ચૂંટણી આયોગ
ભારતીય ચૂંટણી પંચે રાજકીય પક્ષોની નોંધણી માટે જાહેર નોટિસ સંબંધિત સમય મર્યાદામાં છૂટછાટ આપી
Posted On:
09 OCT 2020 10:59AM by PIB Ahmedabad
ભારતીય ચૂંટણી પંચે 07.10.2020ના રોજ કે એની અગાઉ જાહેર નોટિસ પ્રકાશિત કરનાર રાજકીય પક્ષો માટે છૂટછાટ આપી છે અને નોટિસનો ગાળો 30 દિવસથી ઘટાડીને 7 દિવસ કર્યો છે. 07.10.2020 અગાઉ 7 દિવસથી ઓછા સમયમાં જાહેર નોટિસ પ્રકાશિત કરનાર રાજકીય પક્ષો સહિત તમામ પક્ષો જો કોઈ વાંધો હોય તો તે 10 ઓક્ટોબર, 2020ના રોજ સાંજના 5.30 સુધી અથવા મૂળ 30 દિવસના અંત સુધીમાં, બેમાંથી જે વહેલા આવે એમાં લેટેસ્ટ નોટિસ પ્રકાશિત કરી શકે છે.
ભારતીય ચૂંટણી પંચ (ઇસીઆઈ)એ 25 સપ્ટેમ્બર, 2020ના રોજ બિહારની વિધાનસભાની ચૂંટણી 2020 યોજવા માટેની જાહેરાત કરી હોવાથી પંચે તમામ રાજકીય પક્ષનું ધ્યાન દોર્યું છે કે, કોવિડ-19ને કારણે પ્રવર્તમાન નિયંત્રણોને ધ્યાનમાં રાખીને રજિસ્ટ્રેશન માટે અરજીઓની અવ્યવસ્થા તથા તેમાં વિલંબ થતાં પરિણામે રાજકીય પક્ષોની નોંધણીમાં વિલંબ થયો હતો. આ કારણે આ સંબંધિત તમામ પાસાંઓને ધ્યાનમાં રાખીને પંચે જાહેર નોટિસના સમયગાળામાં છૂટછાટ આપી છે. આ છૂટછાટ 20 ઓક્ટોબર, 2020 સુધી અમલમાં રહેશે, જે બિહાર રાજ્યમાં લોકસભાની બેઠકોથી લઈને વિધાનસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખ છે.
આ બાબત પર ફરીવાર ધ્યાન કેન્દ્રિત કરવું કે, રાજકીય પક્ષોની નોંધણીની કામગીરી જનપ્રતિનિધિત્વ ધારા, 1951ની કલમ 29એની જોગવાઈઓ દ્વારા થઈ રહી છે. પંચમાં કથિત કલમ હેઠળ નોંધણી કરાવવા ઇચ્છતાં રાજકીય પક્ષને ભારતીય બંધારણની કલમ 324 અને જનપ્રતિનિધિત્વ ધારા, 1951ની કલમ 29એ દ્વારા સૂચિત માર્ગદર્શિકાઓ મુજબ આપવામાં આવેલી એની માહિતી મુજબ આ તારીખ પછી 30 દિવસના સમયગાળાની અંદર પંચ સમક્ષ અરજી રજૂ કરવી પડશે. હાલની માર્ગદર્શિકા મુજબ, સંલગ્ન અરજદારે બે રાષ્ટ્રીય કક્ષાના દૈનિક અખબારો અને બે સ્થાનિક દૈનિક અખબારોમાં પક્ષનું નામ પ્રકાશિત કરવાની સૂચના આપવામાં આવે છે. જો કોઈને આની સામે વાંધો હોય, તો આ પ્રકારના પ્રકાશનના 30 દિવસની અંદર પંચ સમક્ષ વાંધો રજૂ કરવાનો રહેશે. આ નોટિસ પંચની વેબસાઇટ પર પણ જોવા મળે છે.
SD/GP/BT
(Release ID: 1663032)
Visitor Counter : 550