ગૃહ મંત્રાલય
ગૃહ મંત્રાલયે પ્રવૃત્તિઓ ફરી શરૂ કરવા અંગેની માર્ગદર્શિકા લંબાવી
સતર્કતા સાથે અગ્રેસર થવાનો અભિગમ
રાજ્ય સરકારો/કેન્દ્રશાસિત પ્રદેશોને કોવિડને અનુરૂપ અભિગમ લાગુ કરવાની સલાહ
Posted On:
27 OCT 2020 3:38PM by PIB Ahmedabad
- ગૃહ મંત્રાલય (એમએચએ)એ 30.09.2020ના રોજ જાહેર કરેલી રિ-ઓપનિંગ (વિવિધ પ્રવૃત્તિઓ ફરી શરૂ કરવા) માટેની માર્ગદર્શિકાને આજે 30.11.2020 સુધી જાળવી રાખવાનો ઓર્ડર જાહેર કર્યો હતો.
- કન્ટેઇન્મેન્ટ ઝોનની બહાર વિવિધ પ્રવૃત્તિઓને ફરી શરૂ કરવી
- ગૃહ મંત્રાલયે 24 માર્ચ, 2020ના રોજ લોકડાઉનનું પગલું લેવા પહેલો આદેશ બહાર પાડ્યા પછી અત્યાર સુધી કન્ટેઇન્મેન્ટ ઝોનની બહારના વિસ્તારોમાં લગભગ તમામ પ્રકારની પ્રવૃત્તિઓ તબક્કાવાર રીતે ફરી શરૂ થઈ ગઈ છે. જ્યારે મોટા ભાગની પ્રવૃત્તિઓની મંજૂરી આપવામાં આવી છે, ત્યારે લોકો મોટી સંખ્યામાં સંકળાયેલા હોય એવી કેટલીક પ્રવૃત્તિઓને કેટલાંક નિયંત્રણો સાથે છૂટ આપવામાં આવી છે અને SOPsને આધિન છે, જેનું સ્વાસ્થ્ય અને સલામતીના તકેદારીના પગલાંના સંબંધમાં પાલન કરવામાં આવે છે. આ પ્રવૃત્તિઓમાં સામેલ છે – મેટ્રો રેલ; શોપિંગ મોલ; હોટેલ, રેસ્ટોરન્ટ અને હોસ્પિટાલિટી સેવાઓ; ધાર્મિક સ્થળો; યોગા અને તાલીમ સંસ્થાઓ; જિમ્નાસિયમ; સિનેમા; મનોરંજન પાર્ક વગેરે
- ચોક્કસ પ્રકારની પ્રવૃત્તિઓના સંબંધમાં, જે કોવિડનાં ઇન્ફેક્શનનું પ્રમાણમાં ઊંચું જોખમ ધરાવે છે, એના માટે રાજ્ય સરકારો/કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારોને ફરી શરૂ કરવા માટે નિર્ણયો લેવાની છૂટ આપવામાં આવી છે, જેઓ સ્થિતિસંજોગોની સમીક્ષા કરીને અને SOPsના પાલનને ધ્યાનમાં લઈને નિર્ણય લેશે. આ પ્રકારની પ્રવૃત્તિઓમાં સામેલ છે – શાળાઓ અને કોચિંગ સંસ્થાઓ; સંશોધક સ્કોલર્સ માટે સરકારી અને ખાનગી યુનિવર્સિટીઓ; 100થી વધારે લોકોને એકત્ર થવાની મંજૂરી આપવી વગેરે
- ગૃહ મંત્રાલયે 30.09.2020ના રોજ અગાઉ જાહેર કરેલી માર્ગદર્શિકા પછી નીચેની પ્રવૃત્તિઓને પણ કેટલાંક નિયંત્રણો સાથે મંજૂરી આપવામાં આવી છેઃ
- ગૃહ મંત્રાલયની મંજૂરી સાથે પેસેન્જરોને આંતરરાષ્ટ્રીય હવાઈ પ્રવાસની મંજૂરી
- રમતવીરોની તાલીમ માટે સ્વિમિંગ પૂલોનો ઉપયોગ કરવાની છૂટ
- iii. બિઝનેસ ટૂ બિઝનેસ (બી2બી) ઉદ્દેશો માટે પ્રદર્શન હોલનો ઉપયોગ કરવાની છૂટ
- iv. સિનેમા/થિયેટર/મલ્ટિપ્લેક્સને તેમની બેઠક ક્ષમતાના 50 ટકા સાથે છૂટ
- સામાજિક/શૈક્ષણિક/સ્પોર્ટ્સ/મનોરંજન/સાંસ્કૃતિક/ધાર્મિક/રાજકીય સમારંભો તથા અન્ય મેળાવડાઓ; બંધ જગ્યાઓમાં હોલની ક્ષમતાના મહત્તમ 50 ટકા સાથે અને 200 વ્યક્તિની ટોચમર્યાદાને આધિન.
