પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓના કાવતરાને નિષ્ફળ બનાવવા બદલ સુરક્ષા દળોનો આભાર માન્યો
Posted On:
20 NOV 2020 4:11PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓના કાવતરાને નિષ્ફળ બનાવવા બદલ સુરક્ષા દળોનો આભાર માન્યો છે, જેમણે જમ્મુ-કાશ્મીરમાં પાયાના સ્તરની લોકશાહી કવાયતોને લક્ષ્યાંક બનાવી છે.
પ્રધાનમંત્રીએ ટ્વિટ કર્યું હતું કે “પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા 4 આતંકવાદીઓના કાવતરાને નિષ્ફળ બનાવવાની સાથે તેમની પાસે રહેલા શસ્ત્રો અને વિસ્ફોટકોના વિશાળ જથ્થાની હાજરી સૂચવે છે કે મોટા પાયે વિનાશ સર્જવાના તેમના પ્રયત્નો ફરી એકવાર નિષ્ફળ ગયા છે."
શ્રી મોદીએ જણાવ્યું કે “અમારા સુરક્ષા દળોએ ફરી વાર બહાદુરી અને વ્યાવસાયીકરણ પ્રદર્શિત કર્યું છે. તેમની જાગૃતતાનો આભાર, તેઓએ જમ્મુ-કાશ્મીરમાં પાયાના સ્તરની લોકશાહી કવાયતોને લક્ષ્યાંક બનાવવાના એક નકારાત્મક કાવતરાને હરાવી દીધું છે."
SD/GP/BT
(Release ID: 1674420)
Visitor Counter : 275
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam