કૌશલ્ય વિકાસ અને ઉદ્યમિતા મંત્રાલય
સ્કિલ ઇન્ડિયાએ ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન અંતર્ગત 6 રાજ્યોમાં પસંદ કરેલા 116 જિલ્લાઓમાંથી 3 લાખ પરપ્રાંતીય કામદારોને તાલીમ આપવાનું શરૂ કર્યું
Posted On:
12 NOV 2020 5:32PM by PIB Ahmedabad
- પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના (પીએમકેવીવાય) 2016-2020ના ઘટક કેન્દ્ર સરકાર પ્રાયોજિક અને કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત (સીએસસીએમ) અંતર્ગત માગ-આધારિત કૌશલ્ય તાલીમ આપવામાં આવે છે
- 6 રાજ્યોમાં 116 જિલ્લાઓમાં 200થી વધારે તાલીમ પાર્ટનર્સ તાલીમ આપે છે
આદરણીય પ્રધાનમંત્રીની ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન (જીકેઆરએ)માંથી માર્ગદર્શન અને પ્રેરણા મેળવીને કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રાલય (એમએસડીઇ)એ ઉત્તરપ્રદેશ, બિહાર, રાજસ્થાન, ઓડિશા, મધ્યપ્રદેશ અને ઝારખંડમાં પસંદ કરાયેલા 116 જિલ્લાઓમાં 3 લાખ પરપ્રાંતીય કામદારોને કૌશલ્યની તાલીમ આપવાની શરૂઆત કરી છે. આ પહેલનો ઉદ્દેશ પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના (પીએમકેવીવાય) 2016-2020ના કેન્દ્ર સરકાર પ્રાયોજિત અને કેન્દ્રીય વ્યવસ્થાપન થતાં (સીએસસીએમ) ઘટક અંતર્ગત અભિગમ દ્વારા કોવિડ પછીના ગાળામાં માગ પર આધારિત કૌશલ્ય સાથે પરપ્રાંતીય કામદારો અને ગ્રામીણ લોકોને સક્ષમ બનાવવાનો છે. એમએસડીઇએ આ જિલ્લાઓમાં સંબંધિત જિલ્લા કલેક્ટર/જિલ્લા મેજિસ્ટ્રેટ/ડેપ્યુટી કમિશનર સાથે જોડાણમાં 125 દિવસની અંદર કૌશલ્ય પ્રદાન કરવા માટે કાર્યક્રમ શરૂ કર્યો છે. પસંદ કરાયેલા જિલ્લાઓમાં કેટલાંક ભાગોમાં તાલીમ કાર્યક્રમ શરૂ થઈ ગયો છે અને બાકીના ભાગોમાં મહિના દરમિયાન તબક્કાવાર રીતે આ કાર્યક્રમ શરૂ થઈ જશે.
એમએસડીઇના નેજાં હેઠળ રાષ્ટ્રીય કૌશલ વિકાસ નિગમ (એનએસડીસી)એ પીએમકેવીવાય 2016-20 કે રાજ્ય સરકારની યોજનાઓ અંતર્ગત હાલના તાલીમ પ્રદાતાઓ અને પ્રોજેક્ટ અમલીકરણ સંસ્થાઓ દ્વારા તાલીમ કાર્યક્રમનો અમલ કર્યો છે. ટૂંકા ગાળાની તાલીમ (એસટીટી) અંતર્ગત 1.5 લાખ પરપ્રાંતીય કામદારોને તાલીમ આપવામાં આવે છે અને અન્ય 1.5 લાખ પરપ્રાંતીય કામદારોને રેકગ્નિશન ઓફ પ્રાયોર લર્નિંગ (આરપીએલ) યોજના અંતર્ગત પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે. આ જિલ્લાઓમાં સ્થાનિક રોજગારી માટે માગમાં વધારો કરવાની તથા તાલીમના ઉદ્દેશ માટે પરત ફરેલા પરપ્રાંતીય કામદારોને સક્રિય કરવાની કામગીરી જિલ્લા વહીવટીતત્રએ હાથ ધરી છે. કૌશલ્ય મંત્રાલય જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ભલામણને આધારે સ્થાનિક ઉદ્યોગની માગ મુજબ વિવિધ રોજગારી માટે કૌશલ્યની તાલીમ આપવાના પ્રયાસો કરી રહ્યું છે.
