પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી શાવકત મિર્ઝિયોયેવ વચ્ચે વર્ચ્યુઅલ સમિટ

Posted On: 09 DEC 2020 6:00PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી શાવકત મિર્ઝિયોયેવ વચ્ચે 11 ડિસેમ્બર 2020ના રોજ વર્ચ્યુઅલ સમિટ યોજાશે.

ભારત અને મધ્ય એશિયન દેશ વચ્ચે આ પહેલી દ્વિપક્ષીય ‘વર્ચ્યુઅલ સમિટ’ બેઠક હશે. નેતાઓ કોવિડ પછીના વિશ્વમાં ભારત-ઉઝબેકિસ્તાન સહયોગને મજબૂત કરવા સહિતના દ્વિપક્ષીય સંબંધોના સંપૂર્ણ ક્ષેત્ર વિશે ચર્ચા કરશે. તેઓ પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ વિચારોનું આદાન-પ્રદાન કરશે.

ભારત અને ઉઝબેકિસ્તાને તાજેતરના ભૂતકાળમાં ઉચ્ચ સ્તરીય વિનિમય જાળવવાનું ચાલુ રાખ્યું છે. 2015 અને 2016માં પ્રધાનમંત્રી મોદીની ઉઝબેકિસ્તાનની મુલાકાતો અને 2018 અને 2019માં રાષ્ટ્રપતિ મિર્ઝિયોયેવની ભારતની મુલાકાતઓએ વ્યૂહાત્મક ભાગીદારીને નવી ગતિશીલતા આપી છે.

વર્ચ્યુઅલ સમિટ સાથે સુસંગત એવા બંને સરકાર વચ્ચેના કેટલાક કરારો / એમ.ઓ.યુ. સાથે સંપન્ન થશે એવી અપેક્ષા છે.

 

SD/GP/BT


(Release ID: 1679633)