માહિતી અને પ્રસારણ મંત્રાલય
ભારતીય પેનેરોમાએ 51મા ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ, 2020ની સત્તાવાર પસંદગીઓની જાહેરાત કરી
Posted On:
19 DEC 2020 1:24PM by PIB Ahmedabad
51મા ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ દ્વારા વર્ષ 2020 માટે ભારતીય પેનેરોમા ફિલ્મોની પસંદગીની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. પસંદગી પામેલી ફિલ્મોને 16-24 જાન્યુઆરી 2021 દરમિયાન ગોવા ખાતે યોજાનારા 8 દિવસીય ફિલ્મ મહોત્સવમાં તમામ નોંધણીકૃત પ્રતિનિધિઓ અને પસંદગી પામેલી ફિલ્મોના પ્રતિનિધિઓ માટે મોટા પડદે દર્શાવવામાં આવશે.
183 સમકાલીન ભારતીય ફિલ્મોના વ્યાપક ભંડારમાંથી પસંદગી પામેલી ફિલ્મોનો સંગ્રહ ભારતીય ફિલ્મ ઉદ્યોગની જીવંતતા અને વિવિધતા પ્રતિબિંબિત કરે છે. ફીચર અને નોન-ફીચર બંનેમાં ગૌરવપૂર્ણ જ્યૂરી પેનલે તેમની વ્યક્તિગત તજજ્ઞતાનો ઉપયોગ કર્યો છે અને સર્વસંમતિ માટે સમાન પ્રમાણમાં યોગદાન આપ્યું છે જેથી ભારતીય પેનેરોમા ફિલ્મોની પસંદગી થઇ શકે.
ફીચર ફિલ્મોની જ્યૂરી પેનલમાં બાર સભ્યો છે જેનું નેતૃત્ત્વ પ્રતિષ્ઠિત ફિલ્મસર્જક, પટકથા લેખક અને નિર્માતા શ્રી જ્હોન મેથ્યૂ મેટ્ટહને કર્યું હતું. ફીચર ફિલ્મ જ્યૂરીમાં નીચે ઉલ્લેખ કરેલા સભ્યો છે જેઓ વ્યક્તિગત રીતે વિવિધ પ્રતિષ્ઠિત ફિલ્મો, ફિલ્મ સંગઠનો અને વ્યવસાયોનું પ્રતિનિધિત્વ કરે છે જ્યારે સંયુક્ત રીતે વિવિધ્યપૂર્ણ ભારતીય ફિલ્મસર્જન સમુદાયનું પ્રતિનિધિત્વ કરે છે:
- શ્રી ડોમિનિક સંગમા, ફિલ્મસર્જક અને પટકથા લેખક
- શ્રી જાદુમણી દત્તા, ફિલ્મસર્જક, પટકથા લેખક અને નિર્માતા
- શ્રીમતી કલા માસ્ટર, કોરિયોગ્રાફર
- શ્રી કુમાર સોહની, ફિલ્મસર્જક અને લેખક
- શ્રીમતી રમા વિજ, અભિનેતા અને નિર્માતા
- શ્રી રામમૂર્તિ બી, ફિલ્મસર્જક
- શ્રીમતી સંઘમિત્ર ચૌધરી, ફિલ્મસર્જક અને પત્રકાર
- શ્રી સંજય પુરનસિંહ ચૌહાણ, ફિલ્મસર્જક
- શ્રી સતિંદર મોહન, ફિલ્મ સમીક્ષક અને પત્રકાર
- શ્રી સુધાકર વસંત, ફિલ્મસર્જક અને નિર્માતા
- શ્રી ટી. પ્રસન્નકુમાર, ફિલ્મનિર્માતા
- શ્રી યુ. રાધાક્રિશ્નનન, FFSI ભૂતપૂર્વ સચિવ
ભારતીય પેનેરોમા ફીચર ફિલ્મ જ્યૂરી પેનલે 20 ફીચર ફિલ્મો (ચરિત્ર ફિલ્મો)ની પસંદગી કરી છે. ભારતીય પેનેરોમા 2020 માટે પ્રારંભિક ફીચર ફિલ્મ તરીકે જ્યૂરીએ તુષાર હિરાનંદાની દ્વારા દિગ્દર્શિત ફિલ્મ સાંડ કી આંખ (હિન્દી) પસંદ કરી છે.
51મા ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ માટે DFF આંતરિક સમિતિ દ્વારા ભારતીય ફિલ્મ સંઘ (FFI) અને પ્રોડ્યૂસર્સ ગિલ્ડની ભલામણોના આધારે ભારતીય પેનેરોમા પસંદગી અંતર્ગત મુખ્યપ્રવાહની ત્રણ ફિલ્મો પણ પસંદ કરવામાં આવી છે.
