વહાણવટા મંત્રાલય

શ્રી મનસુખ માંડવિયાએ શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની હીરક જયંતિની ઉજવણીનો પ્રારંભ કર્યો


ગાંધી જયંતીના પ્રસંગે મંત્રીએ કંપનીને આત્મનિર્ભર બનીને આગળ ધપવા પ્રેરિત કરી

Posted On: 02 OCT 2020 6:29PM by PIB Ahmedabad

રાજ્ય કક્ષાના કેન્દ્રીય જહાજ (સ્વતંત્ર હવાલો) તથા રસાયણ અને ખાતર મંત્રી શ્રી મનસુખ માંડવિયાએ આજે શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એસસીઆઈ)ના સ્થાપના દિન પ્રસંગે હીરક જયંતિની ઉજવણીની વર્ચ્યુઅલી શરૂઆત કરી હતી.

_10A0359.JPG

 

શ્રી મનસુખ માંડવિયાએ શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની હિરક જયંતિના લોગોનું અનાવરણ કર્યું હતું, જે એસસીઆઈના કર્મચારીએ બનાવ્યો છે. મંત્રીએ આ ઉજવણીના ભાગરૂપે આયોજિત વિવિધ સ્પર્ધાઓના વિજેતાઓને પુરસ્કાર પણ એનાયત કર્યા હતાં.

 

_10A0418.JPG

આ પ્રસંગે શ્રી માંડવિયાએ એસસીઆઈને એના 59 સુવર્ણ વર્ષોની સફર પૂર્ણ કરવા અને 60મા વર્ષમાં પ્રવેશ કરવા બદલ અભિનંદન આપ્યા હતા. મંત્રીએ કંપનીની નાણાકીય કામગીરીની પણ પ્રશંસા કરી હતી અને જણાવ્યું હતું કે, એસસીઆઈની વૃદ્ધિ એટલે દેશનો વિકાસ. શ્રી માંડવિયાએ કહ્યું હતું કે, કંપનીનો સ્થાપના દિવસ જોગાનુજોગે ગાંધી જયંતીના દિવસે જ આવે છે એટલે કંપનીએ આત્મનિર્ભર બનવા આગળ વધવું પડશે, જેના પર ગાંધીજી હંમેશા ભાર મૂકતા હતા. મંત્રી શ્રીએ કંપની અને એના કર્મચારીઓને આગામી વર્ષોમાં વધારે ઊંચા લક્ષ્યાંકો હાંસલ કરવા શુભેચ્છા પણ પાઠવી હતી.

આ પ્રસંગે જહાજ મંત્રાલયના સચિવ ડૉ. સંજીવ રંજન, એસસીઆઈ, સીએમડી, શ્રીમતી એચ કે જોશી, જહાજ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ, એસસીઆઈના વર્તમાન અને નિવૃત્ત કર્મચારીઓ તેમના પરિવારજનો સાથે ઉપસ્થિત રહ્યા હતા.

એસસીઆઈ વિશે

નાની લાઇનર શિપિંગ કંપની તરીકે ફક્ત 19 જહાજો સાથે કામગીરી શરૂ કરનાર એસસીઆઈ અત્યારે સૌથી મોટી ભારતીય શિપિંગ કંપની બની ગઈ છે. એસસીઆઈ શિપિંગ ટ્રેડના વિવિધ સેગમેન્ટમાં નોંધપાત્ર હિસ્સો ધરાવે છે. એસસીઆઈની માલિકીના કાફલામાં બલ્ક કેરિયર્સ, ક્રૂડ ઓઇલ ટેન્કર્સ, પ્રોડક્ટ ટેન્કર્સ, કન્ટેઇનર જહાજો, પેસેન્જર-કમ-કાર્ગો જહાજો, ફોસ્ફોરિક એસિડ/કેમિકલ કેરિયર્સ, એલપીજી/એમોનિયા કેરિયર્સ અને ઓફશોર સપ્લાય જહાજો સામેલ હતા. લગભગ છ દાયકાની સફરમાં એસસીઆઈ આજે આંતરરાષ્ટ્રીય મેરિટાઇમ ક્ષેત્રમાં મહત્ત્વપૂર્ણ કામગીરી ધરાવે છે. દેશની ટોચની શિપિંગ લાઇન તરીકે એસસીઆઈ કુલ ભારતીય ટનેજના આશરે એક તૃતિયાંશ હિસ્સાની કામગીરી કરે છે તથા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એમ બંને વેપારમાં સેવા આપે છે, જહાજ સાથે સંબંધિત વ્યવસાયના તમામ ક્ષેત્રોમાં વ્યવહારિક કામગીરી ધરાવે છે.

 

SD/GP/BT



(Release ID: 1661115) Visitor Counter : 206