પ્રધાનમંત્રીનું કાર્યાલય
‘ગ્રાન્ડ ચેલેન્જીસ વાર્ષિક બેઠક 2020’ માં પ્રધાનમંત્રીના મુખ્ય સંબોધનનો મૂળપાઠ
Posted On:
19 OCT 2020 9:51PM by PIB Ahmedabad
નમસ્તે,
મેલિન્ડા અને બિલ ગેટસ, મારી કેબિનેટમાં કેન્દ્રિય મંત્રી, ડૉ. હર્ષવર્ધન, સમગ્ર દુનિયામાંથી સામેલ થઈ રહેલા ડેલિગેટસ, વૈજ્ઞાનિકો, સંશોધકો, ઈનોવેટર્સ અને વિદ્યાર્થીઓ, મિત્રો, 16મી ગ્રાન્ડ ચેલેન્જીસની વાર્ષિક બેઠકમાં હું તમારી સાથે જોડાવા બદલ આનંદ અનુભવુ છું.
મિત્રો, આ બેઠક ભારતમાં ભૌતિક સ્વરૂપે યોજાવાની હતી પણ હવે બદલાયેલા સંજોગોમાં તે વર્ચ્યુઅલી યોજાઈ રહી છે. ટેકનોલોજીની એક એવી શક્તિ છે કે જે વૈશ્વિક મહામારીને કારણે આપણને અળગા રાખી શકતી નથી. આ કાર્યક્રમ તેના મૂળ કાર્યક્રમ મુજબ ચાલુ થયો છે. તે ગ્રાન્ડ ચેલેન્જીસ સમુદાયની કટિબધ્ધતા દર્શાવે છે. તે કશુંક અપનાવવાની અને ઈનોવેટ કરતા રહેવાની પણ કટિબધ્ધતા દર્શાવે છે.
મિત્રો,
જે સમાજ વિજ્ઞાન અને ઈનોવેશનમાં રોકાણ કરશે તેમનુ ભવિષ્ય બની રહેશે. પણ, આ બધુ ટૂંકી દ્રષ્ટિની તરાહ ઉપર થઈ શકે નહીં. આ માટે અગાઉથી વિજ્ઞાન અને ટેકનોલોજીમાં મૂડીરોકાણ કરવાનુ આવશ્યક બની રહે છે, અને એવુ કરીએ તો જ આપણે યોગ્ય સમયે તેના લાભ મેળવી શકીએ તેમ છે. સમાન પ્રકારે આ ઈનોવેશન્સ તરફની મજલને લોકોની સામેલગીરી અને સહયોગ મારફતે આકાર મળવો જોઈએ. વિજ્ઞાન ટુકડે ટુકડે સમૃધ્ધ બની શકતુ નથી. ગ્રાન્ડ ચેલેન્જીસ પ્રોગ્રામ આ પ્રાકૃતિક લક્ષણ સારી રીતે સમજ્યુ છે. આ કાર્યક્રમનો વ્યાપ ખૂબ જ પ્રશંસાપાત્ર છે. આ ઉપરાંત તમે અન્ય ક્ષેત્રે પણ જે પહેલ હાથ ધરી છે તે કામગીરી પ્રશંસા પાત્ર છે.
છેલ્લા 15 વર્ષમાં તમે વૈશ્વિક સ્તરે કેટલાંક રાષ્ટ્રો સાથે જોડાયા છો. તમે જે મુદ્દાઓનો નિકાલ લાવો છો તે ભિન્ન પ્રકારના છે. તમે એન્ટીમાઈક્રોબાયલ રેઝિસ્ટન્સ, માતા અને બાળકના આરોગ્ય, કૃષિ, પોષણ તથા WaSH એટલે કે પાણી, સફાઈ અને આરોગ્ય અંગેના જાહેર સ્વચ્છતા શાસ્ત્રનો સમાવેશ થાય છે.
