નાગરિક ઉડ્ડયન મંત્રાલય

ભારતે યુનાઈટેડ કિંગડમ આવતી જતી તમામ ફલાઈટસ સ્થગિત કરી દીધી


નવા પ્રકારનો કોરોના વાયરસ ફેલાતાં લેવાયેલુ પગલુ

22 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી ફલાઈટસ સ્થગિત કરાઈ

યુકેથી આવવા અથવા યુકે જવા નીકળી ગયેલા પેસેન્જરોએ ફરજીયાત આરટી-પીસીઆર ટેસ્ટ કરાવવો પડશે

Posted On: 21 DEC 2020 6:22PM by PIB Ahmedabad

નાગરિક ઉડ્ડયન વિભાગનો સ્વતંત્ર દરજ્જો ધરાવતા મંત્રી શ્રી હરદીપ સિંહ પુરી જણાવે છે કે યુ.કે.થી ઉપડીને ભારત આવતી ફલાઈટસ 22 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર, 2020 સુધી કામચલાઉ ધોરણે સ્થગિત કરવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે કેટલાક દેશોમાં એક નવા પ્રકારનો કોરોના વાયરસ પ્રસરી રહયાના સમાચારના પરિણામે ભારત સરકારે તમામ આવશ્યક પગલાં લેવાનો નિર્ણય કર્યો છે.

યુકેમાં નવા પ્રકારના કોવિડ- 19 વાયરસની ઉભરતી સ્થિતિને ધ્યાનમાં લઈને ભારત સરકારે તમામ જરૂરી સાવચેતીઓ અમલમાં મુકવાનો નિર્ણય કરી યુકે આવતી-જતી તમામ ફલાઈટસને 22 ડિસેમ્બર, 2020ના રોજ 23.59 કલાકથી અમલમાં આવે તે રીતે 31 ડિસેમ્બર, 2020 (23.59 કલાક સુધી) સ્થગિત કરી છે. આમ છતાં, આ નિયંત્રણ ઑલ-કાર્ગો ઓપરેશન અને ડાયરેકટર જનરલ સિવિલ એવિએશન (ડીજીસીએ) તરફથી ખાસ મંજૂર કરાયેલી ફલાઈટસને લાગુ નહી પડે.


અન્ય દેશોમાંથી સંચાલિત થઈ ભારત આવતી ફલાઈટસ યુકેથી કોઈ પેસેન્જરને ભારત લાવી શકશે નહી અને તેમણે એ વાતની ખાત્રી રાખવાની રહેશે કે યુકેથી આવતું કોઈ પણ પેસેન્જર, સીધી કે આડકતરી રીતે ભારતના કોઈ પણ સ્થળ માટે વિમાનમાં બેસી શકશે નહીં.

સાવચેતીના પગલા તરીકે યુકેથી આવતી તમામ ટ્રાન્ઝીટ ફલાઈટસના પેસેન્જર્સ (એટલે કે ફલાઈટસ કે જે ટેક- ઓફફ કરી ચૂકી હોય અથવા તો 22 ડિસેમ્બર, 2020ના રોજ 23.59 કલાક પહેલાં ભારતના કોઈ પણ એરપોર્ટ ઉપર પહોંચતી હશે)તો તેના પેસેન્જરે ફરજીયાત આરટી-પીસીઆર ટેસ્ટ કરાવવવો પડશે. આગમન વખતે પેસેન્જર કોવિડ- 19 પોઝિટિવ જણાશે તો તેમને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જારી કરેલી માર્ગરેખાઓ મુજબ ક્વોરેનાટાઈન કરવામાં આવશે અને તે માટેનો તબીબી ખર્ચ પણ તેમણે ભોગવવાનો રહેશે.  

SD/GP/BT



(Release ID: 1682509) Visitor Counter : 221