ઉપરોક્ત પ્રવૃત્તિઓ સાથેના સંબંધમાં વધુ નિર્ણય સ્થિતિસંજોગોની સમીક્ષાને આધારે લેવામાં આવશે.
- કોવિડનો સામનો કરવા માટે ઉચિત અભિગમ
- તબક્કાવાર રીતે આર્થિક સહિત વિવિધ પ્રવૃત્તિઓને ફરી હાથ ધરવા પાછળનો વિચાર અગ્રેસર થવાનો છે. જોકે એનો અર્થ એ નથી કે રોગચાળાનો અંત આવી ગયો છે. એટલે દરેક નાગરિકે તેમના રોજિંદા ક્રમમાં કોવિડ-19નો સામનો કરવા ઉચિત અભિગમ અપનાવીને પર્યાપ્ત સાવચેતી રાખવાની જરૂર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા 8 ઓક્ટોબર, 2020ના રોજ કોવિડ-19નો સામનો કરવા ઉચિત અભિગમ અપનાવવા એક ‘જન આંદોલન’ શરૂ કરવામાં આવ્યું છે, જેમાં નીચેના ત્રણ મંત્રો અનુસરવામાં આવશે, જે નીચે મુજબ છેઃ
- તમારો માસ્ક ઉચિત રીતે ધારણ કરો;
- અવારનવાર તમારા હાથ ધુઓ; અને
- iii. 6 ફીટનું સલામત અંતર જાળવો.
- વિવિધ પ્રવૃત્તિઓ ફરી શરૂ કરવામાં આવી છે, જેને સફળતા મળે અને રોગચાળાને ઘટાડવા અત્યાર સુધી હાથ ધરવામાં આવેલા પગલાનો લાભ ગુમાવવો ન પડે એ માટે નાગરિકો વચ્ચે શિસ્ત અને પોતીકાપણાની ભાવના સ્થાપિત થાય એની તાતી જરૂર છે.
- ગૃહ મંત્રાલયે તમામ રાજ્ય સરકારો/કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવો/વહીવટદારોને સલાહ આપી છે કે, તેમણે પાયાના સ્તરે વિસ્તૃતપણે કોવિડ-19નો સામનો કરવા ઉચિત અભિગમને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરવો પડશે તથા નાગરિકો માસ્ક પહેરે, સ્વચ્છ હાથ જાળવે અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરે એ માટે વિવિધ પગલાં લેવા પડશે.
કોવિડ-19ના વ્યવસ્થાપન માટે રાષ્ટ્રીય સૂચનાઓ
- કોવિડ-19 મેનેજમેન્ટ માટે રાષ્ટ્રીય સૂચનાઓનું પાલન આખા દેશમાં ચાલુ રહેશે, જેથી કોવિડ-19નો સામનો કરવા માટે ઉચિત અભિગમ લાગુ થાય.