મિત્રો, વૈશ્વિક મહામારીએ આપણને વધુ એક વાર ટીમ વર્કનુ મહત્વ સમજાવ્યુ છે. હકિકતમાં રોગોને તેમની ભૌગોલિક સરહદો હોતી નથી. રોગ ક્યારેય ધર્મ, જાતિ, સ્ત્રી- પુરૂષ, કે રંગનો ભેદભાવ કરતી નથી. હું જ્યારે રોગની વાત કરૂ છું, ત્યારે મહામારીની વર્તમાન સ્થિતિ અંગેની જ વાત કરી રહ્યો નથી. ઘણા સ્પર્શથી અને એ સિવાય પણ ફેલાતા રોગો છે, જેની લોકોને અને ખાસ કરીને તેજસ્વી યુવકોને વ્યાપક અસર થાય છે.
મિત્રો, ભારતમાં એક મજબૂત અને ધબકતો વૈજ્ઞાનિક સમુદાય છે. અમારે ત્યાં પણ સારી વિજ્ઞાન સંસ્થાઓ છે. તે બધી, ખાસ કરીને છેલ્લા થોડા મહિનાઓથી, કોવિડ-19 સામેની લડતમાં લાગી ગઈ છે, તે કન્ટેઈનમેન્ટથી માંડીને ક્ષમતા નિર્માણ સુધીની કામગીરીમાં ભારતની મહામૂલી મૂડી સામાન બની રહી છે અને તેમણે ભારે અચરજ સર્જે તેવાં કામો કર્યાં છે.
મિત્રો, ભારતના કદ, વ્યાપ અને વિવિધતા અંગે વૈશ્વિક સમુદાયોમાં હંમેશાં ભારે કુતૂહલ રહ્યુ છે. અમારો દેશ કદની દ્રષ્ટિએ અમેરિકાની કુલ વસતી કરતાં 4 ગણો મોટો છે. અમારાં ઘણાં રાજ્યોમાં યુરોપિયન યુનિયનના દેશો જેટલી વસતી છે. પરંતુ લોકોની શક્તિ તથા લોક લક્ષી અભિગમને કારણે ભારત કોવિડ- 19ને કારણે થઈ રહેલા મૃત્યુ દરને ખૂબ નીચો રાખી શક્યુ છે. આજે દૈનિક કેસની સંખ્યામાં અને તેના વૃધ્ધિ દરમાં પણ ઘટાડો નોંધાઈ રહ્યો છે. ભારત સાજા થવાનો સૌથી વધુ દર ધરાવતાં દેશોમાં સમાવેશ પામે છે અને ભારતમાં સાજા થવાનો દર 88 ટકા જેટલો છે. આવુ થઈ શક્યુ કારણ કે ભારત સૌ પ્રથમ વાર સુગમ લૉકડાઉન અપનાવનાર પ્રથમ દેશોમાં સમાવેશ પામે છે. ભારતનો સમાવેશ માસ્ક પહેરવા માટે પ્રોત્સાહન આપનારા દેશામાં પણ થાય છે. ભારત અસરકારક રીતે સંપર્ક ટ્રેસીંગનુ કામ કરી રહ્યુ હતું. ભારતનો એવા દેશોમાં પણ સમાવેશ થાય છે કે જેમણે સૌથી પહેલાં રેપીડ એન્ટીજન ટેસ્ટની પ્રથા લાગુ કરી હતી. ભારતે ટેકનોલોજીના ઉપયોગથી સીઆરઆઈએસપીઆર (CRISPR) પણ ઈનોવેટ કર્યુ છે.
મિત્રો, ભારત હાલમાં કોવિડની રસી શોધવામાં પણ મોખરે છે. અમારા દેશમાં 30થી વધુ રસી સ્થાનિક ધોરણે વિકસાવવામાં આવી રહી છે. તેમાંની ત્રણ તો અગ્રીમ તબક્કામાં છે. અમે માત્ર આટલેથી જ અટકયા નથી. ભારત સારી રીતે રસીની ડિલીવરી સિસ્ટમ વિકસાવવાના કામમાં લાગી ગયુ છે. અમારા નાગરિકોના રસીકરણ માટે, ડિજીટાઈઝ નેટવર્કની સાથે-સાથે ડિજિટલ હેલ્થ આઈડીનો પણ ખાત્રીપૂર્વક ઉપયોગ કરવામાં આવશે.
