પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી 28 ડિસેમ્બરના રોજ 100મી કિસાન રેલને લીલીઝંડી બતાવશે

Posted On: 26 DEC 2020 7:36PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 28 ડિસેમ્બર 2020ના રોજ સાંજે 4:30 કલાકે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી મહારાષ્ટ્રના સાંગોલાથી પશ્ચિમ બંગાળના શાલીમાર સુધીના રૂટ પર 100મી કિસાન રેલને લીલીઝંડી બતાવીને રવાના કરશે. કેન્દ્રીય મંત્રી શ્રી નરેન્દ્રસિંહ તોમર અને શ્રી પીયૂષ ગોયલ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહેશે.

આ મલ્ટી-કોમોડિટી ટ્રેન સેવામાં ફુલાવર, કેપ્સિકમ, કોબીજ, સરગવો, મરચા, ડુંગળી જેવા શાકભાજી તેમજ દ્રાક્ષ, નારંગી, દાડમ, કેળા, સીતાફળ જેવા ફળો લઇ જવામાં આવશે. ઝડપથી બગડી શકે તેવી આ ચીજવસ્તુઓના લોડિંગ અને અનલોડિંગ માટે રૂટમાં આવતા તમામ સ્ટોપેજ પર મંજૂરી આપવામાં આવશે અને તેમાં કન્સાઇન્મેન્ટના કદની કોઇ જ મર્યાદા રાખવામાં આવી નથી. ભારત સરકારે ફળો અને શાકભાજીના પરિવહન પર 50% સબસિડી આપી છે.

કિસાન રેલ વિશે

પ્રથમ કિસાન રેલ 7 ઑગસ્ટ 2020ના રોજ દેવલાલીથી દાનાપૂર સુધી દોડાવવામાં આવી હતી જેને બાદમાં મુઝફ્ફરપૂર સુધી લંબાવવામાં આવી હતી. ખેડૂતો તરફથી તેને ખૂબ સારો પ્રતિભાવ મળ્યો હોવાથી તેની ફિક્વન્સી વધારીને એક સપ્તાહમાં ત્રણ દિવસ કરવામાં આવી છે.

સમગ્ર દેશમાં કૃષિ ઉપજોના ઝડપી પરિવહન માટે કિસાન રેલ પરિવર્તનકારી પૂરવાર થઇ રહી છે. તે ઝડપથી બગડી શકે તેવી ઉપજો માટે અવરોધરહિત પૂરવઠા શ્રૃંખલા પૂરી પાડે છે.

 

SD/GP/BT

 



(Release ID: 1683878) Visitor Counter : 213