) અંતર્ગત એક ઘટક સ્વરૂપે ડેરી ક્ષેત્રને કાર્યકારી મૂડીગત લોનો પર વ્યાજમાં સહાય સ્વરૂપે નવા ઘટકની શરૂઆત કરી છે. આ યોજના અંતર્ગત વ્યાજમાં સહાયતાના ઘટક અંતર્ગત 16 ઓક્ટોબર, 2020 સુધી દૂધ મંડળીઓને 8031.23 કરોડ રૂપિયાની કુલ કાર્યકારી મૂડીગત લોન માટે વ્યાજમાં સહાયતા સ્વરૂપે 100.85 કરોડ રૂપિયાની મંજૂરી આપવામાં આવી છે. 

(4) પશુપાલન અને ડેરીમાં સંકળાયેલા ખેડૂતો માટે કિસાન ક્રેડિટ કાર્ડ (કેસીસી)

કિસાન ક્રેડિટ કાર્ડના માધ્યમથી પીએમ-કિસાન યોજનાના લાભાર્થીઓને છૂટછાટના દરે લોન ઉપલબ્ધ કરાવવા માટે એક વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાનમાં પશુપાલન અને ડેરીમાં સંકળાયેલા ખેડૂતોને સામેલ કરવામાં આવ્યાં છે. એનાથી આ પ્રકારના ખેડૂતો છૂટછાટના વ્યાજદરે સંસ્થાગત લોન મેળવી શકશે. આ કાર્ડ 2.5 કરોડ ખેડૂતોને ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેના પગલે લગભગ 2 લાખ કરોડ રૂપિયાની લોનનો લાભ ખેડૂતોને મળશે. અત્યાર સુધી દૂધ ઉત્પાદક મંડળીઓ દ્વારા ડેરી સાથે સંકળાયેલા ખેડૂતોની 51.23 અરજીઓ એકત્ર કરવામાં આવી છે. એમાંથી 41.40 લાખ અરજીઓ બેંકોને મોકલવામાં આવી છે.

SD/GP



(Release ID: 1684604) Visitor Counter : 248