ભારતીય પેનેરોમા 2020માં પસંદ કરવામાં આવેલી 23 ફીચર ફિલ્મોની યાદી નીચે ઉલ્લેખ કર્યા અનુસાર છે:
અનુક્રમ નંબર
|
ફિલ્મનું શીર્ષક
|
ભાષા
|
દિગ્દર્શક
|
-
|
બ્રીજ
|
અસમી
|
ક્રિપાલ કલિતા
|
-
|
અવિજાત્રિક
|
બંગાળી
|
સભ્રજિત મિત્રા
|
-
|
બ્રહ્મા જાને ગોપોન કમ્મોટી
|
બંગાળી
|
અરિત્રા મુખરજી
|
-
|
અ ડોગ એન્ડ હિઝ મેન
|
છત્તીસગઢી
|
સિદ્ધાર્થ ત્રિપાઠી
|
-
|
અપ અપ એન્ડ અપ
|
અંગ્રેજી
|
ગોવિંદ નહેલાની
|
-
|
અવતરણ
|
હિન્દી
|
દુર્બા સહાય
|
-
|
સાંડ કી આંખ
|
હિન્દી
|
તુષાર હિરાનંદાની
|
-
|
પિન્કી એલ્લી?
|
કન્નડ
|
પૃથ્વી કોનાનુર
|
-
|
સેફ
|
મલયાલમ
|
પ્રદીપ કાલીપુરાયથ
|
-
|
ટ્રેન્સ
|
મલયાલમ
|
અનવર રશીદ
|
-
|
કેટ્ટીયોલાનુ એન્ટે મલાખા
|
મલયાલમ
|
નિસ્લામ બશીર
|
-
|
થાહિરા
|
મલયાલમ
|
સિદ્દક પરાવૂર
|
-
|
ઇગી કોના
|
મણીપુરી
|
બોબી વહેંગ્બાન
|
-
|
જૂન
|
મરાઠી
|
વૈભવ ખિશ્તી અને સુહરુદ ગોડબોલે
|
-
|
પ્રવાસ
|
મરાઠી
|
શશાંક ઉડપુરકર
|
-
|
કરખાનીસાંચી વારી
|
મરાઠી
|
મંગેશ જોશી
|
-
|
કાલીરા અતિતા
|
ઓડિયા
|
નીલા મધાબ પાન્ડા
|
-
|
નમો
|
સંસ્કૃત
|
વિજીશ મણી
|
-
|
થાએન
|
તમિલ
|
ગણેશ વિનાયકન
|
-
|
ગૌથમ
|
તેલુગુ
|
કિરણ કોન્ડામદુગુલા
|
|
મુખ્યપ્રવાહ સીનેમાની પસંદગી
|
|
|
-
|
અસુરાં
|
તમિલ
|
વેત્રી મારન
|
-
|
કપ્પેલા
|
મલયાલમ
|
મહંમદ મુસ્તફા
|
-
|
છીછોરે
|
હિન્દી
|
નિતેશ તિવારી
|
નોન-ફીચર ફિલ્મો
ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવના ભારતીય પેનેરોમામાં ભારતીય ફિલ્મ ઉદ્યોગના નોન-ફીચર વિભાગ સાથે સંકળાયેલા પ્રતિષ્ઠિત જ્યૂરીના સભ્યો દ્વારા પસંદ કરવામાં આવેલી સામાજિક રીતે અને સૌંદર્યલક્ષી જીવંત એવી સમકાલિન ફિલ્મોનો સમૂહ પણ સમાવી લેવામાં આવ્યો છે.
51મા ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં, ભારતીય પેનેરોમા હેઠળ પસંદ કરવામાં આવેલી નોન-ફીચર ફિલ્મોને 16થી 24 જાન્યુઆરી 2021 દરમિયાન ગોવા ખાતે દર્શાવવામાં આવશે.
વિવિધ 143 સમકાલિન ભારતીય નોન-ફીચર ફિલ્મોના ભંડારમાંથી પસંદ કરવામાં આવેલી ફિલ્મોનો સમૂહ આપણાં ઉભરતા અને સ્થાપિત ફિલ્મસર્જકોની ભારતીય સમકાલિન મૂલ્યોને પ્રતિબિંબત કરવા માટે દસ્તાવેજીકરણ, શોધ અને મનોરંજનની તેમની ક્ષમતાઓનું ઉદાહરણ પૂરું પાડે છે.
નોન-ફીચર ફિલ્મોની ન્યૂરીમાં સાત સભ્યો સમાવી લેવામાં આવ્યા છે જેમનું નેતૃત્ત્વ પ્રતિષ્ઠિત ફીચર અને દસ્તાવેજી ફિલ્મસર્જક શ્રી હૌબમ પબમ કુમારે કર્યું હતું. આ જ્યૂરીના સભ્યો નીચે ઉલ્લેખ કર્યા અનુસાર છે:
- શ્રી અતુલ ગંગવાર, દિગ્દર્શક, પટકથા લેખક અને નિર્માતા
- શ્રી જ્વંગદાઓ બોડાસા, ફિલ્મસર્જક
- શ્રી મંદાર તાલૌલીકર, ફિલ્મસર્જક
- શ્રી સાજિન બાબુ, ફિલ્મસર્જન
- શ્રી સતિષ પાંડે, નિર્માતા અને દિગ્દર્શક
- શ્રીમતી વૈજયંતિ આપ્ટે, સ્ક્રિપ્ટ લેખક અને નિર્માતા
જ્યૂરીએ ભારતીય પેનેરોમા 2020માં પ્રારંભિક નોન-ફીચર ફિલ્મ તરીકે અંકિત કોઠારી દ્વારા દિગ્દર્શિત પાંચિકા ફિલ્મને પસંદ કરી છે.
51મા ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ 2020માં ભારતીય પેનેરોમા વિભાગમાં પસંદ કરવામાં આવેલી તમામ 20 નોન-ફીચર ફિલ્મોની સંપૂર્ણ યાદી નીચે આપવામાં આવી છે.
નોન-ફીચર ફિલ્મોની યાદી
અનુક્રમ નંબર
|
ફિલ્મનું નામ
|
દિગ્દર્શક
|
ભાષા
|
1.
|
100 યર્સ ઓફ ક્રાયસોટોમ- અ બાયોગ્રાફિકલ ફિલ્મ
|
બ્લેસ્સિલ્પે થોમસ
|
અંગ્રેજી
|
2.
|
અહિંસા- ગાંધી: ધ પાવર ઓફ ધ પાવરલેસ
|
રમેશ શર્મા
|
અંગ્રેજી
|
3.
|
કેટડોગ
|
અસ્મીતા ગુહા નેવગી
|
હિન્દી
|
4.
|
ડ્રામા ક્વિન્સ
|
સોહિની દાસગુપ્તા
|
અંગ્રેજી
|
5.
|
ગ્રીન બ્લેકબેરીઝ
|
પૃથ્વીરાગ દાસગુપ્તા
|
નેપાળી
|
6.
|
હાઇવેઝ ઓફ લાઇફ
|
મૈબમ અમરજિતસિંહ
|
મણીપુરી
|
7.
|
હોલી રાઇટ્સ
|
ફરહાખાતુન
|
હિન્દી
|
8.
|
ઇન અવર વર્લ્ડ
|
શ્રીધર બીએસ (શ્રેડ શ્રીધર)
|
અંગ્રેજી
|
9.
|
ઇન્વેસ્ટિંગ લાઇફ
|
વૈશાલી વસંત કેંડાલે
|
અંગ્રેજી
|
10.
|
જાદૂ
|
શૂરવીર ત્યાગી
|
હિન્દી
|
11.
|
જટ આઇ બસંત
|
પ્રમાતી આનંદ
|
પહાડી/હિન્દી
|
12.
|
જસ્ટિસ ડિલેઇડ બટ ડિલિવર્ડ
|
કમાખ્યા નારાયણસિંહ
|
હિન્દી
|
13.
|
ખીસા
|
રાજ પ્રિતમ મોરે
|
મરાઠી
|
14.
|
ઓરુ પથીરા સ્વપ્નમ પોલ
|
શરન વેણુગોપાલ
|
મલયાલમ
|
15.
|
પાંચિકા
|
અંકિત કોઠારી
|
ગુજરાતી
|
16.
|
પંઢારા ચીવડા
|
હિમાંશુસિંહ
|
મરાઠી
|
17.
|
રાધા
|
બિમલ પોદ્દાર
|
બંગાળી
|
18.
|
શાંતાબાઇ
|
પ્રતિક ગુપ્તા
|
હિન્દી
|
19.
|
સ્ટીલ અલાઇવ
|
ઓનકાર દિવાકર
|
મરાઠી
|
20.
|
ધ 14th ફેબ્રુઆરી એન્ડ બિયોન્ડ
|
ઉત્પલ કલાલ
|
અંગ્રેજી
|
(Release ID: 1682060)
Visitor Counter : 364