માનવ સંસાધન વિકાસ મંત્રાલય

કેન્દ્રીય શિક્ષણ મંત્રીએ શિક્ષણ મંત્રાલયની વિવિધ યોજનાઓ અને કાર્યક્રમો અંગે ઉચ્ચ-સ્તરીય સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી

Posted On: 26 NOV 2020 2:55PM by PIB Ahmedabad

કેન્દ્રીય શિક્ષણમંત્રી શ્રી રમેશ પોખરિયાલ 'નિશંકેઆજે શિક્ષણ મંત્રાલયની વિવિધ યોજનાઓ અને કાર્યક્રમો અંગે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી. સચિવ શ્રી  અમિત ખરે, સચિવ શ્રીમતી અનિતા કરવાલ અને મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ બેઠકમાં હાજર રહ્યા હતા.

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0019D64.jpg

કેન્દ્રીય મંત્રી શ્રી પોખરિયાલે યુજીસીને નિર્દેશ આપ્યો કે તમામ શિષ્યવૃત્તિ, ફેલોશિપ સમયસર હસ્તાંતરિત કરવામાં આવે અને તે માટે હેલ્પલાઈન શરૂ થાય. તેમણે વિદ્યાર્થીઓની તમામ ફરિયાદોનું તાત્કાલિક નિવારણ લાવવાનો પણ નિર્દેશ આપ્યો હતો.

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002NFQ7.jpg

તકનીકી શિક્ષણ શરૂ કરવાનો અંતિમ નિર્ણય લેવામાં આવ્યો ખાસ કરીને માતૃભાષામાં શિક્ષણ આપતા એન્જિનિયરિંગના અભ્યાસક્રમો આગામી શૈક્ષણિક વર્ષથી ખોલવામાં આવશે. કેટલીક આઈઆઈટી અને એનઆઈટી એ માટે પસંદ  કરવામાં આવી રહી  છે.

મંત્રીશ્રીએ કહ્યું કે મંત્રાલયના તમામ અધિકારીઓ રાષ્ટ્રિય શિક્ષણ નીતિના યોગ્ય અમલીકરણની ખાતરી કરવા માટે કાર્ય કરી રહ્યા છે, જેનો લક્ષ્ય તથા હેતુ દેશમાં વિદ્યાર્થીઓના સર્વગ્રાહી વિકાસ તથા શિક્ષણ પ્રણાલીના પરિવર્તનનો છે.

એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે રાષ્ટ્રીય કસોટી એજન્સી વિવિધ બોર્ડમાં હાલના સંજોગોનું મૂલ્યાંકન કર્યા પછી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેના અભ્યાસક્રમો બહાર પાડશે. શિક્ષણ મંત્રાલય દ્વારા વિદ્યાર્થી, વાલીઓ અને શિક્ષકો પાસેથી આગામી વર્ષે કેવી રીતે અને ક્યારે પરીક્ષાઓ લેવી તે અંગેના અભિપ્રાયો મેળવવા માટે અભિયાન શરૂ કરવામાં આવશે તેવું પણ નક્કી કરાયું હતું.

 

SD/GP/BT


(Release ID: 1676059) Visitor Counter : 295