કન્ટેઇન્મેન્ટ ઝોનમાં 30 નવેમ્બર, 2020 સુધી લોકડાઉનનો કડક અમલ
- કન્ટેઇન્મેન્ટ ઝોનની અંદર 30 નવેમ્બર, 2020 સુધી લોકડાઉનનો કડકપણે અમલ જળવાઈ રહેશે.
- સંક્રમણની સાંકળ અસરકારક રીતે તોડવાના ઉદ્દેશ સાથે MoHFWની માર્ગદર્શિકાનો વિચાર કર્યા પછી જિલ્લા સત્તામંડળો દ્વારા કન્ટેઇન્મેન્ટ ઝોનને અંકિત કરવામાં આવશે. આ કન્ટેઇન્મેન્ટ ઝોનમાં નિયંત્રણ માટેના કડક પગલાંનો અમલ લાગુ થશે અને ફક્ત આવશ્યક પ્રવૃત્તિઓને મંજૂરી આપવામાં આવશે.
- કન્ટેઇમેન્ટ ઝોનની અંદર નિયત હદવિસ્તારમાં કડક નિયંત્રણ જાળવવામાં આવશે અને ફક્ત આવશ્યક પ્રવૃત્તિઓને મંજૂરી આપવામાં આવશે.
- આ કન્ટેઇન્મેન્ટ ઝોનને સંબંધિત જિલ્લા કલેક્ટરો અને રાજ્ય સરકારો/કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારની વેબસાઇટ પર અધિસૂચિત કરવામાં આવશે તથા MoHFWને માહિતી આપવામાં આવશે.
કન્ટેઇન્મેન્ટ ઝોનની બહાર રાજ્ય સરકારો કોઈ પણ સ્થાનિક લોકડાઉન લાગુ નહીં કરે
- રાજ્ય સરકારો/કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારો કેન્દ્ર સરકારની પૂર્વમંજૂરી વિના કન્ટેઇન્મેન્ટ ઝોનની બહાર કોઈ પણ સ્થાનિક લોકડાઉન (રાજ્ય/જિલ્લા/પેટાડિવિઝન/શહેર/ગ્રામીણ સ્તરે) લાગુ નહીં કરી શકે.
આંતર-રાજ્ય અને રાજ્યની અંદર આવનજાવન પર કોઈ નિયંત્રણ નહીં
- વ્યક્તિઓ અને ચીજવસ્તુઓની આંતર-રાજ્ય અને રાજ્યની અંદર અવરજવર પર કોઈ નિયંત્રણ લાગુ નહીં થાય. આ પ્રકારની અવરજવર માટે અલગથી મંજૂરી/સંમતિ/ઇ-પરમિટ લેવાની જરૂર નહીં પડે.
જોખમકારક સ્થિતિ ધરાવતી વ્યક્તિઓ માટે રક્ષણ
- જોખમકારક સ્થિતિ ધરાવતી વ્યક્તિઓ એટલે કે 65 વર્ષથી વધારે વ્યક્તિઓ, કોઈ પણ બીમારી ધરાવતી વ્યક્તિઓ, ગર્ભવતી મહિલાઓ અને 10 વર્ષથી ઓછી વય ધરાવતા બાળકોને ઘરે રહેવાની સલાહ આપવામાં આવી છે, સિવાય કે આવશ્યક જરૂરિયાતો હોય અને સ્વાસ્થ્ય સંબંધિત ઉદ્દેશો માટે મળવાનું જરૂરી હોય.
આરોગ્યસેતુનો ઉપયોગ
- આરોગ્ય સેતુ મોબાઇલ એપ્લિકેશનના ઉપયોગને પ્રોત્સાહન આપવાનું જાળવી રાખવામાં આવશે.
SD/GP/BT
(Release ID: 1667866)
Visitor Counter : 372
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam