રાષ્ટ્રપતિ સચિવાલય

રાષ્ટ્રપતિએ દેશવાસીઓને દિવાળીની પૂર્વ સંધ્યાએ શુભકામનાઓ પાઠવી

Posted On: 13 NOV 2020 6:11PM by PIB Ahmedabad

રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે દેશવાસીઓને દિવાળીની પૂર્વ સંધ્યાએ શુભકામનાઓ પાઠવી છે.

રાષ્ટ્રપતિએ પોતાના સંદેશમાં જણાવ્યું હતું કે દિવાળીના શુભ અવસરે હું તમામ દેશવાસીઓ અને વિદેશમાં વસતા તમામ ભારતીયોને હાર્દિક  શુભકામનાઓ અને શુભેચ્છાઓ પાઠવું છું.

વિવિધ ધર્મો અને પંથના લોકો દ્વારા ઉજવવામાં આવતો આ તહેવાર દેશના લોકોની એકતા, સદ્ભાવના અને બંધુત્વને મજબૂત કરે છે. તે માનવતાની સેવા તરફ અગ્રેસર થવા માટે પ્રેરિત કરે છે.

આવો સંકલ્પ કરીએ કે જે રીતે એક પ્રગટેલો દીવો અનેક દીવાઓને પ્રજ્જવલિત કરી શકે છે, તે જ રીતે આપણે સમાજના નિર્ધન, અસહાય અને જરૂરિયાતમંદ લોકોના જીવનમાં ખુશીઓ પ્રસરાવતા આશા અને સમૃદ્ધિનું દીપ બનીએ. દિવાળી સ્વચ્છતાનો પણ ઉત્સવ છે એટલે આપણે પ્રદૂષણથી મુક્ત, પર્યાવરણને અનુકૂળ અને સ્વચ્છ દિવાળી ઉજવીને પ્રકૃતિનું સમ્માન કરીએ.

મારી કામના છે કે ખુશીઓ અને પ્રકાશનું આ મહાપર્વ દેશના દરેક ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો સંચાર કરે.

 

SD/GP/BT


(Release ID: 1672781) Visitor Counter : 243