દેશમાં ગ્રામીણ વિકાસ માટે કૌશલ્ય અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવાની જરૂરિયાત પર ભાર મૂકવા કેન્દ્રીય કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રી ડો. મહેન્દ્રનાથ પાંડેએ કહ્યું હતુ કે, “સ્કિલ ઇન્ડિયા અભિયાનનું મૂળભૂત પાસું કૌશલ્ય વિકાસ દ્વારા ગ્રામીણ વિકાસને પ્રોત્સાહન આપવાનું છે, કારણ કે કુલ કામદારોનો 70 ટકા હિસ્સો ગ્રામીણ ભારતમાંથી આવે છે. કૌશલ્યની ઇકોસિસ્ટમમાં વિવિધ ભાગીદારો વચ્ચે સતત સમન્વયની જરૂર છે, જેથી ઉદ્યોગની બદલાતી જરૂરિયાતને અનુસાર ગ્રામીણ કામદારો પૂરા પાડી શકાય. આ જ સ્કિલ ઇન્ડિયા અભિયાનનું વિઝન છે. આપણે વર્કફોર્સના સ્થળાંતરણ પછીની અસરોની ભરપાઈ કરવા પ્રાદેશિક સ્તરે ઉદ્યોગ માટે જરૂરી રોજગારીનું સર્જન કરવાની વધતી જરૂરિયાતો પર એકબીજાના પૂરક બનવાની અને આપણી જાતને પુનઃસજ્જ કરવાની જરૂર છે. આપણા અર્થતંત્રની કરોડરજ્જુ પરપ્રાંતીય કુશળ કામદારોની સહિયારી ક્ષમતા છે. અમે પરપ્રાંતીય કુશળ કામદારો માટે શ્રેષ્ઠ અને લાંબા ગાળાની આજીવિકાની તકોનું સર્જન કરવા સ્થાનિક માગ આધારિત કૌશલ્ય વિકાસ કાર્યક્રમો પર ધ્યાન કેન્દ્રિત કરવા કટિબદ્ધ છીએ.”
આ ઓળખ કરાયેલા જિલ્લાઓમાં તાલીમ પ્રદાતાઓની સ્કિલ ઇન્ડિયા પોર્ટલ પર માન્યતા અને જોડાણ તથા ત્યારબાદ વ્યવસ્થા આધારિત લક્ષ્યાંકની મંજૂરી મળ્યા બાદ કૌશલ્ય તાલીમ અને અભિગમુખ કાર્યક્રમ શરૂ થશે. આ 6 રાજ્યોમાં જે પ્રકારની કામગીરીની માગ છે, એમાં આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિશયન, સ્વરોજગારી મેળવતા દરજી, રિટેલ સેલ્સ એસોસિએટ, કસ્ટમર કેર એક્ઝિક્યુટિવ (કોલ સેન્ટર), સ્યૂઇંગ મશીન ઓપરેટર અને જનરલ ડ્યુટી આસિસ્ટન્ટ વગેરે સામેલ છે. જીકેઆરએ ટૂંકા ગાળાની તાલીમ (એસટીટી)નો ભાગ હોવાથી એસટીટી-સીએસસીએમ-પીએમકેવીવાય 2016-20 મુજબ લાયકાત ધરાવતા ઉમેદવારોને તમામ લાભ મળવા પાત્ર છે. લાયકાત ધરાવતા ઉમેદવારોને માર્ગદર્શિકા મુજબ, કન્વેયન્સ સપોર્ટ, બોર્ડિંગ અને લોજિંગ, પ્લેસમેન્ટ પછી સપોર્ટ, સહાય ચીજવસ્તુઓ અને અન્ય જરૂરિયાત માટે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (ડીબીટી) મળે છે.
સ્કિલ ઇન્ડિયાની મુખ્ય પીએમકેવીવાય અંતર્ગત ટૂંકા ગાળાની તાલીમ (એસટીટી)નો ઉદ્દેશ શાળા/કોલેજનો અભ્યાસ અધૂરો રહેલો હોય કે બેરોજગાર હોય એવા યુવાનોને વિવિધ ક્ષેત્રો અને કામગીરી માટે તાલીમ પ્રદાન કરવાનો છે. તાલીમ કાર્યક્રમનો સમયગાળો કામગીરી મુજબ અલગઅલગ હોય છે, જે 150થી 300 કલાક વચ્ચે હોય છે. રેકગ્નિશન ઓફ પ્રાયોર લર્નિંગ (આરપીએલ) પ્રોગ્રામ ઔપચારિક સેટિંગની બહાર પ્રાપ્ત જાણકારીના મૂલ્યને ઓળખે છે અને વ્યક્તિની કુશળતા માટે સરકારી પ્રમાણપત્ર પ્રદાન કરે છે. ઉમેદવારોને ડિજિટલ અને નાણાકીય સાક્ષરતાનો પરિચય થાય છે તથા ત્રણ વર્ષ માટે નિઃશુલ્ક એક્સિડન્ટલ વીમાકવચ પ્રાપ્ત થાય છે. આરપીએલ કાર્યક્રમમાં સહભાગી થવા માટે ઉમેદવાર પાસેથી કોઈ ફી લેવામાં આવતી નથી અને દરેક સફળ પ્રમાણિત ઉમેદવારને રૂ. 500 મળે છે.
અત્યાર સુધી કૌશલ્ય મંત્રાલયે પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના (પીએમકેવીવાય) 2016-2020 અંતર્ગત 92 લાખથી વધારે ઉમેદવારોને તાલીમ આપી છે.
SD/GP/BT
(Release ID: 1672622)
Visitor Counter : 512