ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય
મંત્રીમંડળે શેરડીના ખેડૂતો માટે આશરે 3500 કરોડ રૂપિયાની સહાયતાને મંજૂરી આપી (ગન્ના કિસાન)
આ સહાયતા શેરડીના ખેડૂતોના ખાતામાં સીધી જમા થશે
આ નિર્ણય દ્વારા પાંચ કરોડ શેરડીના ખેડૂતો અને તેમના આશ્રિતો તેમજ સાથે-સાથે ખાંડની ફેક્ટરીઓ અને સંલગ્ન અન્ય પ્રવૃત્તિઓમાં સંકળાયેલ પાંચ લાખ શ્રમિકોને લાભ મળશે
Posted On:
16 DEC 2020 3:34PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલ આર્થિક બાબતોની કેન્દ્રીય સમિતિની બેઠકે શેરડીનું ઉત્પાદન કરતાં ખેડૂતો માટે આશરે 3500 કરોડ રૂપિયાની સહાયતા આપવાની મંજૂરી આપી દીધી છે.
વર્તમાન સમયમાં, ભારતમાં પાંચ કરોડની આસપાસ શેરડીના ઉત્પાદક ખેડૂતો અને તેમના આશ્રિતો રહેલા છે. આ ઉપરાંત, ખાંડના કારખાનાઓમાં અને અન્ય સંલગ્ન પ્રવૃત્તિઓમાં આશરે પાંચ લાખ શ્રમિકો કાર્યરત છે; અને તેમની રોજગારી ખાંડ ઉદ્યોગ ઉપર નિર્ભર છે.
ખેડૂતો તેમની શેરડી ખાંડના કારખાનાઓને વેચે છે, આમ છતાં, ખેડૂતોને ખાંડના કારખાનાના માલિકો પાસેથી બાકીના પૈસા નથી મળતા કારણ કે તેમની પાસે પહેલાથી જ ખાંડનો વધુ જથ્થો રહેલો હોય છે. આ સમસ્યાને પહોંચી વળવા માટે સરકાર ખાંડના જથ્થાને બહાર કાઢવામાં સહાયતા કરી રહી છે. તેનાથી શેરડીના ખેડૂતોને તેમના બાકીના પૈસા મેળવવામાં મદદ મળશે. સરકાર આ હેતુ માટે આશરે 3500 કરોડ રૂપિયાનો ખર્ચ વહોરશે અને આ સહાયતા ખાંડના કારખાના તરફથી શેરડીના બાકી રહેતા નાણાં માટે ખેડૂતોના ખાતામાં સીધી જમા કરવામાં આવશે અને જો કોઈ બાકી નાણાં વધશે તો તેને કારખાનાના ખાતામાં સીધા જમા કરવામાં આવશે.
આ સબસિડીનો ઉદ્દેશ્ય ખાંડના કારખાના દ્વારા ખાંડની સિઝન 2020-21 માટે અધિકતમ સ્વીકારી નિકાસ ક્વોટા (MAEQ) અંતર્ગત 60 લાખ મેટ્રિક ટન સુધી ખાંડની નિકાસ કરવા ઉપર તેના વહીવટ, સુધારા અને અન્ય પ્રક્રિયા મૂલ્ય ખર્ચ તેમજ આંતરરાષ્ટ્રીય અને આંતરિક પરિવહન તેમજ માલવાહક ભાડા ખર્ચ સહિત તેની ઉપર થનાર કુલ બજાર કિંમતને પૂરી કરવાનો છે.
આ નિર્ણય દ્વારા પાંચ કરોડ શેરડીના ખેડૂતો અને તેમના પરિવારો તેમજ ખાંડના કારખાના તથા અન્ય સંલગ્ન પ્રવૃત્તિઓમાં જોડાયેલ શ્રમિકોને લાભ મળશે.
SD/GP/BT
(Release ID: 1681107)
Visitor Counter : 174
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Telugu
,
Kannada