ગૃહ મંત્રાલય

કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે સ્વર્ગસ્થ કેન્દ્રીય મંત્રી શ્રી રામવિલાસના નિવાસસ્થાનની આજે મુલાકાત લીધી અને દિવંગત નેતાને અંતિમ શ્રદ્ધાંજલિ અર્પી.


કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે પાસવાન જી હંમેશાં સૌમ્ય વર્તન ધરાવતા અને લોકકલ્યાણથી સંબંધિત તેમના કાર્યો માટે યાદ રહેશે

प्रविष्टि तिथि: 09 OCT 2020 2:39PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે સ્વર્ગસ્થ કેન્દ્રીય મંત્રી શ્રી રામવિલાસના નિવાસસ્થાનની આજે મુલાકાત લીધી અને દિવંગત નેતાને અંતિમ શ્રદ્ધાંજલિ અર્પી હતી.

શ્રી અમિત શાહે સ્વર્ગસ્થ કેન્દ્રીય મંત્રીના નિવાસસ્થાનની મુલાકાત પછી એક ટવીટમાં જણાવ્યું હતું કે, “અમારા વરિષ્ઠ કેન્દ્રીય મંત્રી શ્રી રામવિલાસ પાસવાન જીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. પાસવાન જી હંમેશાં સૌમ્ય વર્તન ધરાવતા અને લોકકલ્યાણથી સંબંધિત તેમના કાર્યો માટે યાદ રહેશે. ભગવાનની કૃપા તેમના પર રહે અને તેમના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ મળે.”

SD/GP/BT


(रिलीज़ आईडी: 1663113) आगंतुक पटल : 170
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Tamil , Telugu , Malayalam