મિત્રો, કોવિડ સિવાય પણ ભારત ગુણવત્તા ધરાવતી દવાઓ અને રસીનુ ઓછી કિમતે ઉત્પાદન કરવાની તેની પૂરવાર થયેલી ક્ષમતાને કારણે વિખ્યાત છે. દુનિયામાં રસીકરણ માટે ઉપયોગમાં લેવાતી 60 ટકા રસીનુ ભારતમાં ઉત્પાદન થાય છે. અમે તેમાંની સ્વદેશી રોટાવાયરસ રસીનો અમારા ઈન્દ્રધનુષ રસીકરણ કાર્યક્રમમાં સમાવેશ કર્યો છે. લાંબા ગાળે સારાં પરિણામો આપનારી અને લાંબુ ચાલનારી મજબૂત ભાગીદારીનુ આ એક સફળ ઉદાહરણ છે. આ ચોકકસ કામગીરીનો ગેટસ ફાઉન્ડેશન પણ હિસ્સો બની રહ્યુ છે. ભારતનો અનુભવ તથા તેની સંશોધન પ્રતિભાને કારણે અમે હેલ્થકેર માટેના વૈશ્વિક પ્રયાસોના કેન્દ્રમાં હોઈશું. અમે અન્ય રાષ્ટ્રોને પણ આ ક્ષેત્રોમાં તેમની ક્ષમતા વધારવા માટે સહાય કરી રહ્યા છીએ.
મિત્રો, છેલ્લા 6 વર્ષમાં અમે એવી ઘણી પહેલ હાથ ધરાઈ છે કે જેને કારણે અમે બહેતર હેલ્થકેર પ્રણાલી માટે યોગદાન આપી રહ્યા છીએ. આરોગ્યલક્ષી સ્વચ્છતા (સેનિટેશન) જેવા વિષયની જ વાત કરીએ તો સફાઈમાં વધારો, ટોયલેટનો વધુ વ્યાપ, આ બધુ કોને મદદરૂપ બને છે ? તે ગરીબ અને વંચિત લોકોને સહાયક બને છે. તેનાથી રોગોમાં ઘટાડો થાય છે. તેનાથી સૌથી વધુ મદદ તો મહિલાઓને થાય છે.
મિત્રો, હવે અમે એ બાબત સુનિશ્ચિત કરી રહ્યા છીએ કે દેશના દરેક ઘરને પાઈપથી પીવાનુ પાણી મળી રહે. આનાથી રોગોમાં વધુ ઘટાડો થશે. અમે, ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં વધુ મેડિકલ કોલેજો સ્થાપી રહ્યા છીએ. તેનાથી અમારા ગામડાંમાં આરોગ્યની સંભાળની સુવિધા વધશે. આના કારણે યુવાનોને વધુ તક હાંસલ થશે. અમે દુનિયાની સૌથી મોટી હેલ્થ ઈન્સ્યોરન્સ યોજનાનુ સંચાલન કરી રહ્યા છીએ અને તે દરેકને ઉપલબ્ધ બને તેની ખાત્રી પણ રાખી રહ્યા છીએ.
મિત્રો, આપણે આપણા સહયોગનો વ્યક્તિના સશક્તિકરણ અને સામુહિક કલ્યાણ માટે ઉપયોગ કરી શકીએ તેમ છીએ. ગેટસ ફાઉન્ડેશન અને અન્ય કેટલીક સંસ્થાઓ અદભૂત કામ કરી રહી છે. હું તમને આગામી 3 દિવસ આ સમારંભમાં અર્થપૂર્ણ અને ફળદાયી ચર્ચાઓ માટે શુભેચ્છા પાઠવુ છું. આ ગ્રાન્ડ ચેલેજીન્સ પ્લેટફોર્મ પાસેથી ઘણા રોમાંચક અને પ્રોત્સાહક ઉપાય મળી રહેશે તેવી હું આશા રાખુ છું. આમાંના ઘણા બધા પ્રયાસો વિકાસનો માનવકેન્દ્રી અભિગમ આગળ ધપાવશે, તે આપણા યુવાનોને ઉજળા ભવિષ્ય માટેનુ વૈચારિક નેતૃત્વ પૂરૂ પાડવા માટે પણ પ્રેરે તેવી શુભેચ્છા પાઠવુ છું. વધુ એક વાર મને આમંત્રણ આપવા બદલ હું આયોજકોનો આભાર માનું છું.
આપનો આભાર,
ખૂબ-ખૂબ આભાર
SD/GP/BT
(Release ID: 1666041)
Visitor Counter : 270
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam