સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

સક્રિય કેસના ભારણમાં (4.74%) સતત ઘટાડો જળવાઇ રહ્યો છે


છેલ્લા 1 મહિનામાં કર્ણાટક, મહારાષ્ટ્ર, કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશમાં મહત્તમ સંખ્યામાં સક્રિય કેસ ઘટ્યા

ભારતમાં કુલ પરીક્ષણોની સંખ્યા 14 કરોડના સીમાચિહ્નને પાર

Posted On: 30 NOV 2020 12:02PM by PIB Ahmedabad

છેલ્લા 24 કલાકમાં, ભારતમાં માત્ર 38,772 નવા દર્દીઓ કોવિડ-19થી સંક્રમિત થયા હોવાની પુષ્ટિ થઇ છે. આટલા જ સમયગાળામાં, ભારતમાં નવા 45,333 દર્દીઓ સાજા થઇ ગયા હોવાથી સક્રિય કેસના ભારણમાં 6,561 દર્દીઓનો ઘટાડો નોંધાયો છે.

ભારતમાં સક્રિય કેસની સંખ્યામાં ઘટાડાનું વલણ સતત જળવાઇ રહ્યું હોવાના કારણે હાલમાં સક્રિય કેસની સંખ્યા ઘટીને 4,46,952 થઇ ગઇ છે. ભારતમાં આજદિન સુધીમાં નોંધાયેલા કુલ પોઝિટીવ કેસમાંથી માત્ર 4.74% સક્રિય કેસ છે.

નવા પોઝિટીવ નોંધાયેલા કેસની સંખ્યા સામે નવા સાજા થયેલા દર્દીઓ વધારે હોવાથી આજે દર્દીઓ સાજા થવાનો દર પણ વધીને 93.81% નોંધાયો હતો. કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધીને 88,47,600 સુધી પહોંચી ગઇ છે. સાજા થયેલા દર્દીઓ અને સક્રિય કેસ વચ્ચેના તફાવતમાં પણ એકધારો વધારો થઇ રહ્યો છે અને હાલમાં આ અંતર વધીને 84,00,684 એટલે કે સક્રિય કેસની સરખામણીએ 19.8 ગણુ વધારે છે.

છેલ્લા એક મહિનામાં કર્ણાટક, મહારાષ્ટ્ર, કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશમાં સૌથી વધુ સંખ્યામાં સક્રિય કેસમાં ઘટાડો નોંધાયો છે.

બીજી તરફ, મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ, દિલ્હી, હરિયાણા અને રાજસ્થાનમાં સક્રિય કેસનું ભારણ વધી રહ્યું છે.

કોવિડ સામેની જંગમાં ભારતે આજે કુલ પરીક્ષણોની સંખ્યા 14 કરોડથી આગળ વધારીને એક સીમાચિહ્નરૂપ મુકામ પાર કર્યું છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં 8,76,173 પરીક્ષણો કરવામાં આવ્યા છે. હાલમાં ભારતમાં દૈનિક પરીક્ષણોની ક્ષમતા વધીને 15 લાખ થઇ ગઇ છે.

છેલ્લા 24 કલાકમાં નવા નોંધાયેલા કેસમાંથી 78.31% દર્દીઓ માત્ર દસ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં છે.

કેરળમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધારે એટલે કે 5,643 નવા દર્દીઓ પોઝિટીવ નોંધાયા છે. ત્યારબાદ મહારાષ્ટ્રમાં 5,544 નવા દર્દી નોંધાયા છે. દિલ્હીમાં ગઇકાલે વધુ 4,906 દર્દીઓ સંક્રમિત થયા હોવાનું નોંધાયું છે.

નવા સાજા થયેલા દર્દીઓમાંથી 76.94% દર્દીઓ દસ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી નોંધાયા છે.

દિલ્હીમાં એક જ દિવસમાં સૌથી વધારે 6,325 દર્દીઓ કોવિડમાંથી સાજા થઇ ગયા છે. ત્યારબાદ કેરળમાં વધુ 5,861 દર્દી સાજા થયા હોવું નોંધાયું છે જ્યારે મહારાષ્ટ્રમાં નવા 4,362 દર્દી સાજા થયા છે.

છેલ્લા 24 કલાકમાં દેશમાં મૃત્યુ પામેલા 443 કેસમાંથી 78.56% દર્દીઓ દસ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી છે. ભારતનો રાષ્ટ્રીય સરેરાશ મૃત્યુદર ઘટીને 1.45% થઇ ગયો છે જે દુનિયામાં પ્રત્યેક દસ લાખની વસ્તીએ સૌથી સૌથી ઓછા મૃત્યુ (હાલમાં 99.4) પૈકી એક છે.

નવા મૃત્યુ નોંધાયેલા કેસમાંથી 19.18% એટલે કે 85 દર્દીઓ મહારાષ્ટ્રમાં મૃત્યુ પામ્યા છે. દિલ્હીમાં વધુ 68 દર્દીઓ જ્યારે પશ્ચિમ બંગાળમાં વધુ 54 દર્દીઓ મૃત્યુ પામ્યા હોવાનું નોંધાયું છે.

 

SD/GP/BT


(Release ID: 1677156) Visitor Counter : 220