પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી અને ફ્રાંસના રાષ્ટ્રપતિ મહામહિમ ઇમેન્યુઅલ મેક્રોન વચ્ચે ટેલીફોનિક સંવાદ
Posted On:
07 DEC 2020 10:10PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ફ્રાંસના રાષ્ટ્રપતિ મહામહિમ ઇમેન્યુઅલ મેક્રોન સાથે ટેલિફોન પર વાતચીત કરી
પ્રધાનમંત્રીએ ફ્રાંસમાં થયેલા આતંકવાદી હુમલા બદલ રાષ્ટ્રપતિ મેક્રોનને પોતાની સંવેદના વ્યક્ત કરી અને આતંકવાદ, ઉગ્રવાદ અને કટ્ટરપંથીતા સામેની લડતમાં ફ્રાન્સને ભારતના સંપૂર્ણ સમર્થનનો પુનરોચ્ચાર કર્યો.
નેતાઓએ પરસ્પર હિતના તથા દ્વિપક્ષીય, પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ ચર્ચા કરી, જેમાં કોવિડ-19ની રસીઓ પરવડે તે રીતે ઉપલબ્ધતા અને સુગમતામાં સુધારો, કોવિડ પછીની આર્થિક સદ્ધરતાની પુનઃપ્રાપ્તિ, ભારત-પ્રશાંત ક્ષેત્રમાં સહયોગ, દરિયાઇ સુરક્ષા, સંરક્ષણ સહયોગ, ડિજિટલ અર્થતંત્ર અને સાયબર સુરક્ષા, બહુપક્ષીકરણ અને હવામાન પરિવર્તન અને જૈવવિવિધતાને મજબૂત બનાવવી તે વિશે ચર્ચા કરી
બંને નેતાઓએ ભારત-ફ્રાન્સ વ્યૂહાત્મક ભાગીદારીએ તાજેતરના વર્ષોમાં પ્રાપ્ત કરેલી ઘનિષ્ઠતા અને બળ અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો અને કોવિડ પછીના યુગમાં સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખવા સંમત થયા હતા.
પ્રધાનમંત્રીએ જાહેર આરોગ્યની સ્થિતિ સામાન્ય થયા પછી ભારતમાં રાષ્ટ્રપતિ મેક્રોનને આવકારવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.
SD/GP/BT
(Release ID: 1679006)
Visitor Counter : 242
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam