મંત્રીમંડળ

મંત્રીમંડળે આત્મનિર્ભર ભારત રોજગાર યોજના (એબીઆરવાય)ને મંજૂરી આપી

Posted On: 09 DEC 2020 3:42PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને મંત્રીમંડળે આત્મનિર્ભર ભારત પેકેજ 3.0 હેઠળ કોવિડ-19 મહામારીમાંથી ફરી બેઠા થવાના તબક્કા દરમિયાન સંગઠિત ક્ષેત્રમાં રોજગાર વધારવા અને નવા રોજગારની તકોના સર્જનને પ્રોત્સાહન આપવા આત્મનિર્ભર ભારત રોજગાર યોજના (એબીઆરવાય)ને મંજૂરી આપી છે.

મંત્રીમંડળે ચાલુ નાણાંકીય વર્ષ માટે રૂા. 1,584 કરોડના ખર્ચને તેમજ યોજનાના સમગ્ર ગાળા એટલે કે વર્ષ 2020-23 માટે રૂા. 22,810 કરોડના ખર્ચને મંજૂરી આપી છે.

યોજનાના મુખ્ય મુદ્દા મુજબ છે:

  1. ભારત સરકાર 01 ઑક્ટોબર, 2020ના રોજથી 30મી જૂન, 2021ના રોજ સુધીના ગાળામાં નવા કર્મચારીઓને નોકરીએ રાખવા માટે બે વર્ષ માટે સબસિડી આપશે.
  2. ભારત સરકાર બે વર્ષ માટે 1000 કર્મચારીઓ સુધીનો રોજગાર આપતા એકમમાં નવા કર્મચારીઓના એમ્પ્લોઇ પ્રોવિડંટ ફંડ પેટે કર્મચારીઓનો 12 ટકાનો ફાળો તેમજ નોકરીદાતાનો 12 ટકાનો ફાળો, બંને, એટલે કે પ્રોવિડંટ ફંડ પેટે 24 ટકા વેતન ચૂકવશે.
  3. 1000 કર્મચારીઓથી વધુ સંખ્યા ધરાવતા એકમમાં નવા કર્મચારીઓને રોજગાર આપવામાં આવશે તો ભારત સરકાર બે વર્ષ સુધી એમ્પ્લોઇ પ્રોવિડંટ ફંડમાંનો ફક્ત કર્મચારીનો 12 ટકાનો હિસ્સો ચૂકવશે.
  4. દર મહિને રૂા. 15,000થી ઓછું વેતન મેળવતો કર્મચારી, જે પહેલી ઑક્ટોબર, 2020ના રોજ અગાઉ એમ્પ્લોઇઝ પ્રોવિડંટ ફંડ ઓર્ગેનાઈઝેશન (ઈપીએફઓ) સાથે નોંધણી ધરાવતા કોઈ એકમ (કંપની) સાથે કામ કરતો હોય અને તે 01 ઑક્ટોબર, 2020ના રોજ પહેલા યુનિવર્સલ એકાઉન્ટ નંબર કે ઈપીએફ મેમ્બર એકાઉન્ટ નંબર ધરાવતો હોય તે લાભ મેળવવાને પાત્ર રહેશે નહીં.
  5. કોઈ પણ ઈપીએફ સભ્ય, જે યુનિવર્સલ એકાઉન્ટ નંબર (યુએએન) ધરાવતા હોય અને માસિક રૂા. 15,000થી ઓછું વેતન મેળવતા હોય અને જો તે 01.03.2020થી 30.09.2020 સુધીમાં કોવિડ મહામારી દરમિયાન રોજગારમાંથી મુક્ત થયા હોય અને 30.09.2020 સુધીમાં કોઈ પણ ઈપીએફનું આવરણ આપતી કંપની સાથે રોજગાર માટે જોડાયેલા હોય, તેઓ પણ લાભ મેળવી શકશે.
  6. ઈપીએફઓ યોગદાનની રકમ ઈલેક્ટ્રોનિક પદ્ધતિએ સભ્યોના આધાર સાથે જોડાયેલા ખાતામાં જમા કરશે.
  7. યોજનાના અમલ માટે ઈપીએફઓ એ સોફ્ટવેર વિકસાવશે અને પ્રક્રિયા પણ ઘડશે, જે તેમના પક્ષેથી પારદર્શી અને જવાબદેહી હશે.
  8. એબીઆરવાય હેઠળ ઉપલબ્ધ થતા લાભ ઈપીએફઓ દ્વારા અમલી અન્ય કોઈ પણ યોજના સાથે બેવડાય નહીં તે સુનિશ્ચિત કરવા માટે ઈપીએફઓ કાર્યપદ્ધતિ અને સાધનો ગોઠવશે.

SD/GP/BT


(Release ID: 1679393) Visitor Counter : 418