સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ભારતે 46મા દિવસે દૈનિક કેસ કરતાં વધુ દૈનિક સાજા થયેલા કેસની સંખ્યા નોંધાવી


50 હજારથી ઓછા દૈનિક નવા કેસનો અગિયારમો દિવસ

Posted On: 18 NOV 2020 12:43PM by PIB Ahmedabad

ભારતમાં દૈનિક નવા સાજા થયેલા કેસની વધુ સંખ્યાનું અખંડ વલણ ચાલુ રેહતાં 1.5 મહિનાથી વધુ સમય માટે દૈનિક નવા કેસની સરખામણીએ યાથવત છે. સતત અગિયારમા દિવસે દેશમાં દૈનિક 50,000 કરતાં ઓછા કેસ નોંધાયા છે.

છેલ્લા 24 કલાકમાં 38,617 નવા કેસની સરખાણીએ 44,739 લોકો કોવિડ-19 માંથી સાજા થયા છે, જેના પરિણામે સક્રિય કેસના ભારણમાં 6,122નો ચોખ્ખો ઘટાડો થયો છે જે હવે 4,46,805 છે. આજની તારીખ સુધીના સક્રિય કેસનું ભારણમાં કુલ કોવિડ-19 કેસના ફક્ત 5.01% છે.

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0015D3N.jpg

છેલ્લા ઘણા અઠવાડિયાથી સરેરાશ દૈનિક કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002HXUA.jpg

વૈવિધ્યસભર નાગરિક જૂથોમાં કોવિડ યોગ્ય વર્તણૂકના સફળ પ્રસાર ઉપરાંત, આ વલણ વ્યાપક મહત્વ ધરાવે છે કારણ કે યુરોપ અને અમેરિકાના ઘણા દેશો કોવિડ-19 પોઝિટિવ કેસની સંખ્યામાં ઉછાળો જોવા મળી રહ્યો છે.

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0030KUL.jpg

સાજા થવાનો દર આજે વધીને 93.52% થયો છે. કુલ સાજા થયેલા કેસની સંખ્યા 83,35,109 થઇ ગઈ છે.

નવા સાજા થયેલા કેસોમાંથી 74.98% દસ રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા યોગદાન આપવામાં આવે છે.

કોવિડમાંથી 6,620 લોકો સાજા થતાં કેરળમાં સૌથી વધુ રિકવરી જોવા મળી હતી. મહારાષ્ટ્રમાં 5,123 દૈનિક રિકવરી નોંધાઈ છે જ્યારે દિલ્હીમાં 4,421 નવી રિકવરી નોંધાઈ છે.

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0041QJN.jpg

નવા કેસમાંથી દસ રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોએ 76.15% નું યોગદાન આપ્યું છે.

દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં 6,396 કેસ નોંધાયા છે. કેરળમાં 5,792 નવા કેસ નોંધાયા છે જ્યારે ગઈકાલે પશ્ચિમ બંગાળમાં 3,654 નવા કેસ નોંધાયા છે.

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005PVT6.jpg

છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા 474 મૃત્યુઆંકમાંથી 78.9% દસ રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશના છે.

નવા નોંધાયેલા મૃત્યુઆંકમાંથી 20.89% મૃત્યુ દિલ્હીના છે જેમાં 99 લોકોનાં મૃત્યુ થયા છે. મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળમાં અનુક્રમે 68 અને 52 નવા મૃત્યુ થાય છે.

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image006HSSR.jpg

 

SD/GP/BT



(Release ID: 1673694) Visitor Counter : 185