સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
ભારતમાં છેલ્લા 13 દિવસથી દૈનિક ધોરણે નવા કેસની સંખ્યા 30 હજારથી ઓછી નોંધાઇ રહી છે
છેલ્લા 29 દિવસમાં દૈનિક ધોરણે સાજા થનારા દર્દીઓની સંખ્યા નવા પોઝિટીવ નોંધાતા દર્દીઓ કરતાં વધારે
Posted On:
26 DEC 2020 10:44AM by PIB Ahmedabad
દૈનિક ધોરણે નવા સાજા થતા દર્દીઓની સંખ્યામાં પ્રચંડ વૃદ્ધિની સાથે-સાથે દૈનિક નવા નોંધાતા પોઝિટીવ કેસની સતત ઓછી સંખ્યાના પરિણામે સક્રિય કેસની સંખ્યા અને મૃત્યુઆંકમાં એકધારો ધટાડો નોંધાઇ રહ્યો છે. ભારતમાં આજે કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધીને 97.5 લાખની નજીક (97,40,108) પહોંચી ગઇ છે. ભારતમાં કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા સમગ્ર દુનિયામાં સૌથી વધારે છે.
સાજા થનારા દર્દીઓની વધતી સંખ્યાના કારણે આજે સરેરાશ રિકવરી દર વધીને 95.78% થઇ ગયો છે.
ભારતમાં હાલમાં સક્રિય કેસનું ભારણ 2,81,667 છે જે દેશમાં કુલ નોંધાયેલા પોઝિટીવ કેસમાંથી માત્ર 2.77% છે.
બહેતર રાષ્ટ્રીય સ્થિતિના પગલે તમામ રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સાજા થવાનો દર 90%થી વધારે નોંધાઇ રહ્યો છે.
છેલ્લા 13 દિવસથી દૈનિક ધોરણે નવા નોંધાતા કેસની સંખ્યા 30,000થી નીચે જળવાઇ રહી છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં નવા સંક્રમિત થયેલા કેસની સંખ્યા 22,273 છે.
છેલ્લા 29 દિવસથી દેશમાં દૈનિક ધોરણે નવા સાજા થનારા દર્દીઓની સંખ્યા દૈનિક ધોરણે નવા પોઝિટીવ નોંધાતા દર્દીઓ કરતાં વધારે નોંધાઇ રહી છે. છેલ્લા 24 કલાકમાં વધુ 22,274 દર્દીઓ સાજા થઇ ગયા હોવાથી તેમને રજા આપવામાં આવી છે.
નવા સાજા થયેલા દર્દીઓમાંથી 73.56% દર્દીઓ 10 રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી નોંધાયા છે.
કેરળમાં એક દિવસમાં સૌથી વધારે 4,506 દર્દીઓ સાજા થયા હોવાનું નોંધાયું છે. ત્યારબાદ, એક દિવસમાં સૌથી વધુ રિકવરી મામલે પશ્ચિમ બંગાળ 1,954 દર્દી સાથે જ્યારે મહારાષ્ટ્રમાં 1,427 દર્દી સાથે અગ્રેસર છે.
નવા નોંધાયેલા પોઝિટીવ કેસમાંથી 79.16% નવા દર્દીઓ 10 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી નોંધાયા છે.
કેરળમાં દૈનિક ધોરણે સર્વાધિક 5,397 નવા કેસ પોઝિટીવ નોંધાય છે. તે પછી સૌથી વધુ નવા કેસ મહારાષ્ટ્રમાં 3,431 છે. પશ્ચિમ બંગાળમાં વધુ 1,541 દર્દી સંક્રમિત થયા છે.
છેલ્લા 24 કલાકમાં દેશમાં વધુ 251 લોકોના મૃત્યુ નીપજ્યાં હોવાનું નોંધાયું છે.
નવા નોંધાયેલા મૃત્યુમાંથી 85.26% દર્દીઓ દસ રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી મૃત્યુ પામ્યા છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ દર્દી (71)ના મૃત્યુ નીપજ્યાં છે. ત્યારબાદ, પશ્ચિમ બંગાળ અને દિલ્હીમાં અનુક્રમે 31 અને 30 દર્દી એક જ દિવસમાં મૃત્યુ પામ્યા હોવાનું નોંધાયું છે.
SD/GP/BT
(Release ID: 1683775)
Visitor Counter : 148
Read this release in:
Odia
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Tamil
,
Telugu